Monday, December 9News That Matters

National

दादरा नगर हवेली के सिलवासा में रेड क्रॉस जिला दिव्यांग पुनर्वास केंद्र में विश्व दिव्यांग दिवस मनाया गया

दादरा नगर हवेली के सिलवासा में रेड क्रॉस जिला दिव्यांग पुनर्वास केंद्र में विश्व दिव्यांग दिवस मनाया गया

Gujarat, National
दिनांक 3/12/2024 को जिला दिव्यांग पुनर्वास केंद्र में विश्व दिव्यांगता दिवस मनाया गया। इस साल दादरा एवं नगर हवेली के उप समाहर्ता अमित कुमार के मार्गदर्शन में यह आयोजन किया गया। भूतपूर्व सचिव कुलदीप सिंह भी उपस्थित रहे। समारोह में रेड क्रॉस स्कूल के दिव्यांग विद्यार्थियों की तरफ से सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया। उसमें नृत्य तथा नाटक पेश किए गए। रेड क्रॉस स्कूल के Hearing Impaired Student ने प्रेरणादायक ड्रामा प्रस्तुत किया। Law College Students ने संदेशपूर्ण नुक्कड़ नाटक प्रस्तुत किया। इस समारोह में दिव्यांग भाई-बहनों को साधन सामग्री का लाभ, सामाजिक न्याय और अधिकारिता मंत्रालय, भारत सरकार की तरफ से ADIP SCHEME के द्वारा दिया गया। जैसे कि कृत्रिम पग, कृत्रिम हाथ, सहायक उपकरण, कैलिपर, बैसाखी (Crutch), अंधजन के लिए Blind Stick, और व्हीलचेयर भी दिए गए। इस समारोह में दिव्यांगों...
વાપીના સમાજ સેવક ભીમરાવ કટકે પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

વાપીના સમાજ સેવક ભીમરાવ કટકે પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

Gujarat, National
વાપીના ચણોદ સ્થિત અમરનગરમાં રહેતા અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ભીમરાવ કટકેનું સોમવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. જેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં અભૂતપૂર્વ મેદની જોડાઈ જતી. અંતિમયાત્રા દમણગંગા મુક્તિધામ ખાતે આવી હતી. જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.   સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ભીમરાવ કટકે સોમવારે મોપેડ લઇને GIDC ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની મોપેડ સ્લીપ થતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતા ટેમ્પોએ તેમને ટક્કર મારી દીધી હતી. જેમાં તેમનું નિધન થયું હતું. આંબેડકરવાદી વિચારધારા અને ગરીબ, શોષિતની મદદ કરવા માટે હમેંશા તત્પર રહેતા 50 વર્ષીય ભીમરાવ કટકેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. વાપીના ચણોદ સ્થિત નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા વાપીના દમણગંગા મુક્તિધા...
લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ

લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ

Gujarat, National
લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ છે. વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક  રજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનો ના સ્ટોપેજ સંદર્ભે તેમજ માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તાર પૂર્વક લેખિત રજૂઆત કરી છે. ...
કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્યું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્યું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

Gujarat, National
વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનત અને હિંમતભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે 8 કલાક સુધી સતત ચાલ્યું અને મોડી રાતે 2 વાગ્યે સફળતા સાથે પૂર્ણ થયું પ્રાપ્ત માહિતી મુજબ, કોપરલી ગામની અવાવરૂ જગ્યાએ બનેલા આ કૂવામાં સેફ્ટી વોલ ન હોવાના કારણે એક પાડો ભૂલથી પડી ગયો હતો. ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા ગ્રામજનો દ્વારા થઈ હતી, અને તેમણે તરત જ વાપી જી.આઈ.ડી.સી. નોટીફાઇડ એરિયા ફાયર ટીમને જાણ કરી. માહિતી મળતાંજ વાપી એનિમલ રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળની પરિસ્થિતિ મુશ્કેલીભરી હતી. કૂવા પાસે સેફ્ટી વોલ ન હોય અને માટી વારંવાર ખસી જતાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ભારી પડકાર ઊભા થયા હતા પરિસ્થિતિને જોતા તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનના સહારે ફાયર ફાઈટરને કૂવામાં ઉતારવામાં આવ્યા. જોકે, પાડો ડરના કારણે આઉટ ઓફ...
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા આગામી 14,15 અને 16 ડિસેમ્બરના યોજાશે ‘Umargam Industrial EXPO 2024’

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા આગામી 14,15 અને 16 ડિસેમ્બરના યોજાશે ‘Umargam Industrial EXPO 2024’

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC માં આવેલ પ્લે ગ્રાઉન્ડ ખાતે UIA દ્વારા ભવ્ય EXPO નું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રચાર પ્રસાર માટે UIA પ્રમુખ નરેશ બાંથિયા, Expo ચેરમેન વિપુલ પંચાલ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રકારો, ઉદ્યોગકારો, શહેરીજનોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ના પ્રમુખ નરેશ બાંથિયાએ આ અંગે વિગતો આપી છે કે, UIA દ્વારા આગામી 14, 15 અને 16 ડિસેમ્બર એમ ત્રિદિવસીય ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો ઉમરગામ GIDC માં આવેલ પ્લે ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. એક્સપોમાં ઉમરગામ GIDC માં કાર્યરત એકમો ઉપરાંત વલસાડ જિલ્લામાં આવેલ વાપી, સરીગામ GIDC માં કાર્યરત એકમો પોતાના પ્રોડકટનું વેંચાણ તેમજ પ્રદર્શન કરી શકે તે માટે વિવિધ સ્ટોલ ફાળવવામાં આવ્યાં છે. જેના થકી દરેક એકમો પોતાના ઉત્પાદનનું બહોળું માર્કેટ પ્રાપ્ત કરી શક...
ફણસા ખાતે સંધ્યા ગ્રુપ આયોજિત વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજ દ્વારા યોજાયું કિસાન મહા સંમેલન

ફણસા ખાતે સંધ્યા ગ્રુપ આયોજિત વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજ દ્વારા યોજાયું કિસાન મહા સંમેલન

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામ ખાતે આવેલ કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે કિસાન મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પાક વિષયક અને કીટ નાશક દવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોને ખેતીને લગતી કીટ ભેટ આપી હતી. આ ખેડૂત સંમેલન વાપી-સરીગામમાં સ્થિત સંધ્યા ઓર્ગેનિક્સ કંપનીના સૌજન્યથી યોજાયું હતું. જેમાં વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ (તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. ખેડૂત સંમેલનમાં નિષ્ણાંતો દ્વારા આંબા પાક અને શાકભાજી પાક વિષયક ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના કાંતિભાઈ કોળી, નાયબ બાગાયત નિયામક એન. એમ. પટેલ, ક્રોપ કેર ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેકટર નંદના પશ્રાવલ, પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સચિન ચૌહાણ દ્વાર...
વાપીમાં ઓપન દક્ષિણ ગુજરાત ગરબા સ્પર્ધા “હેલ્લારો 4.0” માં 13 ગરબા ટીમોએ પ્રાચીન- અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી

વાપીમાં ઓપન દક્ષિણ ગુજરાત ગરબા સ્પર્ધા “હેલ્લારો 4.0” માં 13 ગરબા ટીમોએ પ્રાચીન- અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી

Gujarat, National
તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા-વાપી ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા "હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જે તમામ ગરબા ગ્રુપે પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં.  વાપીની કલા સંસ્થા “સ્પંદન” દ્વારા ગરબાની કલાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન તથા આ ક્ષેત્રે કાર્ય કરતા જુના તેમજ નવોદિત કલાકારોને ગરબાની રજૂઆતમાં એક પ્લેટફોર્મ મળે. તે માટે તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા "હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધેલ અને પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં. કાર્યક્રમનો શુભાર...
દરેક પ્રકારના વાહનોના એન્જીન ઓઇલ માટે Mister Dependable બની ચૂકેલા BPCL ના MAK Lubricants ની ડિલરશીપ શાખા S. P. Lube Oil (LLP)નો વાપી GIDCમાં પ્રારંભ

દરેક પ્રકારના વાહનોના એન્જીન ઓઇલ માટે Mister Dependable બની ચૂકેલા BPCL ના MAK Lubricants ની ડિલરશીપ શાખા S. P. Lube Oil (LLP)નો વાપી GIDCમાં પ્રારંભ

Gujarat, National
ભારતમાં તમામ પ્રકારના વાહનોના એન્જીન માટે પ્રીમિયમ સિન્થેટિક એન્જીન ઓઇલ બનાવતા ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડે MAK લુબ્રિકેન્ટ્સ એન્જીન ઓઇલનું ભારતીય બજારમાં વેંચાણ શરૂ કર્યું છે. આ એન્જીન ઓઇલ અને ગ્રીસની વાપીમાં S. P. Lube Oil (LLP) પેઢીએ ડિલરશીપ લીધી છે. જેનું આજે Lube ના ED, RN અને HR હેડ સહિતના અધિકારીઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. All Type of Automotive Oil તરીકે દેશભરમાં જાણીતા બનેલા premium Synthetic Engine Oil એવા Mak Lubricantsની ડિલરશીપ શાખાનો વાપીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. વાપી GIDC માં 3rd phaseમાં સાવલા લેમીનેટ્સની સામે આવેલ પ્લોટ નંબર 1003/2, ખાતે S. P. Lube Oil (LLP) પેઢીની ઓફિસ ધરાવતા હેમાંગ શાહ, મિલીન તંબોલી અને જયમીન દેસાઈ દ્વારા આ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેનું BPCLના એક્ઝિક્યુટિવ ડિરેકટર (લ્યુબ) shubhankar sen, રિઝનલ મેનેજર (વેસ્ટ) કુમારનંદન સિંઘે B...
સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠની પ્રિ-પ્રાઈમરી લક્ષ્મી ઇન્ટરનેશનલ શાળામાં ‘વાર્ષિક રમોત્સવ” યોજાયો

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠની પ્રિ-પ્રાઈમરી લક્ષ્મી ઇન્ટરનેશનલ શાળામાં ‘વાર્ષિક રમોત્સવ” યોજાયો

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત પ્રિ-પ્રાઇમરી લક્ષ્મી ઇન્ટરનેશનલ  શાળામાં તારીખ 30/11/2024 ના દિને વાર્ષિક રમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વાર્ષિક રમોત્સવમાં પ્રિ-પ્રાઈમરીના જુનિયર કે.જી. તથા સિનીયર કે.જી.ના બાળકોએ પીન ધ નોઝ, હરડલ્સ દોડ, રિલે દોડ, બોટલ બેલેસીંગ, હુલા હૂપ વૉકિંગ, એક્વા પ્લે, ફિક્સ ધ વેબ જેવી જુદી-જુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોમાં ભાગ લેનાર તમામ નાના બાળકોમાં રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદર્શન માટેનો જુસ્સો અને મહેનત દેખાય હતી.આ રમોત્સવ નો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રમત પ્રત્યેની રુચિ અને સર્વાંગી વિકાસ કરવાનો હતો.આ રમોત્સવમા ભાગ લીધેલ વિજેતાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય ઈનામ પ્રાપ્ત કર્યું તેવા વિજેતાઓને ઈનામ તેમજ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યું અને જે બાળકોએ રમોત્સવમા ભાગ લીધો તેઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા...
લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા ડાર્ક સાઈડ ઓફ ઓનલાઇન ગેમિંગ અથવા ઓનલાઇન રમતોની અંધારી બાજુ આ વિષય પર સફળ સેમિનારનું આયોજન 

લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા ડાર્ક સાઈડ ઓફ ઓનલાઇન ગેમિંગ અથવા ઓનલાઇન રમતોની અંધારી બાજુ આ વિષય પર સફળ સેમિનારનું આયોજન 

Gujarat, National
તારીખ 23 નવેમ્બરના લાયન્સ ઉપાસના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે જણાવ્યું કે, આજે ડિજિટલ યુગમાં સોશ્યલ નેટવર્કિંગ અને મોબાઈલમાં ઓનલાઇન ગેમિંગનો વપરાશ વધી રહ્યો છે. તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણકારી મેળવવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય વક્તા રોહિણી વોરાએ ખૂબ જ ઉપયોગી અને અસરકારક વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ તો 13 થી 30 વર્ષની ઉંમરના બાળકો ઓનલાઇન ગેમ તરફ કેમ આકર્ષાઈ છે, અને પછી તેના વ્યસની બની જાય છે. ગેમિંગ અને માનસિક આરોગ્ય સાથે શું સંબંધ છે. સાયબર બુલિંગ અને બ્લેકમેલિંગના લીધે ઘણીવાર કરજો વધી જતા વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય છે. આજકાલ આવા ઘણા કિસ્સા આપણી જ આસપાસ જોવા મળે છે. ગેમિંગ ને રિપ્લેસ કરવા આપણે અસરકારક વ્યૂહ રચના ઘડવી જોઈએ. સમાજમાં જાગૃતિ લાવવા અને આવા જોખમી  પ્રશ્નોના નિરાકરણ ખુબ જ સહ...