Friday, May 24News That Matters

Gujarat

ચણોદ માં કાર ચાલકે સાયકલ સવાર કામદારને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

ચણોદ માં કાર ચાલકે સાયકલ સવાર કામદારને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

Gujarat, National
વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ ભાનુશાલી સમાજ વાડી નજીકના ચાર રસ્તા પાસે ગત રાત્રે એક કાર ચાલકે એક સાયકલ સવાર કામદારને અડફેટે લેતાં કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અરેરાટી જનક આ ઘટનામાં અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ને ભાગી ગયો છે. ઘટના અંગે GIDC પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી GIDC માં પૂજા ફેબ્રીકેશન નામના યુનિટ માં કામ કરતો 23 વર્ષીય રાહુલ તુલસીરામ પાલ નામનો યુવક મોડી રાતે તેની ડ્યુટી પુરી કરી સાયકલ પર ઘર તરફ આવતો હતો. ત્યારે ચણોદ કોલોની માં ચાર રસ્તા નજીક આવતી એક કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં કાર નજીકના વીજપોલ સાથે અથડાતા કાર નો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. જો કે, અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો.અકસ્માતની ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો દ...
વાપી GIDC પોલીસ લાઇન ક્વાટર્સમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસબેડામાં અરેરાટી

વાપી GIDC પોલીસ લાઇન ક્વાટર્સમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસબેડામાં અરેરાટી

Gujarat, National
વાપી જીઆઈડીસી ના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇન ક્વાર્ટર્સમાં રહેતા અને વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયા એ આજે સોમવારે તેમના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ છે. ઘટના અંગે ની જાણકારી વલસાડ જિલ્લા પોલીસ વડાને મળતા વાપી GIDC પોલીસ મથકના PI, વાપી ડીવિઝનના DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી જઇ મૃતક મનીષ મહેરીયાના મૃતદેહને PM માટે રવાના કરવા સાથે મૃતકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્ર નગર ના વતની 30 વર્ષીય મનીષ સોમાભાઈ મહેરીયા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટબલ તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ પોતાની પત્ની સાથે વાપી GIDC ના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇનના ક્વાટર્સમાં રૂમ નંબર 15માં રહેતા હતાં. જ્યાં હાલમાં વેકેશન હોય તે...
દમણના બારમા આવેલા વાપીના 3 યુવક માંથી એકની હત્યા, 2 ઘાયલ, નજીવી બાબતે હત્યા કરનાર 4 આરોપીની દમણ પોલીસે કરી ધરપકડ

દમણના બારમા આવેલા વાપીના 3 યુવક માંથી એકની હત્યા, 2 ઘાયલ, નજીવી બાબતે હત્યા કરનાર 4 આરોપીની દમણ પોલીસે કરી ધરપકડ

Gujarat, National
દમણના કચીગામના એક બારમા ગત મોડી રાત્રે બે ટેબલ પર બેસેલા ગ્રાહકો વચ્ચે થયેલી નજીવી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા એક યુવકની કરપીણ હત્યાનો અને 2યુવકોને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી, સમગ્ર પ્રકરણમાં કચીગામ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ નજીકના બાયડના રહીશ અને વર્ષોથી વાપીના હિરલ પાર્કની રોયલ જેમ્સ બિલ્ડિંગમાં રહેતા વેટરનરી ડોક્ટર પિયુષ પટેલનો એકનો એક પુત્ર ઋતુલ પટેલ ઉંમર વર્ષ 26 કે જે ગાંધીનગરમાં નોકરી કરતો હતો, ત્રણ દિવસ પહેલા ઋતુલનો જન્મ દિવસ હતો, પોતાનો જન્મ દિવસ માતા પિતા સાથે ઉજવવા ઋતુલ ત્રણ દિવસ પહેલા જ વાપી આવ્યો હતો, જે બાદ ગઈ કાલે તેના બે સંબંધી મિત્રો નેહ પટેલ અને આકાશ પટેલ સાથે દમણના કચીગામ સ્થિત દિપાલી બારમા પાર્ટી માટે ગયા હતા, જ્યાં અરસપરસની વાતચીત દરમ્યાન તેમની બાજુના ટેબલ પર...
વાપીમાં ધોરણ 10 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા એ અંગે કેરિયર ગાઇડન્સ સેમિનાર નું કરાયું આયોજન, નિષ્ણાંત શિક્ષણવિદ્દોએ આપ્યું માર્ગદર્શન

વાપીમાં ધોરણ 10 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા એ અંગે કેરિયર ગાઇડન્સ સેમિનાર નું કરાયું આયોજન, નિષ્ણાંત શિક્ષણવિદ્દોએ આપ્યું માર્ગદર્શન

Gujarat, National
વાપીમાં ગોદાલ નગર વિસ્તારમાં આવેલ સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત હોલ ખાતે શનિવારે ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલા તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે વિશેષ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં નિષ્ણાંત શિક્ષણ વિદ્દો એ સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કયા કયા કોર્સ કરી શકાય તેની માહિતી પૂરી પાડી હતી. વાપીના ગોદાલ નગરમાં આવેલ સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત હોલ ખાતે સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત તેમજ વાપીના જમિયત ઉલેમા ટ્રસ્ટ વાપી ના સંયુક્ત ઉપક્રમે આ કેરિય ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના મુખ્ય ઉદ્દેશ્ય અંગે સંસ્થાના પ્રમુખ ફારુકભાઈ સોલંકી અને ઈન્તેખાબ ખાને જણાવ્યું હતું કે આ સેમિનાર અંગે તેઓએ ત્રણ જ દિવસમાં સહમતિ સાથી સેમીનારને સફળ બનાવ્યો છે. સેમિનારમાં ઓલ ઇન્ડિયા મેડ...
વાપી ની આરતી ઇન્ડસ્ટ્રીઝ માં બનેલી ઘટનામાં… મોટા ભા… બનીને ફરતા મીડિયા કર્મીઓએ “આધી અધૂરી જાનકારી હાનિકારક” કહેવતને સાર્થક કરી

વાપી ની આરતી ઇન્ડસ્ટ્રીઝ માં બનેલી ઘટનામાં… મોટા ભા… બનીને ફરતા મીડિયા કર્મીઓએ “આધી અધૂરી જાનકારી હાનિકારક” કહેવતને સાર્થક કરી

Gujarat, National
શનિવારે વાપી માં અધૂરી જાણકારી સાથેના એક સમાચારે વાપીવાસીઓના જીવ અધ્ધર કરી દીધા હતા. જેમાં વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માં ગેસ લિકેઝની ઘટના બની હોવાના સમાચાર વાપીમાં મોટા ભા બની ને ફરતા કેટલાક મીડિયા કર્મીઓએ સોશ્યલ મીડિયામાં બ્રેકિંગ ન્યુઝ ની લ્હાય માં વહેતા કર્યા હતાં. તો, કેટલાક યુ-ટયુબર્સે તો કંપની ના ગેટ આગળ ઊભા રહી અધૂરી જાણકારી સાથે નો બફાટ કરી વાપી પંથકમાં ચકચાર જગાવી દીધી હતી. સામાન્ય રીતે હિન્દીમાં એક કહેવત છે કે, આધી અધૂરી જાનકારી હાનિકારક હોતી હૈ. આ કહેવત આ ઘટનામાં સાર્થક થઈ છે. ગેસ લિકેજની ઘટના અંગે કંપનીના રિકેન ટંડેલ સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આરતી ઇન્ડસ્ટ્રીઝ નો એક પ્લાન્ટ છેલ્લા 25 દિવસથી બંધ હતો. જે પ્લાન્ટ ને શનિવારે શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે કંપનીના પ્લાન્ટમાં લાગેલી મશીનરીમાં રહેલો ગેસ બહાર નીકળ્યો હતો. આવો છુકારો સામાન્ય રીતે અન્ય પ્...
વાપી GIDC માં આવેલ બાયર કંપનીની સ્ટાફ બસ ને નડ્યો અકસ્માત, 14 કર્મચારીઓ ઘાયલ

વાપી GIDC માં આવેલ બાયર કંપનીની સ્ટાફ બસ ને નડ્યો અકસ્માત, 14 કર્મચારીઓ ઘાયલ

Gujarat, National
વાપી GIDC માં 3rd ફેઇઝમાં આવેલ બાયર ક્રોપ સાયન્સ કંપનીની બસને ચીખલી ના બલવાડા નજીક અકસ્માત નડતાં બસમાં સવાર 14 કર્મચારીઓને નાનીમોટી ઈજાઓ થઈ છે. અકસ્માતની ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ નેશનલ હાઇવે નં. 48 પર ચીખલીના બલવાડા ગામ પાસે બસ અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના શનિવારે સવારે 07:45 વાગ્યા આસપાસ બલવાડા ગામ પાસે સાઈ ક્રિષ્ણા હોટલ નજીક બની હતી. જેમાં વલસાડ થી સુરત તરફ જતો ટેમ્પો ડીવાઈડર કૂદી વાપી તરફ આવતી બાયર કંપનીના કર્મચારીઓ ભરેલ GJ 15-AV-7886 નંબરની ખાનગી બસ સાથે અથડાયો હતો. અકસ્માતમાં બસના ચાલક અને કર્મચારીઓ ઘાયલ થયા હતા. તો, સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક પણ ઘાયલ થયો હતો. જેને વલસાડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બસ ના ચાલક અને કંપનીના ઘાયલ...
दमण में 17 मई से 31 मई 2024 तक समर स्पोर्ट्स कोचिंग कैम्प में युवाओं को प्रदान किया जाएगा खेल -प्रशिक्षण 

दमण में 17 मई से 31 मई 2024 तक समर स्पोर्ट्स कोचिंग कैम्प में युवाओं को प्रदान किया जाएगा खेल -प्रशिक्षण 

Gujarat
संघ प्रदेश दादरा नगर हवेली तथा दमण एवं दीव प्रशासन के युवा कार्यक्रम एवं खेल विभाग के द्वारा संघ प्रदेश में क्रीड़ा संस्कृती विकास हेतु से दमन एवं दादरा नगर हवेली जिल्ले की सरकारी/एडेड/प्राइवेट स्कूलो एवं कॉलेज के छात्रों के लिए समर स्पोर्ट्स कोचिंग कैम्प का आयोजन किया जा रहा है जो खेल के क्षेत्रों में नवीनतम कौशल और ज्ञान सीखने के लिए आयोजित किया गया है। यह समर स्पोर्ट्स कोचिंग कैम्प, 17 मई से 31 मई 2024 तक सुबह को 7:30 बजे से 9.30 बजे तक आयोजित किया गया है। इस समर स्पोर्ट्स कोचिंग कैम्प में दमन में  खिलाडियों को फुटबॉल, क्रिकेट, टेबल-टेनिस, तीरंदाजी, वॉलीबॉल,खो-खो, कबड्डी, शतरंज, कराटे, बॉक्सिंग, लॉन टेनिस, योगासन, बीच बॉलीबॉल आदि खेलो का प्रशिक्षण एक्सपर्ट स्पोर्ट्स कोच द्वारा दिया जायेगा। उल्लेखनीय है कि विद्यार्थियों में खेल और स्वास्थ्य के प्रति जागरूकता लाने के लिए संघ प्रदेश म...
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેલવાસ સાતમાલિયા ડિયર પાર્કના વન્યજીવો માટે વન વિભાગે ઉભી કરી વિશેષ વ્યવસ્થા

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેલવાસ સાતમાલિયા ડિયર પાર્કના વન્યજીવો માટે વન વિભાગે ઉભી કરી વિશેષ વ્યવસ્થા

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 310 હેક્ટરમાં ફેલાયેલા આ અભ્યારણ્યમાં ચિતલ, સાબર, નીલગાય જેવા 500 થી વધુ વન્ય જીવો વસવાટ કરે છે. જેઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમી ને ધ્યાને રાખી દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ અભ્યારણ્યની વર્ષ 2023-24 દરમ્યાન 80 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત - મહારાષ્ટ્ર ના પ્રવાસીઓને વન્ય જીવો નો અલભ્ય નજારો પૂરો પાડતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર છે. 310 હેકટરમાં પથરાયેલ આ અભ્યારણ્યમાં નીલગાય, ચોસિંગા, સાબર, ચિતલ જેવા 500 થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરી રહ્યા છે. દાદરા નગર હવેલી ફોરેસ્ટ જણાવ્યા મુજબ સાતમાલિયા અભ્યારણ્ય કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. જેમાં વિપુલ...
દમણમાં 52 રૂપિયાની ઉધારી માટે લુખ્ખાઓએ દુકાનદાર ને માર્યો ઢોર માર…! વિડિયો વાયરલ

દમણમાં 52 રૂપિયાની ઉધારી માટે લુખ્ખાઓએ દુકાનદાર ને માર્યો ઢોર માર…! વિડિયો વાયરલ

Gujarat
દમણ મોટીવાકડ ખાતે આવેલી સુભાષભાઈ ની ચાલમાં કરિયાણા ની દુકાન ચલાવનાર દુકાનદાર પાસે માત્ર 52 રૂપિયા ની ખરીદી બાબતે ત્રણ લુખ્ખાઓએ દુકાનદાર ને ઢીબી નાખતા ચકચાર મચી ગઇ છે. ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. તેમજ ઘટના ઘટના અંગે દમણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ કિશોરભાઈ ઈશ્વરસિંગ તારીખ 13/05/2024ના રોજ દુકાન પર હતા. ત્યારે જે તે સમયે યાજ્ઞિક ઉર્ફે બાબુ મેહુલ પટેલ, પંકજ પટેલ, દક્ષેશ દોલત પટેલ નામના ત્રણ ઈસામો દુકાન પર સામાન લેવા માટે ગયા હતા. તે સમયે દુકાનદાર કિશોરભાઈ ઈશ્વરસિંગે તેઓને ઉધાર આપવા માટે ના પાડી દીધી હતી. મળતી માહિતી મુજબ માત્ર 52 રૂપિયા માટે આ ત્રણેય ઈસમોએ દુકાનદાર કિશોરભાઈ ને ઢોર માર માર્યો હતો. જેમાં કિશોરભાઈ ના માથા ના ભાગે હુમલો કરતા તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મારામારી ના દ્રશ્યો નજીક માં લાગેલા CCTVમાં કેદ થઈ ...
ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આગ લાગતા દોડધામ

ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આગ લાગતા દોડધામ

Gujarat
ઉમરગામ GIDCના દેહરી રોડ ઉપર જે. કે. લાઈફ સ્ટાઈલ નામની કંપનીમાં અગમ્ય કારણોસર ભયકંર આગ ભભૂકી ઉઠી હતી. આગ ની ઘટનાથી કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, તમામ કામદારો કંપની બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. ઘટના અંગે શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોએ આપેલી વિગતો મુજબ આગની જાણ થતાં તમામ કારીગરોને સુરક્ષિત રીતે કંપનીની બહાર નીકળી જવા સૂચના આપી હતી. તાત્કાલિક ઉમરગામ ફાયર ફાઈટર અને ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઉમરગામ ફાયરની ટીમે સરીગામ સહિતની ફાયરની ટીમની મદદ લઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. નેઇલ-પોલીસનું મટીરીયલ બનાવતી કંપની હોવાથી આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની ગંભીરતા જોઈને ઉમરગામ ફાયરની ટીમની સાથે સરીગામ સહિતની 3 ફાયરની ટ...