વાપી GIDC ના 1st Phase, J ટાઈપમાં આવેલ Allure Gift Wraps Pvt. Ltd. કંપનીના પ્લોટ નંબર 2914 ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની ના કર્મચારીઓ દ્વારા 100 યુનિટ રક્તનું દાન કરી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.
આ રક્તદાન શિબિર અંગે Allure Gift Wraps Pvt. Ltd. ના HR હેડ અમી ધરૂએ જણાવ્યું હતું કે, Allure Gift Wraps Pvt. Ltd. ના ડાયરેકટર મોહનરાય સિંઘાનિયા અને શરદ રાય સિંઘાનિયા હંમેશા સમાજને મદદરૂપ થતા આવ્યાં છે. કંપનીના કર્મચારીઓ ઉપરાંત વિવિધ સામાજિક પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપે છે. જેના માર્ગદર્શન માં મેનેજમેન્ટ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન શિબિરમાં રક્તનું દાન કરનાર તમામ દાતાઓ કંપનીના કર્મચારીઓ છે. જેના ઉત્સાહથી 100 યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ સેવ્યો છે. અને આ જ પ્રકારે કંપની મેનેજમેન્ટ આવનારા સમયમાં પણ પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું રહેશે.
તો, રક્તદાન શિબિરની સ્પોન્સર્સ Allure Gift Wraps Pvt. Ltd. સાથે સહયોગમાં જોડાયેલ વાપી સિંધી એસોસિએશન ના પ્રમુખ રાની લછવાનીએ જણાવ્યું હતું કે, વાપીમાં આવેલ શ્રીમતી પુરીબેન પોપટ લાખા બ્લડ બેંક (લાયન્સ) દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલમાં રક્તની ઘટ વર્તાઈ રહી છે. એટલે તાત્કાલિક રક્તની ઘટ્ટ નિવારવા રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું બીડું ઝાડપ્યું હતું. જે અંતર્ગત Allure Gift Wraps ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પ ને Allure Gift Wraps દ્વારા સ્પોન્સર્સ કરવામાં આવ્યો છે. કંપનીના ડાયરેકટર મોહન રાય સિંઘાનિયા આવી સામાજિક એક્ટિવિટી કરવામાં મદદરૂપ થતા રહે છે. જેમના પ્રયાસથી આ કેમ્પને સફળ બનાવ્યો છે. લોહી મહત્વનું દાન છે… જેમાં હંમેશા રક્તદાતાઓ ઉપરાંત સમાજના આગેવાનોનો સપોર્ટ મળતો રહે છે.
ઉલ્લેખનીય છે કે, Allure Gift Wraps Pvt. Ltd. ખાતે આયોજિત આ રક્તદાન શિબિરમાં કંપનીના ડાયરેકટર મોહનરાય સિંઘાનિયાના પુત્રએ તેમજ પરિવારના અન્ય સભ્યોએ પણ રક્તદાન કર્યું હતું. આ શિબિરનો વાપીના VIA પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, પાલિકા કારોબારી ચેરમેન મનોજ પટેલ, પાલિકા CO સહિત સિંધી સમાજના અગેવાનોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 146 વખત રક્તનું દાન કરનાર રક્તદાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરેક રક્તદાતાને સન્માનપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.