Tuesday, December 10News That Matters

Science & Technology

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI) 293 પર, રાજ્યમાં સૌથી ખરાબ હવામાં વાપી પ્રથમ સ્થાને દેશમાં બીજા સ્થાને…! તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…?

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI) 293 પર, રાજ્યમાં સૌથી ખરાબ હવામાં વાપી પ્રથમ સ્થાને દેશમાં બીજા સ્થાને…! તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…?

Gujarat, Most Popular, National, Science & Technology
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 29મી ફેબ્રુઆરીએ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 310 પર પહોંચ્યા બાદ દિવસના અંતે 293 પર સ્થિર રહેતા વાપીવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. તો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.  સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 240 સેન્ટરમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આવે છે. જે મુજબ વાપીમાં ફેબ્રુઆરી 29 ના pm2.5 અને AQI શરૂઆતમાં 310 સુધી નોંધાયા બાદ અંતે 293 પર સ્થિર રહ્યો હતો. જે અતિ ખરાબ હવાની ગુણવત્તા સૂચવે છે. ...
વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું

વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું

Gujarat, Most Popular, National, Science & Technology
વર્ષ 2003માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કરજુણ ગામે બાળકોને શિક્ષણ આપવા આદિવાસી મહિલાઓને અપીલ કરી હતી. 21 વર્ષ બાદ ધરમપુર મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું. વલસાડના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એક દિવસીય મુલાકાતે આવ્યા હતાં. જેઓનું આશ્રમના અગ્રણીઓ અને સાધકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે, આજથી 2 દાયકા પહેલાં 29મી માર્ચ 2003ના તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ની કપરાડાના કરજુણ ગામની મુલાકાત અને તે મુલાકાત દરમ્યાન કલામે આદિવાસી મહિલાઓ સાથે વાત કરી બાળકોને શિક્ષણ આપવા કરેલી અપીલ બાદ આ બીજું યાદગાર સંભારણું બન્યું છે. 13મી ફેબ્રુઆરી 2024ના મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશેષ ઉપસ્થિત...
Interim Union Budget 2024 की तैयारियों का अंतिम चरण हलवा समारोह के साथ शुरू हुआ। “केंद्रीय बजट मोबाइल ऐप” पर उपलब्ध होंगे Budget के दस्तावेज…!

Interim Union Budget 2024 की तैयारियों का अंतिम चरण हलवा समारोह के साथ शुरू हुआ। “केंद्रीय बजट मोबाइल ऐप” पर उपलब्ध होंगे Budget के दस्तावेज…!

Gujarat, Most Popular, National, Science & Technology
Interim Union Budget 2024 तैयार करने के अंतिम चरण का प्रतीक हलवा समारोह, केन्द्रीय वित्त और कॉर्पोरेट कार्य मंत्री निर्मला सीतारमण और केन्द्रीय वित्त राज्य मंत्री डॉ. भागवत किशनराव कराड की उपस्थिति में नॉर्थ ब्लॉक में आयोजित किया गया। हर वर्ष बजट तैयारी की "लॉक-इन" प्रक्रिया शुरू होने से पहले एक पारंपरिक हलवा समारोह आयोजित किया जाता है। पिछले तीन पूर्ण केन्द्रीय बजटों की तरह, अंतरिम केन्द्रीय बजट 2024 भी कागज रहित दिया जाएगा। अंतरिम केन्द्रीय बजट 2024 1 फरवरी, 2024 को पेश किया जाना है। संविधान द्वारा निर्धारित वार्षिक वित्तीय विवरण (आमतौर पर बजट के रूप में जाना जाता है), अनुदान मांगें (डीजी), वित्त विधेयक आदि सहित केंद्रीय बजट के सभी दस्तावेज "केंद्रीय बजट मोबाइल ऐप" पर उपलब्ध होंगे। डिजिटल सुविधा के सरलतम रूप का उपयोग करके संसद सदस्यों (सांसदों) और आम जनता को बिना किसी परेशानी के ब...
બોર્ડર કોન્ફરન્સ બાદ જિલ્લાના દરિયા કિનારે આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પર સંઘપ્રદેશ, મહારાષ્ટ્રની પોલીસ સાથે વલસાડ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

બોર્ડર કોન્ફરન્સ બાદ જિલ્લાના દરિયા કિનારે આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પર સંઘપ્રદેશ, મહારાષ્ટ્રની પોલીસ સાથે વલસાડ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં બુધવારે 27મી ડિસેમ્બરે વલસાડ જિલ્લા સહિત 6 સરહદી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ફરન્સ નું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત 75થી વધુ પોલીસ અધિકારીઓ સાથે વલસાડ જિલ્લાના SP ડૉ. કરણરાજ વાઘેલાએ કાયદો વ્યવસ્થા અંગે સંકલન સાધવા ચર્ચા કરી હતી. જેના ભાગ રૂપે 28મી ડિસેમ્બરે સરહદી રાજ્યના જિલ્લાઓની અને સંઘપ્રદેશ ની પોલીસ સાથે વલસાડ પોલીસે વલસાડના કોસ્ટલ વિસ્તારમાં આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પણ સઘન ચેકીંગ કર્યું હતું. તેમજ માછીમારોને દરિયાઈ ગતિવિધિ અંગે જાણકારી આપવા સૂચના આપી હતી. બુધવારે તા.27/12/2023ના વાપી ખાતે પાલઘર, નાસીક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ-06 જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સીનીયર અધિકારીઓ વચ્ચે કોન્ફરન્સ યોજાય હતી. જે કોન્ફરન્સમાં રાજયોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો એકબીજા સાથે સહકારથી કામગીરી કરે તથા સંયુકત નાકાબંધી, સંયુકત કોમ્બીંગ ઓપરેશન, સંય...
वापी में नेशनल एन्टी करप्शन एण्ड ओपरेशन कमिटी ऑफ इंडिया (NACOCI) द्वारा कार्यशाला और पत्रकार सन्मान समारोह का आयोजन

वापी में नेशनल एन्टी करप्शन एण्ड ओपरेशन कमिटी ऑफ इंडिया (NACOCI) द्वारा कार्यशाला और पत्रकार सन्मान समारोह का आयोजन

Gujarat, Most Popular, National, Science & Technology
दिनांक 24/12/2023 रविवार को नेशनल एन्टी करप्शन एण्ड ओपरेशन कमिटी ऑफ इंडिया द्वारा एक कार्यशाला और अंतरराष्ट्रीय मीडिया महासंघ के तत्वावधान में पत्रकार सन्मान समारोह का आयोजन किया गया। वलसाड के एंटी करप्शन चीफ डी एन वसावा की उपस्थिति में आयोजित इस कार्यक्रम में महाराष्ट्र, सूरत, दमन, वापी और बलसाड़ गुजरात के पदाधिकारियों ने भ्रष्टाचार के खिलाफ़ अपने अपने विचार व्यक्त किए। कार्यशाला एवं सन्मान समारोह में उपस्थित एन्टी करप्शन चीफ वलसाड डी. एन. वसावा ने संस्था को अपना पूरा सहयोग प्रदान करने का पूरा आश्वासन दिया। जिसके कारण पदाधिकारियों में एक नई ऊर्जा का संचार हुआ। कार्यक्रममें लगभग 15 अखबार, न्यूज़ चैनल, वेबसाइट, यूट्यूब के पत्रकारों को विशेष आमंत्रित किया गया था। जिसे उपस्थित महानुभावो के हाथों शील्ड और अंग वस्त्र से सम्मानित किया गया। इसी क्रम में नेशनल एन्टीकरेप्शन एण्ड ऑपरेशन कमेटी आफ इ...
તરસે રઝળતો પૂર્વ પાણી પુરવઠા મંત્રીનો વિધાનસભા વિસ્તાર હવે રસ્તે રઝળતો થયો, જુવો કપરાડાનો રસ્તે રઝળતો વિકાસ

તરસે રઝળતો પૂર્વ પાણી પુરવઠા મંત્રીનો વિધાનસભા વિસ્તાર હવે રસ્તે રઝળતો થયો, જુવો કપરાડાનો રસ્તે રઝળતો વિકાસ

Gujarat, Most Popular, National, Science & Technology
વલસાડ જીલ્લામાં કપરાડા વિધાનસભા વિસ્તાર જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે. સૌથી વધુ ગામ, સૌથી વધુ મતદારો, તો સૌથી વધુ કૌભાંડો (શિક્ષણ, આરોગ્ય જેવા) ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે. પાયાગત સુવિધાઓના અભાવે જિલ્લામાં વિકાસની દ્રષ્ટિએ સૌથી પછાત વિસ્તાર પણ કપરાડા જ છે. તો, સૌથી વધુ ક્વોરી ધરાવતો વિસ્તાર, જિલ્લાના અન્ય માર્ગો, રેલવે લાઇન માટે સૌથી વધુ કોન્ક્રીટ પૂરો પાડતો વિસ્તાર પણ કપરાડા છે. હવે સૌથી વધુ ખરાબ, ખાડા વાળા ધૂળિયા રસ્તા ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે. આ વિસ્તાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીનો મત વિસ્તાર છે. 2007 થી અહીં જીતુ ભાઈ ચૌધરી સક્રિય રાજકારણમાં ચર્ચાતા રહ્યા છે. નામ મુજબ જીતતા રહ્યા છે. વિકાસના બણગાં ફૂંકતા રહ્યા છે. અને વિકાસ રસ્તે રઝળતો જોયા કરે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તે પહેલાં જીતુભાઇ ચૌધરી અનેક વિકાસના વાયદાઓ કરતા હતાં અને તે પુરા નહિ થતા ભાજપ સરકાર સામે હૈયા વ...
પાઇરસીને કારણે ઉદ્યોગને વાર્ષિક રૂ. 20,000 કરોડનું નુકસાન,Film Piracy ને રોકવા માટે મોટી કાર્યવાહી…..!

પાઇરસીને કારણે ઉદ્યોગને વાર્ષિક રૂ. 20,000 કરોડનું નુકસાન,Film Piracy ને રોકવા માટે મોટી કાર્યવાહી…..!

Gujarat, National, Science & Technology
પાયરસી (piracy) ને કારણે ફિલ્મ ઉદ્યોગને દર વર્ષે રૂ. 20,000 કરોડ સુધીનું નુકસાન સહન કરવું પડે છે, ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશમાં ફિલ્મ પાયરસીને રોકવા માટે કડક પગલાં લીધાં છે. આ વર્ષના ચોમાસુ સત્ર દરમિયાન સંસદે સિનેમેટોગ્રાફ (સુધારા) અધિનિયમ, 1952 પસાર કર્યા પછી, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચાંચિયાગીરી સામેની ફરિયાદો મેળવવા માટે નોડલ અધિકારીઓની એક સંસ્થાકીય વ્યવસ્થા સ્થાપિત કરી છે અને વચેટિયાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર પાઇરેટેડ સામગ્રીને નીચે ઉતારવા નિર્દેશ આપ્યો છે. photo source... Internet.... કોપીરાઇટ એક્ટ (copyright Act) અને IPC હેઠળ કાનૂની કાર્યવાહી સિવાય પાઇરેટેડ ફિલ્મી સામગ્રી પર સીધી કાર્યવાહી કરવા માટે હજી સુધી કોઈ સંસ્થાકીય મિકેનિઝમ નથી. ઈન્ટરનેટના પ્રસાર અને લગભગ દરેક જણને ફિલ્મી કન્ટેન્ટ મફતમાં જોવામાં રસ હોવાથી પાયરસીમાં તેજી જોવા મળી છે. ઉપરોક્ત કાર્યવાહીથી ચા...
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નોટીફાઈડ એરિયામાં પાણીની લાઈનોના રૂ. 42 કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નોટીફાઈડ એરિયામાં પાણીની લાઈનોના રૂ. 42 કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

Gujarat, National, Science & Technology
નાણાં ઉર્જા અને પેટોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નોટીફાઈડ એરિયા ખાતે ફેઝ - 2,3,4 અને 100 શેડ વિસ્તારમાં પાણી વિતરણ નેટવર્કની પાણીની લાઇનોના નવીકરણના રૂ. 42 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. જે અંતર્ગત આ વિસ્તારોમાં 40 વર્ષ જૂની લાઇનો બદલી આશરે 55 કિલોમીટર લંબાઈમાં કાસ્ટન આયર્ન( સી.આઈ) પાઈપ લાઈન નાખવામાં આવશે. જીઆઈડીસીમાં વર્ષ 1969 થી પાણી પુરવઠા વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્યારેક ભંગાણ પડે તેમજ ઘણી જગ્યાઓએ આંશિક લિકેજ થવાને કારણે પાણનો વ્યય થવાની અને પુરતા પ્રેશરથી પાણી ન પહોચવાની સમસ્યાઓ ઉદભવે છે. જે આ નવીનિકરણથી દૂર થશે. જેથી ઔદ્યોગિક એકમોને પુરતા પ્રેશરથી પાણી મળતાં ઉત્પાદનમાં ઘણા ફાયદાઓ થશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી પાઇપલાઈનના નવીનિકરણથી ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. 40 વર્ષ પછી પણ પાઈપ લાઈનોમાં ડેમેજ નથી. ભાગ્યે જ ભંગાણની સમસ્યા સર્જા...
વાપીના ભાઠેલાં પાર્ટી પ્લોટમાં નવરાત્રીના ગરબા સાથે રાષ્ટ્રપ્રેમ, ખેલૈયાઓ રાષ્ટ્રગીત ગાઈ ગરબે રમ્યા, વિદેશીઓએ પણ લીધા રાસ-ગરબા….!

વાપીના ભાઠેલાં પાર્ટી પ્લોટમાં નવરાત્રીના ગરબા સાથે રાષ્ટ્રપ્રેમ, ખેલૈયાઓ રાષ્ટ્રગીત ગાઈ ગરબે રમ્યા, વિદેશીઓએ પણ લીધા રાસ-ગરબા….!

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં નવરાત્રી પર્વ તેમની ચરમસીમાએ છે. ત્યારે ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ આયોજિત રાસ રમઝટ સિઝન 7 માં ગરબા સાથે રાષ્ટ્ર પ્રેમની ઝલક જોવા મળી હતી. તો, મેરીલ લાઈફ સાયન્સના 400 જેટલા વિદેશી ડેલીગેટ્સ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાળીઓના તાલે ગરબે ઘૂમ્યા હતાં. વાપી ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન 7 ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. નવરાત્રી ઉત્સવના આ આયોજનમાં 6ઠ્ઠા નોરતાએ શ્રીજી ઇવેન્ટના સમીર પટેલના આમંત્રણને માન આપી રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, VIA પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સૌ પ્રથમ સૌની ઉપસ્થિતિમાં જન મન ગન.... રાષ્ટ્રગીત ગવાયું હતું. જે બાદ તમામ મહાનુભાવોનું સમીર પટેલ, અને ઇવેન્ટ એસોસીએટ મુકેશ જૈન, Avencia ના બિપિન વાણીયા સહિત તમામના હ...
વાપીમાં નિર્માણ થશે અત્યાધુનિક ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC), નાણાપ્રધાનની પહેલથી મળી મંજૂરી

વાપીમાં નિર્માણ થશે અત્યાધુનિક ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC), નાણાપ્રધાનની પહેલથી મળી મંજૂરી

Gujarat, Most Popular, National, Science & Technology
વાપી સહિત વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી ગંભીર ઘટનાઓ દરમ્યાન તેમજ કુદરતી, કે માનવ સર્જિત આફતમાં જાનહાની ટાળી વહેલી તકે આવી ઘટનાઓ પર કાબુ મેળવી શકાય તે માટે વાપીમાં વલસાડ જિલ્લાનું પોતાનું અલાયદું ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC) કાર્યરત કરવા ગાંધીનગરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી ત્રણેક મહિનામાં વાપી ખાતે DPMC સેન્ટરના ભવનનું કાર્ય હાથ ધરી અત્યાધુનિક સુવિધા અને સ્કીલ્ડ સ્ટાફ સાથે સેન્ટર શરૂ કરવાની મંજૂરી મળતા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાપી ખાતે નોટીફાઈડ એરિયામાં DPMC બનાવવા માટે, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના આહવાન પર થોડા સમયથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાપીમાં નોટિફાઇડ હસ્તકના ફાયર સ્ટેશન નજીક આ સેન્ટર માટે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. વાપી નોટીફાઈડ એરિયા માં GSD...