હાલમાં ચોમાસામાં વડોદરામાં પુરના પાણીએ તબાહી સર્જી છે. ત્યારે, આ પુરનું પાણી વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલ બ્રિજના અવરોધને કારણે આવ્યું હોવાની એક સેટેલાઈઝ ઇમેઝ વાયરલ થઈ છે. જે તદ્દન ભ્રામક હોવાનો ખુલાસો NHSRCL દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તે અંગેનો એક વિડિઓ પણ અખબારી યાદીમાં અને X પર પ્રસારિત કર્યો છે.NHSRCLએ સોશ્યલ મીડિયા X ના પ્લેટફોર્મ થી અને અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલી રહેલા બ્રિજના કામને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તેવો ભ્રામક વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. હકીકતે વિડિયોમાં દેખાડવામાં આવેલી સેટલાઇટ તસવીરો ચોમાસા પહેલાની છે.પ્રદેશમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, નદીના વહેણને સરળ બનાવવા માટે નદી પર પુલ બનાવવાની સુવિધા માટે બનાવેલ કામચલાઉ એપ્રોચ રોડને ચોમાસા પહેલા જ તોડી પાડવામાં આવ્યો હતો. અને બ્રિજનું કામ કોઈપણ રીતે નદીના વહેણને અવરોધતું નથી.ઉલ્લેખનીય છે કે, વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેનના બ્રિજ પ્રોજેકટ માટે એક કામચલાઉ એપ્રોચ રોડ બાંધકામ પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. જે બાદ નદીના કુદરતી પ્રવાહને સુનિશ્ચિત કરીને ચોમાસાની શરૂઆત પહેલાં તેને તોડી પાડવામાં આવ્યો હતો. વર્તમાન પરિસ્થિતિ દર્શાવતો વિડિયો આ થ્રેડમાં સામેલ છે. જેના માધ્યમથી NHSRCLએ આ ખુલાસો કર્યો છે.
નોંધ:- તમામ તસવીરો અને વીડિયો સૌજન્ય… NHSRCL…