ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે નવા બનનારા 66 કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા અને છીરી ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા રૂ. 10.48 કરોડના ખર્ચે 66 કે.વી. ચલા સબ સ્ટેશન અને રૂ. 11.18 કરોડના ખર્ચે 66 કે.વી. છીરી સબ સ્ટેશન મળી કુલ રૂ. 21.66 કરોડના ખર્ચે નવા બનનારા સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ગુજરાત સરકારની કોસ્ટલ યોજના હેઠળ ચલા 66 કેવી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 6.06 કરોડના ખર્ચે 1.8 કિમી અને છીરી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 14.21 ના ખર્ચે 4.20 કિમી બેવડી વીજરેષાવાળી અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ રૂ. 20.27 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
વાપી વેસ્ટમાં અત્યાર સુધી કોઈ સબ સ્ટેશન ન હતું પરંતુ, હવે આ નવા 66 કેવી સબ સ્ટેશનના નિર્માણથી ફિડરો નાના થશે જેથી વીજ પુરવઠો જળવાઈ રહેશે અને લોકોને ફાયદો થશે. ચલા સબ સ્ટેશનના નિર્મા...