વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારીબાબુઓમાં ફફડાટ ફેલાયો છે.વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અધિકારી હર્ષદકુમાર પરમાર અને બીજા ક્લાસ ટુ અધિકારી સુપ્રભાત રંજન તોમર ને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. ACB ની ટીમે બને લાંચીયા અધિકારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા આસિસ્ટન્સ PF કમિશનર હર્ષદ લખુજીભાઈ પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.
બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદ આધારે મદદનીશ નિયામક સુરતના આર. આર. ચૌધરીના સુપરવિઝનમાં ACB PI જે. આર. ગામીત અને તેમની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી.
ACB ની આ ટ્રેપમાં આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. અને બન્ને અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.