Friday, September 13News That Matters

સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાછળ વહેતી દમણગંગા નદીમાં ડૂબી જતા એક યુવકનું કરૂણ મોત

ગુરુવારે સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાછળ વહેતી દમણ ગંગા નદીમાં ડૂબી જતા એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, મળતી માહિતી મુજબ મૂળ બિહારના રોહતાસ જિલ્લાનો અને સેલવાસના અથાલની એક કંપનીમાં નોકરી કરતો 21 વર્ષીય યુવક બીરબલ યાદવ આજે બપોરે કંપનીમાંથી રજા લઈને તેના બે મિત્રો રાકેશ યાદવ અને હનુમાન યાદવ સાથે નક્ષત્ર ગાર્ડનમાં ફરવા આવ્યો હતો, જ્યાંથી તે દમણ ગંગા નદીમાં ન્હાવા પડ્યો હતો,જો કે હાલ ચોમાસાની સીઝનમાં દમણગંગા નદી તેના રૌદ્ર સ્વરૂપે વહેતી હોય નદીમાં ન્હાવા પડેલો બીરબલ યાદવ પાણીના ધસમસતા વહેણમાં તણાવા લાગતા તેના બે મિત્રો કિનારા પર ઉભા રહીને તેને બચાવવાનો ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને યુવકો તેના મિત્રને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા, બીરબલે બચવા માટે નદીની ઝાડીઓ પકડવાનો ખુબ પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે નદીનો ભારે પ્રવાહ બીરબલને પાણીમાં ખેંચી ગયો હતો,

ઘટનાની જાણ લોકલ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ફાયરની ટીમ લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને નદીમાં તણાયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી, જો કે અત્યાર સુધી નદીમાં ગુમ થયેલા યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી,

ચોમાસામાં નદી નાળાઓ ભારે તોફાની રૂપે વહેતા હોય પ્રશાસન દ્વારા વારે તહેવારે નદી નાળાઓ અને દરિયાથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, પરંતુ મોટા ભાગના લોકો પ્રશાસનની સૂચનાને અવગણીને નદી નાળામાં મોજ માણવા કૂદી પડતા હોય છે, જેના કારણે અંતે આવી જીવલેણ દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *