વાપીના ખાડા માર્ગ મામલે ઇન્ડિયા ગઠબંધનનું ખાડા પૂજન, પાલિકામાં આવેદનપત્ર આપવા ગયા તો, પાલિકા પ્રમુખ, CO ઓફિસ છોડી ભાગી ગયા:- ખંડુભાઈ પટેલ, વિપક્ષી નેતા
વાપી નગરપાલિકા વિસ્તારના બિસ્માર બનેલા માર્ગથી જનતા પરેશાનીનો સામનો કરી રહી છે. ત્યારે, હવે રહી રહીને ઇન્ડિયા ગઠબંધન જાગ્યું છે. 6 સપ્ટેમ્બરના શુક્રવારે વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના નેતાઓએ વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું. તો, ગીતા નગરમાં રસ્તાઓ પર પડેલ ખાડાઓનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા સૂત્રોચ્ચાર કર્યા હતાં. 'ભાજપ તેરે રાજ મૈં, ખાડા દેવતા આ ગયે' ખાડા પૂરો ભાઈ ખાડા પૂરો, 'હાય રે, ભાજપ હાય હાય', 'ભાજપ તેરી તાનશાહી નહિ ચલેગી, નહિ ચલેગી', '500 મેં બીક જાઓગે તો ઐસા હી રસ્તા પાઓગે' જેવા સૂત્રોચ્ચાર સાથે વાપીમાં આવેલ ગીતાનગરના મુખ્ય માર્ગ પર ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ દ્વારા ખાડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાપી નગરપાલિકા ના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આંધળી બહેરી અને તાનશાહી સરકારમ...