વાપીના આસિસ્ટન્સ PF કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને 5 લાખની લાંચ લેતા ACB એ ઝડપ્યા
વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારીબાબુઓમાં ફફડાટ ફેલાયો છે.વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અધિકારી હર્ષદકુમાર પરમાર અને બીજા ક્લાસ ટુ અધિકારી સુપ્રભાત રંજન તોમર ને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. ACB ની ટીમે બને લાંચીયા અધિકારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી...