વાપીમાં વરસેલા ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં ભરાયું 5 ફૂટ પાણી, ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાંથી પણ છોડાયું 50 હજાર ક્યુસેક પાણી
વલસાડ જિલ્લાના વાપી તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં શુક્રવારની સાંજથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને કારણે વાપીમાં આવેલ રેલવે ગરનાળામાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જ્યારે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના વાપીમાં છેલ્લા 24 કલાકમાં 175mm વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. એ જ રીતે દાદરા નગર હવેલીમાં અને દમણમાં પણ 24 કલાકમાં અનુક્રમે 115mm અને 157mm વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. આ તરફ મધુબન ડેમના 8 દરવાજા 0.80 મીટર ખોલી તબક્કાવાર 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
શુક્રવારે અને શનિવારે વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામ તાલુકામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં મેઘરાજાએ પોતાની સટાસટી બોલાવી હતી. વાપીમાં શુક્રવારે સવારના 6 વાગ્ય...