Thursday, December 5News That Matters

Month: September 2024

KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “રક્તદાન  શિબિર”નું આયોજન કરાયું

KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “રક્તદાન  શિબિર”નું આયોજન કરાયું

Gujarat, National
વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ ખાતે લાયન્સ ઈન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર અને KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટના સહયોગથી “Be a Hero- Be a Donor” સૂત્ર હેઠળ રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.  આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓ પાસેથી 42 યુનિટ રક્ત એકત્રિત કરીને કેમ્પને પ્રભાવશાળી પ્રતિસાદ મળ્યો હતો. શિબિરના  પ્રોજેક્ટનું સંકલન Ln પ્રવિણા શાહ (પ્રમુખ) અને Ln હેમલતા મારબલ્લી (સચિવ), Ln કમલેશ પટેલ અને Ln કેતન જોષી (કમિટી ચેરપર્સન)ના મૂલ્યવાન સહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્લોબલ પેકર્સ, દાદરા, સિલ્વાસા તરફથી તમામ દાતાઓ માટે ઉદાર ભેટોના સ્પોન્સરશિપ દ્વારા શિબિરને વધુ સફળ કરવામાં આવી હતી. શિબિરનું અસરકારક રીતે સંચાલન ડો. ખુશ્બુ દેસાઈ, NSS પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્...
દમણગંગા નદીથી સરીગામ સુધી જતી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં કરમબેલા પાસે સર્જાયું ભંગાણ, પાણીનું તળાવ રચાતા ગ્રામજનો મુશ્કેલીમાં 

દમણગંગા નદીથી સરીગામ સુધી જતી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં કરમબેલા પાસે સર્જાયું ભંગાણ, પાણીનું તળાવ રચાતા ગ્રામજનો મુશ્કેલીમાં 

Gujarat, National
વાપી નજીકથી પસાર થતી દમણ ગંગા નદીમાંથી જે રીતે વાપીને અને વાપી જીઆઇડીસીને પાણી પૂરું પાડવામાં આવે છે. તે જ રીતે સામેના છેડે ઊભા કરેલા પમ્પીંગ સ્ટેશનથી પાઇપ લાઇન મારફતે સરીગામ અને ઉમરગામ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે, 600 ડાયાની આ પાઇપલાઇન 20 વર્ષ જૂની હોય હાલમાં કરમબેલા નજીક નેશનલ હાઇવે નંબર 48 પાસે તેમાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે અહીં એક આખું તળાવ રચાઈ ગયું છે. જેમાંથી ગ્રામજનોએ પસાર થવું પડે છે. સાથે રોગચાળાની ભીતિ સેવાઇ છે. કરમબેલા પટેલ ફળિયાના લોકો માટે છેલ્લા બે મહિનાથી પાણીની પાઇપલાઇન મુસીબત બની છે. જેની મરામત માટે ગામલોકોએ એકત્ર થઈ વાપીમાં પાણી પુરવઠા કચેરીએ રજુઆત કરી હતી. જે અંગે રજુઆત કરનાર કરમબેલા ગામના ઉજ્જવલ પટેલે જણાવ્યું હતું. કે, અનેક વાર પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે. પરંતુ તેનો હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. પાઇપલાઇનનું લીકેજ બંધ કરવામા...
વાપી GIDC માં આવેલ Bayer કંપનીમાં ગેસ લીકેજ અંગે Off-Site Mock-Drill, કેમિકલ પ્લાન્ટના પાઇપની ફ્લેંજમાંથી ગેસ લીકેજ અને આગ અંગે બચાવ કામગીરીનો સિનારિયો ઉભો કરાયો

વાપી GIDC માં આવેલ Bayer કંપનીમાં ગેસ લીકેજ અંગે Off-Site Mock-Drill, કેમિકલ પ્લાન્ટના પાઇપની ફ્લેંજમાંથી ગેસ લીકેજ અને આગ અંગે બચાવ કામગીરીનો સિનારિયો ઉભો કરાયો

Gujarat, National
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપ, NDRF દ્વારા વાપીની વાપી GIDC 2nd ફેઈઝમાં આવેલ Bayer Vapi Private Limited કંપનીમાં Off-Site Mock-Drill યોજવામાં આવી હતી.  જેમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અંગે Bayer Vapi Private Limited કંપનીના Shailendra Vishput સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ મોકડ્રીલ કારખાનાઓમાં ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઈમરજન્સી સ્થિતિ પર કેવી રીતે...
મહાકાલના ધામમાં અંતિમશ્વાસ લેનાર વાપીના પત્રકાર મનીષ વર્મા પંચમહાભૂતમાં વિલીન, પત્રકાર જગત શૉકમાં

મહાકાલના ધામમાં અંતિમશ્વાસ લેનાર વાપીના પત્રકાર મનીષ વર્મા પંચમહાભૂતમાં વિલીન, પત્રકાર જગત શૉકમાં

Gujarat, National
વાપીના જાણીતા યુવા પત્રકાર મનીષ વર્માનું અચાનક અવસાન થતાં સમગ્ર વાપી શહેર અને પત્રકારત્વ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા ગયા હતા. ત્યારે કાર્ડિયાક એરેસ્ટ આવતાં તેમનું અવસાન થયું હતું.અચાનક આવી પડી વિદાય...... 28મી સપ્ટેમ્બરે મનીષ વર્મા તેમના 4 મિત્રો સાથે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા ગયા હતાં. જ્યાં મંદિરમાં દર્શન કરે એ પહેલા જ કાર્ડિયાક એરેસ્ટ થી ઢળી પડ્યા હતાં. જેમને તાત્કાલિક સાથે આવેલ ચાર મિત્રોએ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જયાં તબીબોએ DC શોક અને CPR આપી બચવાની કોશિશ કરી હતી. પરન્તુ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આખરે તેને મૃત જાહેર કર્યા હતા.વાપીમાં શોકનું મોજું.... મનીષ વર્માના મૃતદેહને વાપી લાવવામાં આવ્યો હતો. જેના મૃત્યુની ખબર મળતા તેમના પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. નિખાલસ સ્વભાવના મનીષ વર્માના મૃત્યુની ખબરથી પત્રકાર જગતમાં પણ શોકની કાલીમાં છવાઈ ગઈ હતી....
વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ની મળી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) બેઠકમાં ગત વર્ષની બેલેન્સશીટને બહાલી આપવા સાથે બાકી સબ ચંગા હૈ…!

વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ની મળી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) બેઠકમાં ગત વર્ષની બેલેન્સશીટને બહાલી આપવા સાથે બાકી સબ ચંગા હૈ…!

Gujarat, National
શનિવારે જ્ઞાનધામ સ્કૂલના હોલમાં વાપી ગ્રીન એન્વાયરો કંપની લિમિટેડ VGELની વાર્ષિક સાધારણ સભા (AGM) મળી હતી. VCMD અને નાણામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સભામાં 225 જેટલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં. સભામાં સૌપ્રથમ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા કલકેટર સહિતના અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ સભાની શરૂઆત કરવામાં આવી હતી. અને એકાદ કલાકમાં સભા પૂર્ણ કરવામાં આવી હતી. વાપી ગ્રીન એન્વયારો કંપની લિ.ના ચેરમેન રાહુલ ગુપ્તા, સરકારી ડિરેકટર અને નાણામંત્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં ચાર ડિરેકટરો, નોમિનેટ ડાયરેકટર સહિત 225થી વધુ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં VGEL દ્વારા બધું જ યોગ્ય થઈ રહ્યું હોય કોઈએ કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરી કરી નહોતી. AGM માં ગત વર્ષની બેલેન્સશીટ ને બહાલી આપવામાં આવી હતી. નાણાં મંત્રી તેમજ VGEL ના ડાયરેકટર કનુભાઈ દેસાઈ...
“Power Within : The Leadership Legacy of Narendra Modi” પર વાપીમાં યોજાયો પરિસંવાદ કાર્યક્રમ

“Power Within : The Leadership Legacy of Narendra Modi” પર વાપીમાં યોજાયો પરિસંવાદ કાર્યક્રમ

Gujarat, National
ડો.આર.બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક "Power Within : The Leadership Legacy of Narendra Modi" જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા જાહેર જીવન દરમ્યાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ છે. આ પુસ્તક આધારિત પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બરોડાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, પ્રબુદ્ધ સંમેલનમાં જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સ્વાગત સંબોધન કર્યું હતું, શ્રીમતી રંજનબેન ભટ્ટ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈજી એ પ્રબુદ્ધ સંમેલન માં હાજર લોકો ને પુસ્તક આધારિત વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમમાં દક્ષિણ ઝોનના સહસંયોજક જગદીશભાઈ પારેખ, વલસાડ જિલ્લાના મહામંત્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, ક...
વલસાડ જિલ્લામાં 2જી ઓક્ટોબરે યોજાનારા મેગા સફાઈ અભિયાનમાં GIDC ના એકમો આસપાસ પણ સફાઈ કરવાની ઉદ્યોગકારોએ ખાતરી આપી પહેલને વધાવી

વલસાડ જિલ્લામાં 2જી ઓક્ટોબરે યોજાનારા મેગા સફાઈ અભિયાનમાં GIDC ના એકમો આસપાસ પણ સફાઈ કરવાની ઉદ્યોગકારોએ ખાતરી આપી પહેલને વધાવી

Gujarat, National
હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલ સફાઈ અભિયાનમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર મેગા અભિયાનનો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આગામી 2જી ઓક્ટોબરે યોજાનારા આ સફાઈ અભિયાનમાં વાપી GIDC સહિતની તમામ GIDC માં પણ દરેક ઉદ્યોગકાર તેમના એકમમાં, એકમો આસપાસ કર્મચારીઓ સાથે મળી સફાઈ અભિયાનમાં જોડાઈ વલસાડ જિલ્લાનું નામ રોશન કરવાના છે. આ અભિયાનમાં ઉદ્યોગકારો ને જોડાવા વલસાડ કલેકટરે વિશેષ અપીલ કરતા તેને દરેક ઉદ્યોગકારોએ વધાવી લીધી છે.વાપીમાં આવેલ જ્ઞાનધામ શાળાના હોલમાં વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ની એન્યુઅલ જનરલ મિટિંગ (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા કલેકટરે દરેક ઉદ્યોગકારો ને જિલ્લાના મેગા સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ અપીલ અંતર્ગત મિટિંગમાં વિશેષ ઉપસ્થિત રહેલ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા યોજાનારા મેગા સફાઈ અભિયાનમાં GIDC...
‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ધરમપુરના વાઘવળમાં 2000થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન તેમજ સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ધરમપુરના વાઘવળમાં 2000થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન તેમજ સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘‘એક પેડ મા કે નામ’’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાઘવળ ગામે શંકરધોધની બાજુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બપોરે 03:30 કલાકે વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રજાતિના 2000 થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે લાયો ફિલાઈઝ્ડ સ્નેક વેનમ અને એન્ટી સ્નેક વેનમ બનાવતી કંપનીઓને ગુજરાત સ્પેશિફિક એન્ટી સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા બનાવાયેલા સ્નેક વેનમનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નેરેન્દ્રભાઇ મોદીએ 5મી જુન વિશ્વ પર્યાવરણ દિવસથી ‘એક પેડ માં કે નામ’ અભિયાનની શરૂઆત કરાવી હતી. ...
પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જિલ્લાના કુલ 1681 લાભાર્થીઓને કુલ રૂપિયા 3,78,79,073 ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું  

પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જિલ્લાના કુલ 1681 લાભાર્થીઓને કુલ રૂપિયા 3,78,79,073 ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું  

Gujarat, National
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ખાતે શ્રી દક્ષિણ વિભાગ કોળી સમાજની વાડીમાં 14માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ કલ્યાણકારી યોજનાના કુલ 1681 લાભાર્થીઓને કુલ રૂ. 3,78,79,073ની સાધન સહાય ચૂકવવામાં આવી હતી.  આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જનમેદનીને સંબોધી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સમાજના દરેક વર્ગના લોકોને રોજગારી મળે, આવક વધે તે માટે વાઈબ્રન્ટ ગુજરાત, શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સવ, આરોગ્યલક્ષી સુવિધા ઘર આંગણે મળે તે માટે આયુષ્યમાન કાર્ડ- હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે વનબંધુ યોજના, માછીમાર સમાજના વિકાસ માટે સાગરખેડુ યોજના સહિતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો પ્રારંભ...
વાપી રેલવે સ્ટેશને રેલવે ઓથોરિટીની મનમાની વાપીના ગીતાનગર વિસ્તારમાં બની રહી છે ટ્રાફિક જામનું મુખ્ય કારણ?

વાપી રેલવે સ્ટેશને રેલવે ઓથોરિટીની મનમાની વાપીના ગીતાનગર વિસ્તારમાં બની રહી છે ટ્રાફિક જામનું મુખ્ય કારણ?

Gujarat, National
વલસાડ જિલ્લાનું વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં સુરત પછીનું બીજા નંબરનું સૌથી વધુ આવક રળી આપતું રેલવે સ્ટેશન છે. જો, કે આ રેલવે સ્ટેશને રેલવે અધિકારીઓની મનમાનીએ વાપીના ગીતા નગર વિસ્તારમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઉભી કરી છે. સ્ટેશનની હદમાં પૂર્વ છેડે રેલવે ઓથોરિટીએ પે એન્ડ પાર્ક ઉભું કર્યું છે. પરંતુ પેસેન્જરોને છોડવા આવતા રીક્ષા, ટેક્સી, સિટીબસ માટે પીક અપ અને ડ્રોપ અપ પોઇન્ટની મંજૂરી આપતા નથી. જે અંગે વાપી ડિવિઝનના DySP એ રેલવે ઓથોરિટીને આ મામલે હકારાત્મક નિર્ણય લેવા રજુઆત કરી છે. આ પ્રશ્ન એટલો વિકરાળ છે કે આ અંગે રીક્ષા, ટેક્સી, સિટિબસ ચાલકોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, વાપી રેલવે સ્ટેશને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ એન્ટ્રી પોઇન્ટ છે. જે પૈકીના પૂર્વ તરફના ગીતાનગર એન્ટ્રી પોઇન્ટ પર મુસાફરોને લેવા મુકવા આવતા પેંસેન્જર વાહનો માટે...