વાપીમાં 100 તરુણીઓ (Adolesents)ને HPV વેકસીનના ડોઝ આપવાના Fundraising માટે યોજાશે મેગા Housie ઇવેન્ટ
વાપીમાં કાર્યરત Vapi Women's Club ની સભ્ય મહિલાઓએ એક અનોખી પહેલ કરી છે. આ 18 વર્ષથી સામાજિક કાર્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી સંસ્થા છે. જેઓએ લોકોમાં Cervical Cancer અંગે જાગૃતિ આવે તે માટે ખાસ Cervical Cancer Vaccination Drive હાથ ધરી છે. જે અંગે એક પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.આજકાલ દેશમાં ખાસ કરીને મહિલાઓમાં થતા Cervical Cancer અંગે ખુબજ જાગૃતિ આવી છે. તેમજ આ માટે ખાસ પ્રકારની વેકસીનની શોધ બાદ તેના ડોઝ લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. જો કે, આ વેકસીનની કિંમત સામાન્ય પરિવારના ગજા બહારની હોય એ માટે અનેક સંસ્થાઓ દ્વારા દાતાઓની મદદથી આ Human papillomavirus (HPV) vaccinesના ડોઝ નજીવી કિંમતમાં કે નિઃશુલ્ક પુરા પાડવાની પહેલ કરી છે.Vapi Women's Club દ્વારા આયોજિત આ પત્રકાર પરિષદમાં કલબના પ્રમુખ શિલ્પા અગ્રવાલ, સેક્રેટરી સાધના બાજપાઈ, ટ્રેઝરર સુનંદા જોશીએ અન્ય સભ્યો સાથે ઉપસ્થિત રહી જણાવ્યું ...