Friday, July 26News That Matters

Gujarat

ઉમરગામની ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે 4 થી વધુ ગામના ખેડૂતોનો વિરોધ, પ્રોજેકટથી ખેતી, પર્યાવરણ, આરોગ્યને ગંભીર ખતરો…!

ઉમરગામની ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે 4 થી વધુ ગામના ખેડૂતોનો વિરોધ, પ્રોજેકટથી ખેતી, પર્યાવરણ, આરોગ્યને ગંભીર ખતરો…!

Gujarat, National
આગામી 2 ઓગસ્ટના ઉમરગામની ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીના વિસ્તરણ પ્રોજેકટ અંગે લોક સુનાવણી યોજાવાની છે. જેનો ઉમરગામ GIDC આસપાસ આવેલ 4 થી વધુ ગામના ખેડૂતો વિરોધ કરવાના મુડમાં છે. જે અંગે છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના ખેડૂતો બેઠકો યોજી રહ્યા છે. આવી જ એક બેઠક દેહરી ગામમાં થઇ હતી. જેમાં ચંદન સ્ટીલના પ્રોજેકટથી થઈ રહેલા નુકસાન બાબતે ચર્ચા કરી 2જી ઓગસ્ટના લોક સુનાવણીમાં વિરોધ કરવા ઉપસ્થિત રહેવાનું આહવાન કરાયું હતું.આ અંગે મળતી વિગતો મુજબ ગુરુવારે દેહરી ગામમાં આસપાસના ખેડૂતોની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉમરગામ તાલુકાના માજી પ્રમુખ, સાઈધામ ના ટ્રસ્ટી, સ્થાનિક આગેવાન ધર્મેશ ભાઈ સહિત અન્ય ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, ચંદન સ્ટીલના અત્યારના ઉત્પાદન કરતા ખૂબ વધુ ઉત્પાદન વાળા સૂચિત પ્રોજેકટથી અનેકગણું નુકસાન થવાનું છે.હાલ ના પ્રોજેકટથી ગામની ખેતી ની જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. કંપની દ્વ...

લો બોલો!…દહેરી ગામના દરિયા કિનારે મોટા પથ્થરો ગોઠવી બનાવેલ પ્રોટેક્શન વૉલમાં પગથિયાં નહિ બનાવતા માછીમારો માટે પ્રોટેક્શન વૉલ મહામુસીબત બની…!

Gujarat, National
  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વૉલ મહામુસીબત બની છે. મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી બનાવેલ પ્રોટેક્શન વૉલ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારોને દરિયા કિનારે જવા અને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલ પ્રોટેક્શન વૉલ અંગે સ્થાનિક ગામના માછીમાર એવા કૈલાશ માંગેલા, સ્થાનિક પંચાયત વોર્ડના સભ્ય રમેશ માંગેલા, સ્થાનિક અગ્રણીઓએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, દેહરી ગામે દરિયાઈ પ્રોટેક્શન વૉલ બનાવવા માટે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી દીધા છે. જ્યાં પથ્થરોની આડશ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. ગામના મોટાભાગના લોકોનો વ્યવસાય માછીમારી કરવાનો છે. જે માટે દિવસના કે રાત્રીન...
કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી દીધા…! શું…? રસ્તાઓની મરામત માટે વલસાડ સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા…?

કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી દીધા…! શું…? રસ્તાઓની મરામત માટે વલસાડ સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા…?

Gujarat, National
વલસાડ જિલ્લામાં તમામ રસ્તાઓ હાલ ખાડા માર્ગ બન્યા છે. જેમાંથી માંડમાંડ રસ્તો શોધી વાહનચાલકો કમરના દુઃખાવાનું દર્દ લઈ પસાર થઈ રહ્યા છે. જે જોઈ કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપ ના ઝંડા ખોડી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગને લઈ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે, વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મરામત કરવાના આદેશ આપી રહ્યા છે. જે સર્કિટ હાઉસ સુધી જ સીમિત રહી ગયા છે. વાપી નગરપાલિકા માં ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તાપક્ષના સભ્ય જનતાનું આ દુઃખ જોવા રસ્તા પર આવ્યા નથી કે ક્યાંય રજુઆત કરી નથી. એવો આક્ષેપ વાપીમાં ખાડાઓમાં ભાજપના ઝંડા રોપનાર કોંગ્રેસે કર્યા છે.વાપીમાં ઝંડા ચોક અને બજારનાં મુખ્ય માર્ગો હાલ બિસ્માર બન્યા છે. જેમાં વાપી તાલુકા શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો, નેતાઓએ રસ્તા પરના ખાડ...
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર, NDRFની ટીમે નીચાણવાળા વિસ્તારની વિઝિટ લીધી, કલેકટરે આપી માહિતી

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર, NDRFની ટીમે નીચાણવાળા વિસ્તારની વિઝિટ લીધી, કલેકટરે આપી માહિતી

Gujarat, National
વલસાડ જિલ્લામાં તા. 25 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી. કલેકટરે જિલ્લાની પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમણે નિચાણવાળા વિસ્તારમાં ન જવા આમજનતાને અપીલ કરી છે. જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રૂટ લેવલ સુધી અધિકારી-કર્મચારીઓ તેમજ ગામજનોને સંપર્ક સાધીને ભારે વરસાદની આગાહીથી વાકેફ કરાયા છે. અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે.જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ટીમના 28 કર્મીઓ દિવસ રાત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ઔરંગા નદીમાં પાણીની સપાટી વધે તો એલર્ટ સિસ્ટમ દ્વારા જાણ થતા તંત્ર દ્વાર...
વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી. NH-48 પર ટ્રાફિકજામના નિરાકરણ માટે કોન્ટ્રકટરને જરૂરી માર્ગદર્શન આપ્યું

વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી. NH-48 પર ટ્રાફિકજામના નિરાકરણ માટે કોન્ટ્રકટરને જરૂરી માર્ગદર્શન આપ્યું

Gujarat, National
વાપીમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા 2 દિવસથી ભારે ટ્રાફિક જામ રહેતા તેના નિરાકરણ માટે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વાપી ડિવિઝનના DySP બી. એન. દવે સાથે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. જેઓએ ટ્રાફિકના નિરાકરણ માટે હાઇવે પર બ્રિજ બનાવનાર કોન્ટ્રકટર, પાલઘરના તલાસરી પોલીસના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે આવેલ સહ્યાદ્રી રિસોર્ટ ની સામે નેશનલ હાઇવે નંબર 48 પર બની રહેલી બ્રિજની કામગીરીથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી. હાઇવે પર 10 કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતારો લાગી હતી. જે ધ્યાને આવ્યા બાદ ટ્રાફિકના સુચારુ આયોજન સાથે તલાસરી પોલીસની તેમજ ભીલાડ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ટ્રાફિ...
ઉમરગામના દેહરી ગામે યોજાયેલ ગ્રામસભામાં ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે વિરોધ…? ગામલોકોએ કંપની પર પર્યાવરણ સંદર્ભે કર્યા ગંભીર આક્ષેપ…!

ઉમરગામના દેહરી ગામે યોજાયેલ ગ્રામસભામાં ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે વિરોધ…? ગામલોકોએ કંપની પર પર્યાવરણ સંદર્ભે કર્યા ગંભીર આક્ષેપ…!

Gujarat, National
ઉમરગામ GIDC-દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. ત્યારે, કંપનીના મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ પરિયોજનાની લોકસુનાવણી પહેલા દેહરી ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. આ અંગે ગામમાં યોજાયેલ ગ્રામસભામાં ગામલોકોએ મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા જાહેર કરેલ પરીયોજનાના પ્રોજેકટ કેટેગરી "એ" લોકસુનાવણી અંર્તગત વાંધા અરજી મુકતી એક એક નકલ જે તે વિભાગને મોકલી છે. કંપની સામે પર્યાવરણીય સમસ્યાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે.આ અંગે મળતી વિગતો મુજબ ગામના જાગૃત નાગરિકે મંગળવારે ગ્રામ પંચાયત દેહરીમાં યોજાયેલ ગ્રામસભામાં ગામલોકોની સર્વ સંમતિથી ગામના સરપંચ/તલાટી કમ મંત્રીને રજુઆત કરતા અરજીની કોપી સુપ્રત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા જાહેર કરેલ મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ ની વિવિધ એમ.ટી.પી.એ. ના વિસ્તરણ સામે અમારી દહેરી ગ્રામ પંચાયત નાં...
ખાન પરિવારની પહેલ:- વાપીના જીવાદોરી સમાન ROBનું કામ વહેલું પૂર્ણ થાય એ માટે બ્રિજ નિર્માણમાં જતી મિલકતને સ્વૈચ્છીક ખર્ચે દૂર કરી લોકોને રાહ ચીંધી

ખાન પરિવારની પહેલ:- વાપીના જીવાદોરી સમાન ROBનું કામ વહેલું પૂર્ણ થાય એ માટે બ્રિજ નિર્માણમાં જતી મિલકતને સ્વૈચ્છીક ખર્ચે દૂર કરી લોકોને રાહ ચીંધી

Gujarat, National
વાપીમાં છેલ્લા 2 વરસથી અધ્ધરતાલ રહેલા ROB નિર્માણના કાર્યમાં ખાન પરિવારે વાપીના અન્ય લોકોને રાહ ચીંધતુ કાર્ય કર્યું છે. આ પરિવારની 100 વર્ષ જૂની જમીન હાલ ROB ના નિર્માણમાં સંપાદન થઈ છે. જેની નોટિસ મળ્યા બાદ તેઓએ સ્વૈચ્છિક ખર્ચે જ પોતાની મિલકતનું બાંધકામ દૂર કરી આ ROB વહેલી તકે નિર્માણ થાય તેવી આશા સેવી છે.વાપીમાં RGAS હાઈસ્કૂલ સામે છેલ્લા 100 વર્ષથી ખાન પરિવાર વસવાટ કરે છે. હાલ આ પરિવારમાં અબ્દુલ વહાબ અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ યુનુસ ખાન બન્ને ભાઈઓની સહિયારી મિલકત છે. રહેણાંક મકાન અને વ્યવસાયિક દુકાનો ધરાવતા આ પરિવારની મિલકતનો કેટલકો હિસ્સો વાપી માં નિર્માણાધિન રેલવે ઓવર બ્રિજમાં જતો હોય તેની જમીન સંપાદન કરવામાં આવી છે. જેને હાલ તેઓ પોતાના સ્વખર્ચે દૂર કરી રહ્યા છે.આ અંગે ખાન પરિવારના વડીલ અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે, વાપીના આ ROBના નિર્માણ દરમિયાન તેમની જમીન સંપાદન કરવામાં આવી હતી...
वापी में ROB-RUB का काम रुकने से व्यापारी परेशान, बरसात में महामारी का डर, व्यापार ठप्प, MLA-MP समस्या का समाधान करे और PWD की मनमानी दूर करे ऐसी अपील।

वापी में ROB-RUB का काम रुकने से व्यापारी परेशान, बरसात में महामारी का डर, व्यापार ठप्प, MLA-MP समस्या का समाधान करे और PWD की मनमानी दूर करे ऐसी अपील।

Gujarat, National
वापी में ROB-RUB का काम रुकने से व्यापारी परेशान हो चुके है। पिछले 8 महीने से परेशान व्यपारियो के साथ PWD के अधिकारियो की मनमानी अब बरसात में महामारी का डर लेके आयी है। निर्माण कार्य के स्थान पर पतरा लगाकर व्यापार ठप्प करने के कारण मुसीबत में व्यपारियो की मांग है कि MLA-MP इस समस्या का समाधान करे और PWD की मनमानी से मुक्ति दिलाए। वापी रेलवे ओवरब्रिज का सुस्त गति से चल रहा निर्माण कार्य झंडा चौक और महात्मा गांधी रॉड (M G Road) के आसपास के दुकानदारों व निवासियों के लिए अब संकट बनता जा रहा है। ब्रिज निर्माण के कारण दोनों तरफ पतरा लगाकर घेराबंदी करने से व्यवसाय पहले से ही ठप हो गया था। लेकिन अब निर्माण कार्य के दौरान हुए गड्ढे व कचरे के कारण मच्छर पनप रहे हैं। RUB-ROB के निर्माण कार्य से पहले ही रास्ते का और ठप्प हुए व्यापार का मार झेल रहे इस विस्तार के लोगों ने आशंका जताई है कि कभी भी यहां ...
ઉમરગામમાં આવેલ ચંદન સ્ટીલના પ્રસ્તાવિત મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ પરિયોજનાની 2 ઓગસ્ટના લોકસુનાવણી, કંપનીનો EIA રિપોર્ટ સત્યથી વેગળો હોવાનું પર્યાવરણ પ્રેમીઓનું તારણ?

ઉમરગામમાં આવેલ ચંદન સ્ટીલના પ્રસ્તાવિત મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ પરિયોજનાની 2 ઓગસ્ટના લોકસુનાવણી, કંપનીનો EIA રિપોર્ટ સત્યથી વેગળો હોવાનું પર્યાવરણ પ્રેમીઓનું તારણ?

Gujarat, National
ઉમરગામ GIDC-દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ અંગે કેટલાક પર્યાવરણ પ્રેમીઓએ પોતાની ટીકા-ટિપ્પણીઓ તૈયાર કરી પર્યાવરણીય સુનાવણીની તારીખ પહેલા લેખિતમાં સભ્ય સચિવશ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મોકલવાની તજવીજ હાથ ધરી છે... તો, આ ટીકા ટીપ્પણીમાં જંગલખાતું પણ દેહરી વિસ્તારની પોતાની જમીન જતી નથી ને તે જોવાની તજવીજમાં મંડી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.  વલસાડ જિલ્લામાં આવેલા પેપર, ફાર્મા, પ્લાસ્ટિક અને એન્જીનીયરીંગ સેકટરમાં હાલ મંદીનો માહોલ છે. ત્યારે, ઉમરગામના દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપની પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી સ્થાનિક લોકોને રોજગારી આપવાની પહેલ કરી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટનું વિસ્તરણ કરવા માંગતી ચંદન સ્ટીલ લિમિટેડના આ સાહસ અંગે આગામી 2જી ઓગસ્ટ 2024ના GPCB, કલેકટરની અધ્યક્ષતામા...
વલસાડ પોલીસે NDPSના 30 ગુન્હાઓમાં કબ્જે કરેલ 1.12 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સનો નાશ કર્યો

વલસાડ પોલીસે NDPSના 30 ગુન્હાઓમાં કબ્જે કરેલ 1.12 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સનો નાશ કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટના 30 જેટલા ગુન્હા દાખલ થયા હતાં. જે દરમ્યાન કુલ 1,12,49,875.90 રૂપિયાનો 1064.982 કિલો ગ્રામ માદક પદાર્થ નાર્કોટીક્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે તમામ જથ્થાનો શનિવારે અંકેલશ્વરની BEIL કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગની રાહબરી હેઠળ વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય અને DySP એ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ SOG PI એ. યુ. રોઝના સંકલન દ્રારા વલસાડ જિલ્લાના 8 પોલીસ સ્ટેશનમાંNDPS એક્ટ મુજબ 30 ગુન્હા દાખલ કરવામાં આવ્યાં હતા.આ 30 ગુન્હા દરમ્યાન પોલીસે  1,12,49,875.90 રૂપિયાનો 1064.982 કિલો ગ્રામ માદક પદાર્થ નાર્કોટીક્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેના નાશની કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે...