સંઘપ્રદેશ દમણમાં મોડી રાત્રે બસ અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ પર સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજવા પામ્યા છે.પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના રિંગણવાડા મુખ્ય રસ્તા પર 12 વાગ્યા પછીના કોઈ સમયે ખાનગી સ્કૂલ બસ DD-03-R-9435 નો ચાલક પૂરપાર ઝડપે બસ હંકારી ને જઈ રહ્યો હતો. એ દરમ્યાન એક એક્ટિવા મોડેપ નં. DD-03-N-6671 પર સવાર 2 વ્યક્તિઓને અડફેટે લેતા બંને બસના ટાયરમા ફંગોળાતા બંને વ્યક્તિઓના જગ્યા સ્થળ પર જ કરુણ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે બસ ચાલક જગ્યા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.
બનાવની જાણ દમણ કચીગામ પોલીસ મથક ને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કરી બંને મૃતકો ની ડેડ બોડી ને સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી.
આ ઘટનામાં મોપેડ પર સવાર મૂળ બિહારના અને દમણમાં રહેતા 35 વર્ષીય અશોક બહાદુર મંડલ અને 52 વર્ષીય મુકેશકુમાર બૈજનાથ મંડલ નું મોત નિપજવા પામ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ મામલે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા બસ ડ્રાયવરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.