Thursday, December 5News That Matters

Impact of the report:- ન્યુ ઉમરગામ સ્ટેશનના સ્થાને મુકાયેલ ન્યુ ઘોલવડનું બોર્ડ હટાવી DFCCIL-રેલવે વિભાગે ન્યુ ઉમરગામ સ્ટેશનનું બોર્ડ લગાવ્યું

Report:- Meroo Gadhvi, Auranga Times

ગુજરાતના વિકાસમાં DFCCIL પ્રોજેકટની મહત્વતાને ધ્યાને લઇ 12મી માર્ચે દેશના વડાપ્રધાન અમદાવાદથી સ્ટેશનનું ઉદ્દઘાટન અને 4 ટ્રેનને લીલીઝંડી આપવાના છે. જો કે DFCCIL પ્રોજેકટ હેઠળ જ્યાં, ન્યુ ઉમરગામ સ્ટેશનનું પાટિયું હોવું જોઈએ એ સ્થળે ન્યુ ઘોલવડ સ્ટેશનું પાટિયું લાગી ગયું હતું. જે અંગે ઉમરગામના સિનિયર જર્નલિસ્ટ એ. ડી. ભંડારીએ વિસ્તૃત કન્ટેન્ટ પ્રસારિત કરી DFCCIL ના અધિકારીઓ, રેલવે વિભાગ અને સ્થાનિક નેતાઓનું ધ્યાન દોર્યું હતું. તો, આ અંગે Auranga Times વેબ પોર્ટલ પર પણ વિસ્તૃત કન્ટેન્ટ પ્રસારિત કરાયેલ જેની નોંધ રેલવે વિભાગે લીધી છે.

આ સ્ટેશન ગુજરાતના વલસાડ માં આવેલ ઉમરગામના નામથી ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન યાર્ડ તરીકે જ ઓળખાશે અહીં અગાઉ લગાવેલ મહારાષ્ટ્રના ઘોલવડ સ્ટેશનના ન્યુ ઘોલવડ સ્ટેશનનું પાટિયું ઉતારી લેવાયું છે. 12મી માર્ચના સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા DFCCIL ના અધિકારીઓ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 12મી માર્ચ 2024ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DFCCIL ના ન્યુ ઉમરગામ સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમજ ન્યૂ ઉમરગામ અને ન્યૂ મકરપુરાથી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર 4 માલવાહક ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે.

રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં DFCCILનાં ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વડાપ્રધાન રૂ. 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે ન્યુ ઉમરગામ સ્ટેશને વિકાસ કુમાર (મુખ્ય જનરલ મેનેજર મુંબઈ ઉત્તર), એસ.વી. દેશપાંડે (પ્રોજેક્ટ મેનેજર મુંબઈ ઉત્તર), જે. વી. રાઠોડ (ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર મુંબઈ ઉત્તર), સુનિલ ગુપ્તા (ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર મુંબઈ ઉત્તર) સુમિત વર્મા (જુનિયર પ્રોજેક્ટ મેનેજર), જી.એન. રાવ (કાર્યકારી), કે. સંતોષ (કાર્યકારી) સહિતના અધિકારીઓ હાજર રહેશે

વેસ્ટર્ન રેલવેને સમાંતર ચાલનારી DFCCIL હસ્તકની વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનાં ફેઝ-2 ટ્રાન્ઝિટ લાઈનનો રૂટ 427 કિલોમીટર નો છે, જે વડોદરા નજીકનાં ન્યુ મકરપુરાથી શરૂ થઈ, મુંબઈ નજીકનાં ન્યુ JNPT પર પુર્ણ થાય છે. વેસ્ટર્ન રેલવેનું ઘોલવડ સ્ટેશન, જે હકીકતે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. જ્યાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું યાર્ડ/ સ્ટેશન ન્યુ ઘોલવડ આવેલું છે. ન્યુ ઘોલવડ યાર્ડને ઉમરગામ અને સંજાણ રેલવે સ્ટેશનની વચ્ચે આવેલ LC ગેટ નંબર 67 પાસેની ખાલી જગ્યામાં લાવી દેવાયું હતું.

આ અંગે મીડિયાએ સ્થાનિક નેતાઓ, રેલવે વિભાગનું ધ્યાન દોરતી ખબર પ્રકાશિત પણ કરી હતી. જે બાદ સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા રેલવે વિભાગે અહીંના ન્યુ ઘોલવડ સ્ટેશનના બોર્ડ ને ઉતારી તેના સ્થાને ન્યુ ઉમરગામ સ્ટેશનનું બોર્ડ મૂક્યું હતું. આ પ્રસંગે ઉમરગામના સિનિયર જર્નલિસ્ટ એ. ડી. ભંડારી, મહેન્દ્ર પંચાલ ને અધિકારીઓએ બિરદાવ્યા હતા કે, તેમના કન્ટેન્ટ પ્રસારિત થયા બાદ રેલવે વિભાગે તે ધ્યાને લઇ ન્યુ ઘોલવડના સ્થાને ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવી ક્ષતિ દૂર કરી છે.

અત્રે નોંધનીય છે કે, 8 અને 9મી ફેબ્રુઆરીએ DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ) પ્રોજેકટ હેઠળ સંજાણ-ભેસ્તાન વચ્ચેના 112 કિલો મીટરના ટ્રેક પર ટ્રાયલ રન લેવાયો હતો. DFCCIL પ્રોજેકટ વડોદરા નજીકનાં ન્યુ મકરપુરાથી મુંબઈ નજીકનાં ન્યુ JNPT સુધીનો 427 કિલોમીટરનો ફેઝ-2 પ્રોજેકટ છે. જેના પર માલગાડી દોડાવવામાં આવશે. જેનાથી ગુજરાતના વેપાર ઉદ્યોગને અનેકગણો ફાયદો થશે.

12મી માર્ચ 2024ના મુંબઈ રેલ્વે ડિવિઝન (વેસ્ટર્ન રેલ્વે)ના 5 સ્ટેશનો એટલે કે ન્યુ અચેરલી, ન્યુ ભેસ્તાન, ન્યુ ઉમરગામ (ન્યુ ઘોલવડ), ન્યુ પારડી અને ન્યુ ઉધના પર ફ્રેઈટ કોરીડોર સ્ટેશન અને કાર્ગો હેન્ડલિંગ સાઈટ રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉપરોક્ત સ્ટેશનો પર આયોજિત સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી સ્ટેશનના ઉદ્ઘાટન અને ટ્રેનને ફ્લેગ ઓફ કરશે.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *