મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી
મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા છે.
આ અંગે કચિગામ પોલીસ મથકના SHO શશીકુમાર સિંગ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 9મી જાન્યુઆરી થી 14મી જાન્યુઆરી દરમ્યાન અલગ અલગ ત્રણ મહિલાઓએ કચિગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બે અજાણ્યા શખ્સોએ હિપ્નોટિઝમનો અને દૈવી શક્તિના આડંબરનો ઉપયોગ કરી તેઓના સોનાના કિંમતી દાગીના પડાવી લીધા છે.
આ ત્રણેય ઘટનાની ગંભીર નોંધ લઈ દમણ SP કેતન બંસલના દિશાનિર્દેશમાં કચિગામ પોલીસ મથકના SHO શશી કુમાર સિંઘના નેતૃત્વ હેઠળ વિવિધ પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને UP ના Ghaziabadથી ઇરફાન સાકીર અહમદ અને શિકલ ઉર્ફે શેરખાન ઉર્ફે મેલુ પરવીનની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ઓટો ડ્રાઈવર રાધેકુમ...