વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી સંકલન સમિતિની બેઠક, તમામ ધારાસભ્યોના પાકા રિપોર્ટ સામે સાંસદ નો રિપોર્ટ રહ્યો અધૂરી માહિતી જેવો…?
વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યોએ પોતાના વિસ્તાર ની અનેક સમસ્યાઓની રજુઆત કરી હતી. જો કે, બેઠકમાં છવાઈ જવાના મનોરથ સાથે આવેલા સાંસદે સૌથી વધુ રજુઆત કરી હતી. પરંતુ, તેમની કેટલીક રજૂઆતોનું નિરાકરણ પહેલા જ થઈ ચૂક્યું હોવાની પ્રતીતિ અધિકારીઓના જવાબ પરથી જોવા મળી હતી. ધારાસભ્યો જે રીતે પાકો રિપોર્ટ લઈને આવ્યા હતા તેની સરખામણીએ સાંસદ નો રિપોર્ટ અધકચરી માહિતી જેવો નવાઈ પમાડતો હતો.સંકલન બેઠકમાં જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેના રસ્તા, જિલ્લા પંચાયત અને સ્ટેટના માર્ગ મકાન વિભાગના રસ્તાઓ પર પડેલા ખાડા અને જીવલેણ અકસ્માતોને લઈ પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરે પણ સંબંધિત ત્રણેય વિભાગના અધિકારીઓને યુધ્ધના ધોરણે જિલ્લાના જે પણ રસ્તા પર ખાડા પડ્યા હોય ત્યાં મ...