Friday, May 24News That Matters

National

UPL અને Aarti ઇન્ડસ્ટ્રીઝે joint venture (JV) આધારિત કરાર કર્યા, સ્પેશ્યલ કેમિકલ સપ્લાયમાં 50-50 ટકાની ભાગીદારી, શેર ના ભાવ ગગડતા લેવાયો નિર્ણય?

UPL અને Aarti ઇન્ડસ્ટ્રીઝે joint venture (JV) આધારિત કરાર કર્યા, સ્પેશ્યલ કેમિકલ સપ્લાયમાં 50-50 ટકાની ભાગીદારી, શેર ના ભાવ ગગડતા લેવાયો નિર્ણય?

Gujarat, National
દેશભરના કેમિકલ સેકટરમાં દિગગજ ગણાતી 2 કંપનીઓએ હાથ મિલાવ્યા છે. આ બંને કંપનીઓ એટલે UPL લિમિટેડ અને Aarti ઇન્ડસ્ટ્રીઝ છે. આ ખબર ગુરુવારે શેર બજાર બંધ થયા બાદ સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, બન્ને કંપનીઓના શેર સતત ગગડી રહ્યા હોય તેને સ્થિરતા આપવા JV આધારિત કરાર કર્યા છે. આ કરાર બન્ને કંપનીઓના સ્પેશ્યલ કેમિકલ સપ્લાય માટે કરવામાં આવ્યાં છે. વાપી, અંકેલશ્વર સહિત અન્ય ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત UPL લિમિટેડ અને Aarti Industries ના ગુરુવારે શેર બજાર બંધ થયા બાદ શેર ગગડયા હતાં. ગુરુવારે Aarti Industries Ltd ના શેર અડધો ટકો તૂટીને 626 રૂપિયા આસપાસના ભાવે બંધ થયો હતો. જ્યારે UPL Ltd ના શેર એક ટકા તૂટીને 510 રૂપિયાના ભાવ પર બંધ રહ્યો હતો. જે બાદ આ ખબર આવી હતી કે, UPL Limited અને Aarti Industries એ JV કરાર કર્યા છે. કંપનીએ આ અંગે એક્સચેન્જ ને જાણકારી આપતા જણાવ્યું છે કે, AARTI IND અને UPLએ ...
બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્યો સાથે ચેપ્ટર ‘શ્રેષ્ઠ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું

બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્યો સાથે ચેપ્ટર ‘શ્રેષ્ઠ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું

Gujarat, National
વિશ્વની સૌથી મોટા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન એવા બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વલસાડ-વાપી અને દમણ સેલવાસ ના સભ્યોની ઉપસ્થિતિમાં નવા ચેપ્ટર શ્રેષ્ઠ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દમણની ડેલ્ટીન હોટેલમાં આયોજિત આ કાર્યક્રમમાં લોન્ચ ડાયરેકટર તથા કન્સલટન્ટ અભિનવ અશોક ઠાકુરે તમામ સભ્યોને આવકાર આપ્યો હતો. નવા ચેપ્ટર થકી કઈ રીતે દરેક સભ્ય પોતાનો બિઝનેશ વધારી શકશે તે અંગેની વિગતો આપી હતી. તેમજ નવા સભ્યોના ફિલ્ડથી સૌને વાકેફ કરાવ્યા હતાં. બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) એ દુનિયાનાં 80 દેશોમાં કાર્યરત છે. ભારતમાં 130 શહેરોમાં તે 58 હજારથી વધુ સભ્યો ધરાવે છે. જે પૈકી વાપી – દમણ - સેલવાસ તથા વલસાડ મળીને લગભગ 635 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વિવિધ સર્વિસ પ્રોવાઈડર આ સંસ્થામાં જોડાયેલ છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં BNI ના 13 ચેપ્ટરો કાર્યરત છે. જેમાં છેલ્લા 6 વર્ષમાં અંદાજે 1300 કરોડનો ...
વલસાડ LCB એ ભિલાડ સરીગામ GIDCની દુકાનમાંથી ચોરી થયેલ વિમલ પાન મસાલા, તમ્બાકુના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડયા

વલસાડ LCB એ ભિલાડ સરીગામ GIDCની દુકાનમાંથી ચોરી થયેલ વિમલ પાન મસાલા, તમ્બાકુના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડયા

Gujarat, National
ગઇ તા.17/05/2024 ના ભિલાડ પો.સ્ટે.ની હદમાં આવેલ સરીગામ જી.આઇ.ડી.સી.ની દેવરાજ ટ્રેડર્સ દુકાનમાંથી રાત્રી દરમ્યાન આઇશર ટેમ્પામાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ દુકાનનું શટર તોડી દુકાનમાં રાખેલ વિમલ પાન મસાલા, તમ્બાકુના જથ્થાની ચોરી કરી નાશી ગયા હતાં. જેઓને LCB ની ટીમે ઝડપી પાડી કુલ 10.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી વલસાડની ટીમે બાતમી હકીકતના આધારે ને.હા.નં.48, વલવાડા ઓવરબ્રિજ પાસે સુરતથી મહારાષ્ટ્ર તરફ જતા રોડ ઉપરથી આરોપીઓ (1) મોહમદ કેફ મોહમદ અકીલ સીદીકી, (2) આસીફ આફાક સીદીકી (3) નિલેશ ઉર્ફે પંડીત S/O અજયકુમાર શંભુ મિશ્રાને ઝડપી પાડેલ અને ઇસમોના કબજામાંથી ટાટા ટેમ્પો નં.GJ- 15-XX-0608 કિ.રૂ.5 લાખ, મહીન્દ્રા પંઢરપુરી તમ્બાકુ તથા રાજશ્રી પાન મસાલા, તમ્બાકુ તથા વિમલ પાનમસાલાનો જથ્થો કુલ કિ.રૂ.5,43,686/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ 4 મળી કુલ્લે કિ.રૂ.10,5...
સરીગામ ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ પાણી તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપલાઇન નાખવામાં આવશે

સરીગામ ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ પાણી તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપલાઇન નાખવામાં આવશે

Gujarat, National
વલસાડ જિલ્લાના સરીગામ ઔધોગિક વસાહત ના CETP પ્લાન્ટની શ્રમતા વધતા કેમિકલ વેસ્ટ પાણી ટ્રીટમેન્ટ કર્યા બાદ તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપ લાઇન નાખવા પહેલા દરિયાની અંદર એજન્સી દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ ઔદ્યોગિક એકમમાં બહુધા રાસાયણિક પ્રોડક્ટ ધરાવતી કંપનીઓ આવેલી છે. આ તમામ કંપનીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી આડેધડ છોડવામાં આવતું હોવાથી જે તે સમયે આજુબાજુની નદીઓના નીર પ્રદુષિત થયા હતા. જે તે સમયે કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે સરીગામ ખાતે પંપીંગ સ્ટેશનનું નિર્માણ કરી સરીગામ થી તડગામના દરિયામાં 14 કિલોમીટર સુધી સિમેન્ટની પાઇપલાઇન નાખવામાં આવી હતી. એ પાઇપલાઇન મારફતે ટ્રીટમેન્ટ કર્યા વિના અનેક બેદરકારીથી પાણી દરિયાની અંદર છોડવામાં આવતું હતું. જેના કારણે વચ્ચે આવતા ગામોમાં વારંવાર પાઇપલાઇન તૂટવાથી કેમિકલ ખેતરોમાં ફેલાતું...
વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળ્યો, મૃતક દાદરા ની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નેપાળ જવા નીકળ્યો હતો.

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળ્યો, મૃતક દાદરા ની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નેપાળ જવા નીકળ્યો હતો.

Gujarat, National
વાપી ના ગાંધી સર્કલ નજીક સોનોરસ બિલ્ડિંગ સામેના રસ્તા પરથી એક યુવક નો મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવક મૂળ નેપાળનો હતો. જે દાદરા સેલવાસની કંપનીમાં નોકરી કરતો હતો. જ્યાંથી રજા લઈ નેપાળ જવા નીકળ્યો હતો. જો કે, તે પહેલાં તેણે બેફામપણે દારૂ ઢીંચી લીધો હતો. બાદ માં કાળજાળ ગરમીમાં રસ્તા પર જ પડી રહ્યો હતો. જેની આસપાસના લોકોએ તપાસ કરતા તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણકારી ગીતાનગર પોલીસ ને કરતા પોલીસે મૃતકની ઓળખ કાઢી મૃતદેહને PM માટે રવાના કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપીના ગાંધી સર્કલ નજીકથી સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર યુવકનુ નામ લાલબહાદુર દિલ બહાદુર ટોમટા હતું. જે મૂળ નેપાળનો વતની હતો. અને સેલવાસના દાદરા વિસ્તારમાં આવેલ મધુસૂદન રેયોન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જ્યાંથી રજા લઈ સામાન સાથે નેપાળ જવા નીકળ્યો હતો. જો કે, તેનો મૃતદેહ મળ્યો ત...
હવામાન ખાતાની આગાહી આગામી 27 મે સુધી લુ લાગવાની શક્યતા, લુ થી બચવા માટે શું કરવુ અને શું ન કરવું તે અંગે આરોગ્ય ખાતા દ્વારા સૂચનો કરાયા

હવામાન ખાતાની આગાહી આગામી 27 મે સુધી લુ લાગવાની શક્યતા, લુ થી બચવા માટે શું કરવુ અને શું ન કરવું તે અંગે આરોગ્ય ખાતા દ્વારા સૂચનો કરાયા

Gujarat, National
હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આગામી 7 દિવસમાં હવામાન સુકુ રહેશે તેમજ ગરમીનો પારો સંભવિત 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આ સમયમાં લુ (સન સ્ટ્રોક) લાગવાની શક્યતા વધુ છે. જેના કારણે શરીરનાં તાપમાનમાં વધારો થશે અને તાવ, માથું દુખવું, ચક્કર આવવા વિગેરે જેવા લક્ષણો જણાશે. જેથી લોકોએ બપોરનાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યેની વચ્ચે અને ખુલ્લા પગે તથા અનિવાર્ય કારણો સિવાય બહાર નીકળવાનું ટાળવું. વધુ ગરમીનાં સમયમાં રસોઇ કરવાનું ટાળવુ તથા રસોડાનાં વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. ચા, કોફી, અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ ટાળો જે શરીરને ડીહાઇડ્રેટ કરે છે. ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત, વાસી ખોરાક ટાળો. પાર્ક કરેલા વાહનોમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા ન છોડો. અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળૉ. ઉનાળામાં ગરમીથી બચવા સફે...
વાપી આસપાસની જમીન ખરાબ કર્યા બાદ હવે વેસ્ટ કેમિકલ ડમ્પ કરનારા માફીયાઓ દમણગંગા નદીનો કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે…?

વાપી આસપાસની જમીન ખરાબ કર્યા બાદ હવે વેસ્ટ કેમિકલ ડમ્પ કરનારા માફીયાઓ દમણગંગા નદીનો કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે…?

Gujarat, National
વાપી GIDC માં આવેલ કેમિકલ કંપનીઓ અને આવી કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉચંકતા માફીયાઓના કરતૂતોથી વાપી GIDC હંમેશા બદનામ રહ્યું છે. તો, વાપી આસપાસની જમીનોનું નખ્ખોદ વળી ગયું છે. જમીન, પાણી મોટેપાયે ખરાબ થઈ ચૂક્યા છે. હવે આ જ કેમિકલ વેસ્ટ, પેપરમિલ વેસ્ટ, નોનરિસાયકલ વેસ્ટ ઊંચકનારાઓને કારણે દમણગંગા નદીનો કિનારો અને નદીનું પાણી ખરાબ કરવાની પ્રવૃત્તિ આચરાઈ રહી છે.વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું બુલેટ સ્ટેશન બની રહ્યું છે. જેને કારણે આ વિસ્તાર હાલ વિકાસના નામે ચર્ચામાં છે. બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદી પર બનેલ બ્રિજ પરથી પસાર થવાની છે. આ બ્રિજ નજીક દમણગંગા નદી ના કિનારે કેમિકલ વેસ્ટ ના માફીયાઓ પોતાના વાહનોના આવાગમન માટે કેમિકલ વેસ્ટ પાથરી રહ્યા છે. જેનાથી કાંઠાનો વિસ્તાર સાંકડો થઈ રહ્યો છે. નદીનું પાણી ખરાબ થઈ રહ્યું છે. આ પ્રવુતિ છેલ્લા ઘણા સમય ચાલી રહી...
વાપીના ડુંગરા માં WTP માટે પાલિકાએ લીધેલી આંબા વાડીની જમીન કંપનીઓના કેમિકલ વેસ્ટની ડમ્પીંગ સાઈટ નીકળી…!

વાપીના ડુંગરા માં WTP માટે પાલિકાએ લીધેલી આંબા વાડીની જમીન કંપનીઓના કેમિકલ વેસ્ટની ડમ્પીંગ સાઈટ નીકળી…!

Gujarat, Most Popular, National
વાપી નગરપાલિકાએ ડુંગરામાં ખરીદેલી જમીન પર ગત 10મી માર્ચે પીવાના પાણી ના પ્લાન્ટ માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહર્ત કરાવ્યું હતું. જો કે, આ જમીન મામલે નગરપાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉલ્લુ બન્યા હોવાનું પ્રતીત થયું છે. કેમ કે જે જમીન આંબા વાડી સમજી કરોડો રૂપિયામાં વેંચાતી લીધી છે. એ જમીન વાપી GIDC ની કંપનીઓમાંથી સગેવગે કરેલ કેમિકલ યુક્ત કચરાની ડમ્પીંગ સાઈટ નીકળી છે. હાલ અંહી દમણગંગા નદી કિનારા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે. જેમાં જમીનમાંથી મોટેપાયે કેમિકલ યુક્ત કચરો બહાર નીકળી રહ્યો છે. તેમજ કેમિકલ યુક્ત પાણી ખાડાઓ માં ભરાઈ રહ્યું છે. આ દુર્ગંધ મારતો કેમિકલ વેસ્ટ અને પાણી અંહી કામ કરનારા કામદારો, કોન્ટ્રાક્ટરો અને આસપાસ થી નીકળતા શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે. ભર ઉનાળે અંહી કામ કરતા કામદારો ...
દમણના જમ્પોર બીચ પર નહાતી યુવતીની છેડતી કરી છાકટા બનેલા યુવકની યુવતીઓના પરિવારે કરી ધોલાઈ

દમણના જમ્પોર બીચ પર નહાતી યુવતીની છેડતી કરી છાકટા બનેલા યુવકની યુવતીઓના પરિવારે કરી ધોલાઈ

Gujarat, National
રવિવારના દમણના જંમપોર બીચ પર દરિયા કિનારે નાહતી કેટલીક યુવતીઓની છેડતી બાબતે પર્યટકો વચ્ચે મારામારી થઈ હતી. નશામાં ધૂત એક પર્યટકે નાહતી યુવતીઓ અને બાળકીઓ ની છેડતી કરતા યુવતીઓ અને બાળકીના પરિવારજનો એ યુવકને ટોકવા જતાં યુવકે પરિવાર પર હુમલો કરતા પરિવારના એક સભ્ય લોહી લુહાણ થઈ ગયા હતા. આથી રોસે ભરાયેલા પરિવાર એ હુમલો કરનાર અને યુવતીઓની છેડતી કરનાર છાકટા યુવક ને દોડાવી દોડાવીને માર્યો હતો. દમણના જમ્પોર બીચ દરિયા કિનારે આ યુવક અને યુવતીઓના પરિવાર વચ્ચે થયેલી દોડાદોડી અને મારામારી નો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. દમણ ના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. ત્યારે યુવતીઓને બાળકીઓ સહિત અન્ય પરિવારના સભ્યો પણ દરિયામાં નાહતા દેખાય છે. જોકે આવા માહોલનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત લોકો પણ દરિયા કિનારે પહોંચે છે. અને દરિયામાં નાહતી યુવતીઓને બાળકીઓની છેડતી અને ગંદી નજર થી જો...
વેપારીઓને વિશ્વાસમાં લઈ પૈસા ચાઉ કરી જનાર ચણોદના ઉમેશ રાય સામે વધુ એક ફરિયાદ, અલગ અલગ લોકોના 80 લાખથી વધુ ચાઉ કરી ગયો હોવાની ચર્ચા

વેપારીઓને વિશ્વાસમાં લઈ પૈસા ચાઉ કરી જનાર ચણોદના ઉમેશ રાય સામે વધુ એક ફરિયાદ, અલગ અલગ લોકોના 80 લાખથી વધુ ચાઉ કરી ગયો હોવાની ચર્ચા

Gujarat, National
વાપીના ડુંગરા પોલીસ મથકમાં ચણોદ ખાતે રહેતા ઉમેશ રાય નામના ઠગ ભગત સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. છીરી માં પેટ્રોલપંપ ધરાવતા સમીર પટેલે આ ફરિયાદ લખાવી છે. જેમાં તેમના પેટ્રોલપંપ પર ઉમેશ રાયે પોતાની ટ્રક માં 5.35 લાખનું ડીઝલ ભરાવી તે રકમ નહિ ચૂકવી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ઠગ ભગત ઉમેશ રાય સામે લોકોને વિશ્વાસમાં લઈ પૈસા ચાઉ કરી જવાની આ 5મી ફરિયાદ છે. સૂત્રોનું માનીએ તો ઉમેશે વાપીના અલગ અલગ વેપારીઓના અંદાજિત 80 લાખથી વધુ ની રકમ નહિ ચૂકવી છેતરપિંડી કરી છે. જેને લઇ ભોગ બનનારા લોકોની માંગ છે કે, પોલીસ આ ઠગ ભગત સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરે. વાપીના છીરી વિસ્તારમાં શ્રીજી પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપના સંચાલક સમીર પટેલે વાપી ના ચણોદ વિસ્તારમાં રહેતા ઉમેશ રાય સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પેટ્રોલપંપ ના સ...