Saturday, October 12News That Matters

Breaking News

ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર પર ખાનગી શાળા ના વિદ્યાર્થીઓને સંજાણ લાવતા ઇકો-રીક્ષા ચાલકો કરી રહ્યા છે RTO ના નિયમની ઐસી તૈસી

ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર પર ખાનગી શાળા ના વિદ્યાર્થીઓને સંજાણ લાવતા ઇકો-રીક્ષા ચાલકો કરી રહ્યા છે RTO ના નિયમની ઐસી તૈસી

Breaking News
  ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ વલસાડ જિલ્લાના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા – લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રીક્ષા અથવા વાન ભાડેથી મેળવતા હોય છે. જેમાં બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે માટે વલસાડ જિલ્લા RTO કચેરી દ્વારા મોટર વ્હીકલ એક્ટ- 1988 મુજબ કાયદાનો અમલ કરવા તાકીદ કરી છે. જો કે, આ નિયમોનું સંજાણ આસપાસની સ્કૂલ વર્ધિ વાળા છડે ચોક ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા છે.મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ સ્કુલનાં બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીળી નંબર પ્લેટવાળા હોવા જરૂરી છે. સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવું જોઈએ. વાહનનાં ચાલક અધિકૃત ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ જરૂરી છે. દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક રાખવી જોઈએ. દરે...
વલસાડ જિલ્લાની પાલિકા, વાપી GIDCમાં રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી, સાયકલ રેલી નીકળી

વલસાડ જિલ્લાની પાલિકા, વાપી GIDCમાં રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી, સાયકલ રેલી નીકળી

Breaking News
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો અને માર્ગોની સફાઇ ઝુંબેશ તેમજ વલસાડ અને વાપી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડમાં જુન ૨૦૨૩ થી શરૂ થયેલા અને આજ સુધી ચાલી રહેલા “સાયકલ ટુ વોક એન્ડ વર્ક” અભિયાનમાં સરકારના દરેક વિભાગના કર્મચારીઓ મહિનાના પહેલા શનિવારે ઓફિસે સાયકલ પર અથવા ચાલતા આવે છે. એના ભાગ રૂપે આ ઇવેન્ટ પ્રદુષણ નિયંત્રણ દિવસે યોજવામાં આવી હતી. વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી સવારે ૭.૦૦ કલાકે ધારાસભ્ય ભરતભાઇ પટેલ તથા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેએ સાયકલ રેલીને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. તીથલ બીચ ખાતે સફાઇ કરવામાં આવી હતી. વોકિંગ માટે આવેલા નાગરિકોને ગુલાબના ફુલથી સન્માન કરવામાં આવ્યા તેમજ કાપડની થેલીનુ...
32 साल के इंजीनियर चंद्र प्रकाशने 4 साल में 41 बार पैदल यात्रा कर के मुंबई से खाटू श्याम तक का 1350 किलोमीटर का सफर तय किया।

32 साल के इंजीनियर चंद्र प्रकाशने 4 साल में 41 बार पैदल यात्रा कर के मुंबई से खाटू श्याम तक का 1350 किलोमीटर का सफर तय किया।

Breaking News
मूल रूप से राजस्थान के रहने वाले और मुंबई को कर्मभूमि बनाने वाले इंजीनियर चन्द्र प्रकाश ढाँढ़ण पिछले 4 साल से मुंबई से राजस्थान के प्रसिद्ध तीर्थ स्थल खाटू श्याम बाबा की पैदल यात्रा कर रहे हैं। सायन्स की पढ़ाई कर के इंजीनियर बने इस युवक को खाटू श्याम बाबा की भक्ति और भजनों पर अटूट विश्वास है। जिन्होंने मजबूत मनोबल के साथ 1350 किलोमीटर की 41 पदयात्राएं पूरी कर 42वीं यात्रा के साथ बाबा के दरबार में माथा टेकने के लिए निकल पड़े हैं। जिसका वापी में रहने वाले बाबा खाटू श्याम के भक्तों ने स्वागत किया और कीर्तन कार्यक्रम आयोजित किया। राजस्थान के सीकर जिले के रामगढ़ शेखावाटी तालुका के ढाँढ़ण गांव के 32 वर्षीय चन्द्र प्रकाश ढाँढ़ण पिछले 4 साल से राजस्थान के सीकर जिले के खाटू श्याम धाम में बाबा के दर्शन के लिए पैदल यात्रा कर रहे हैं। अपनी पैदल यात्रा के बारे में चन्द्र प्रकाश ढाँढ़ण ने बताया कि मुंब...
વલસાડ પોસ્ટલ ડિવિઝને સેલવાસમાં વડાપ્રધાનના જન્મદિવસે “જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહક કાર્યક્રમ”નું આયોજન કર્યું

વલસાડ પોસ્ટલ ડિવિઝને સેલવાસમાં વડાપ્રધાનના જન્મદિવસે “જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહક કાર્યક્રમ”નું આયોજન કર્યું

Breaking News
વલસાડ પોસ્ટલ ડિવિઝન દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં “જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહક કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસના શુભ અવસરે આયોજિત આ કાર્યક્રમ માં ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા દાદરા-નગર હવેલી અને દમણ-દિવના પ્રશાસક પ્રફુલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં, પોસ્ટલ સ્ટાફ તેમજ આ વિસ્તારના લોકોને પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા, ખાસ કરીને વડાપ્રધાન દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ એવી યોજનાઓ છે જે નજીવી રકમ ચૂકવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વધુ ફાયદાકારક છે. આ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસોની પ્રશંસા કરવ...
દમણથી સેલવાસ જતી બસમાં 11મહિલા 6 પુરુષો પાસેથી મળ્યો 35 પોટલા દારૂ

દમણથી સેલવાસ જતી બસમાં 11મહિલા 6 પુરુષો પાસેથી મળ્યો 35 પોટલા દારૂ

Breaking News, Gujarat, National
રિપોર્ટ - જાવીદ ખાં વાપી :- વાપી ટાઉન પોલીસે ગોલ્ડ કોઈન સર્કલ નજીકથી દમણ પ્રશાસનની ઇલેક્ટ્રિક ST બસની તલાશી લેતા 11 મહિલા અને 6 પુરૂષો પાસેથી 1,53,050 રૂપિયાનો 35 પોટલા દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુસાફરોના સ્વાંગમાં બેસેલા તમામ બુટલેગરો સુરત, નવસારી અને વલસાડના હોવાનું સામે આવ્યું છે. દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. તેમાં આવા બુટલેગરો ખાનગી વાહનો ઉપરાંત સરકારી વાહનોનો પણ ઉપયોગ દારૂ ની હેરાફેરીમાં કરી લેતા હોય છે. વાપીથી ST બસ અને ટ્રેઇન મારફતે મોટી માત્રામાં ગુજરાતના સુરત, નવસારીમાં દારૂની હેરાફેરી થાય છે. જેમાં હવે દમણ પ્રશાસને દમણથી સેલવાસ વાયા વાપી શરૂ કરેલ આધુનિક ઇલેક્ટ્રિક એરકન્ડિશન્ડ ST બસનો ઉપયોગ પણ દારૂની હેરાફેરી માટે થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  ...

દમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ, કુલ એક્ટિવ સંખ્યા 1938 થઈ

Breaking News
સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1938 પર પહોંચી છે. શનિવારે દાદરા નગર હવેલીમાં વધુ 177 કેસ નોંધાયા હતાં. જ્યારે 70 રિકવર થયા હતાં. જ્યારે દમણમાં વધુ 57 કેસ નોંધાયા હતાં. 40 રિકવર થયા હતાં.  સેલવાસમાં વધુ 177 પોઝિટિવ... દમણમાં વધુ 57 પોઝિટિવ... બંને પ્રદેશની કુલ પોઝિટિવ સંખ્યા 1938.... વિકેન્ડ લોકડાઉન બેઅસર સાબિત થયું... દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસ પર કાબુ મેળવવા શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સાથે જ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ પર પણ નિયંત્રણ રહે તે માટે RTPCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કે આ તમામ નિયમો કોરોના સામે બેઅસર સાબિત થયા છે. સેલવાસમાં 1509 એક્ટિવ કેસ..... શનિવારે દાદરા નગર હવેલીમાં 177 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. નવા પોઝિટિવ કેસ સાથે દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ ...
કોરોનાની ભયાનક સ્થિતી: સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા 5 હજારથી વધુ કેસ, 54 લોકોના થયાં છે મોત

કોરોનાની ભયાનક સ્થિતી: સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા 5 હજારથી વધુ કેસ, 54 લોકોના થયાં છે મોત

Breaking News
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે. ત્યારે હવે સતત બીજા દિવસે પણ રાજ્યમાં પાંચ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. આજે પણ ગુજરાતમાં નવા 5469 કેસ નોંધાયા છે. જ્યારે આ વાયરસથી આજે 54 લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં કોરોના કેસનો આંકડો પ્રતિદિવસ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 5469 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 54 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 18, વડોદરામાં 7 દર્દીના મોત થઇ ગયા છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4800 દર્દીના મોત થઇ ચૂક્યા છે. તો હાલમાં 203 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 27 હજાર 568 થઇ ગઇ છે. તો છેલ્લા 24 કલાકમાં 2976 દર્દીઓ સાજા થયા છે. તો આજદિન સુધીમાં કુલ 3 લાખ 15 હજાર 127 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમા...