Friday, September 13News That Matters

વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં જુદા જુદા સંવર્ગના 64 પોલીસ કર્મચારીઓને બઢતીનો અને 41 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો

વલસાડ જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો, શાખાઓ, પોલીસ હેડ ક્વાર્ટર, મોટર ટ્રાન્સપોર્ટ, માઉન્ટેડ,વિભાગમાં ફરજ બજાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સપેક્ટર ની ખાલી જગ્યાઓ ઉપર પોલીસ કર્મચારીઓને મળવા પાત્ર બઢતી અને પાત્રતા ધરાવતાં હથિયારી/બિન હથિયારી સંવર્ગના પોલીસ કર્મચારીઓને 10, 12, 20 તથા 24 વર્ષે મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુ૨ કરવામાં આવ્યાં બાદ વલસાડ જિલ્લા પોલીસવડા એ તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી હતી.આ બઢતી કાર્યવાહી અન્વયે તારીખ 02/09/2024 ના રોજ વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સપેક્ટરની બઢતી આપવામાં આવી હતી. તથા પાત્રતા ધરાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચત૨ પગાર ધોરણ મંજુ૨ ક૨વામાં આવ્યું હતું. આમ, પોલીસ કર્મચારીઓને સમયસ૨ બઢતી અને ઉચ્ચત૨ પગા૨ ધોરણનો લાભ મળવાના કારણે પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને વધુ ખંત અને નિષ્ઠાપુર્વક કામગીરી ક૨વા પ્રેરીત થશે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર વિકાસ સહાય તથા પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ક૨નરાજ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક એ. કે. વર્મા વલસાડ વિભાગ, તથા શ્રીમતી એન. ટંડેલ ઇ. કે. ચા. કચેરી અધિક્ષકની કમિટી દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. બઢતી મેળવેલ પોલીસ કર્મચારીઓમાં 24 અનાર્મ હેડ કોન્સટેબલ થી અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, 29 અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ થી અનાર્મ હેડ કોન્સ્ટેબલ, 4 આર્મ હેડ કોન્સ્ટેબલ થી આર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, 04 આર્મ પોલીસ કોન્સટેબલ થી આર્મ હેડ કોન્સટેબલ, 01 ડ્રાયવ૨ હેડ કોન્સ્ટેબલ થી ડ્રાયવર આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટ૨, 01 ડ્રાયવ૨ પોલીસ કોન્સ્ટેબલ થી ડ્રાયવર હેડ કોન્સ્ટેબલ, 01 માઉન્ટેડ હેડ કોન્સ્ટેબલ થી માઉન્ટેડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મળી કુલ 64નો સમાવેશ થાય છે.તો, બઢતી સાથે ઉચ્ચતર પગાર ધોરણ મેળવનારાઓની સંખ્યા 41 છે. જેમાં 17 પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર 10 વર્ષનું પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ, 06 પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર 12 વર્ષનું પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ, 15 પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર 20 વર્ષનું દ્રિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ, 03 પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર 24 વર્ષનું દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધારણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *