Monday, February 24News That Matters

Month: July 2024

क्या कंपनियों के प्रबंधक सामान्य लागत पर आयोजित होने वाले रक्तदान शिविरों में भारी रकम का दान देकर CSR के नाम पर धोखाधड़ी कर रहे हैं?

क्या कंपनियों के प्रबंधक सामान्य लागत पर आयोजित होने वाले रक्तदान शिविरों में भारी रकम का दान देकर CSR के नाम पर धोखाधड़ी कर रहे हैं?

Gujarat, National
रक्तदान शिविर का खर्च मात्र 10 से 15 हजार है। तो, क्या कंपनियों के प्रबंधक अपने परिसरों में ऐसे शिविर आयोजित करने के बजाय CSR में धोखाधड़ी करने के लिए विभिन्न संगठनों को भारी मात्रा में दान देते हैं? वलसाड डिस्ट्रिक्ट एक इंडस्ट्रियल एरिया है।  यहां औद्योगिक इकाइयों में होने वाली दुर्घटनाओं के दौरान कुछ मरीजों को रक्त की तत्काल आवश्यकता होती है। जिसके लिए जिले और विशेषकर वापी के औद्योगिक क्षेत्र में संचालित ब्लड बैंकों से रक्त की आपूर्ति की जाती है। मानवता की सेवा के इस कार्य में कई इकाइयां, संगठन रक्तदान शिविरों का आयोजन या सहयोग कर अपना योगदान दे रहे हैं।  हालाँकि, इस सेवा के नाम पर कुछ इकाइयों और संगठनों के प्रबंधक मेवा भी खा रहे हैं। वापी के एक जाने-माने रक्तदान केंद्र के एक वडील से मिली जानकारी के अनुसार, आमतौर पर 100 यूनिट रक्त एकत्र करने के लिए आयोजित होने वाले रक्तदान शिविर में केव...
વલસાડ જિલ્લામાં પારડી હોસ્પિટલ અને ઝેનિથ ડોકટર હાઉસ ખાતે મુંબઈની વૉકહાર્ટ હોસ્પિટલે સુપર સ્પેશિયાલિટી OPD સેન્ટર શરૂ કર્યું

વલસાડ જિલ્લામાં પારડી હોસ્પિટલ અને ઝેનિથ ડોકટર હાઉસ ખાતે મુંબઈની વૉકહાર્ટ હોસ્પિટલે સુપર સ્પેશિયાલિટી OPD સેન્ટર શરૂ કર્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલ પારડી હોસ્પિટલ અને વલસાડ ખાતે આવેલ ઝેનિથ ડોકટર હાઉસ-આદર્શ હોસ્પિટલમાં હવે લીવર, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાબિટીસ સર્જરી, થોરાસીસ સર્જરી માટે નું નિદાન કરાવી શકે તેવા ઉદેશ્ય સાથે મુંબઈની વૉકહાર્ટ હોસ્પિટલે ટાઈ અપ કરી વૉક હાર્ટ ના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિ સાથેના OPD સેન્ટરની શુભ શરૂઆત કરી છે. જે અંગે પારડી હોસ્પિટલ ખાતે વૉક હાર્ટ હોસ્પિટલ ના CEO ડૉ. વીરેન્દ્ર ચૌહાણ અને પારડી હોસ્પિટલ ના વડા ડૉ. એમ. એમ. કુરેશીએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.વલસાડ જિલ્લામાં 2 અગ્રણી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)ના ઉદ્ઘાટનની જાહેરાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રયાસથી વલસાડ જિલ્લાના દર્દીઓને અદ્યતન તબીબી સેવાઓના નિદાન અંગેનું યોગ્ય માર્ગદર્શન મળી રહેશે અને વહેલી તકે સારવારનો લાભ પ્રાપ્ત કરી શકશે.સુપર સ્પેશિયાલિટી ઓપીડીમાં વૉક હાર્ટ મુંબઈ સા...
દાદરામાં પ્લાસ્ટિક પેઈલ્સ અને કેરેટ્સ ઉત્પાદન કરતી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં માલસામાન સ્વાહા

દાદરામાં પ્લાસ્ટિક પેઈલ્સ અને કેરેટ્સ ઉત્પાદન કરતી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં માલસામાન સ્વાહા

Gujarat
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરામાં દેમણી રોડ પર આવેલ વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત રાત્રે 10 વાગ્યા આસપાસ આગની ઘટના બનતા દોડધામ નો માહોલ સર્જાયો છે. કંપની વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેઈલ્સ અને હેન્ડલિંગ કેરેટસનું ઉત્પાદન કરતી હોય ભીષણ આગમાં તમામ તૈયાર પ્રોડક્ટ્સ અને કાચો માલ બળીને સ્વાહા થઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવવા સેલવાસ અને વાપી નોટિફાઇડ ફાયરને બોલાવવામાં આવ્યા હતાં. જેઓએ આગ પર કાબુ મેળવી લોકોમાં ઉત્પન્ન થયેલ ગભરાટ ને શમાવ્યો હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીમાં લાગેલી વિકરાળ આગ ને બુઝાવવા સેલવાસ ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. જેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો. વિકરાળ આગ માટે વધુ કુમકની જરૂર હોય વાપી નોટિફાઇડ ફાયર ને પણ જાણ કરતા તેમની ટીમ પણ આગ બુઝાવવા પહોંચ...
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ડહોળું પાણી આવતાં લોકોમાં રોષ…! ડહોળા પાણીમાં કચરો, જીવજંતુ અને નાની માછલી પણ આવતી હોવાની રાવ…!

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ડહોળું પાણી આવતાં લોકોમાં રોષ…! ડહોળા પાણીમાં કચરો, જીવજંતુ અને નાની માછલી પણ આવતી હોવાની રાવ…!

Gujarat, National
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અપાતું પીવાનું પાણી ગંદું અને ડહોળું આવતાં અહીંના રહીશોમાં રોષ ફેલાયો છે. જે પીવા કે વાપરવા લાયક પણ નહીં હોવાનું અહીંના રહીશોએ બળાપો કાઢ્યો છે.ડહોળા અને બિનપીવાલાયક પાણી અંગે રહીશોએ જણાવ્યું હતું કે આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય તેમ છે. હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે, ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોઇ રહીશો ચિંતિત બન્યા છે. જો આ રીતે રહીશોના આરોગ્ય સાથે ચેડાં થશે અને જો સત્વરે પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો રહીશો ઉપરી અધિકારીઓને ફરિયાદ કરશે.ઉલ્લેખનિય છે કે, હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. સ્થાનીક રહીશો દ્વારા ડહોળું પાણી આવતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ચોમાસામાં, ઉનાળા જેવી ડબલ ઋતુમાં તાવ અને ખાંસી - શરદીનો વાવર માથું ઉચકી શકે એમ છે. ત્યારે ગંદા પાણીના કારણે નગરમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે. તો જવ...
ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવર બ્રિજ પર ટેમ્પો પલ્ટી જતા સાયકલ સવારનું કમકમાટીભર્યું મોત…!

ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવર બ્રિજ પર ટેમ્પો પલ્ટી જતા સાયકલ સવારનું કમકમાટીભર્યું મોત…!

Gujarat, National
ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવર બ્રિજ પર વધુ એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બ્રિજ પરથી પસાર થતો એક ટેમ્પો પલ્ટી મારી જતા એક સાયકલ સવારનું ટેમ્પા નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.થોડા સમય પહેલા ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવર બ્રિજના વળાંક પર એક ફૂલ સ્પીડે આવેલો બાઈક ચાલક બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો. જો કે આ ઘટનામાં જે તે વખતે બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ આ વખતે ફરી એકવાર આ ઘટના ઘટી છે અને આ ઘટનામાં ટેમ્પો પલટી મારી જતા આ જ સ્થળ પર પસાર થઈ રહેલ સાયકલ સવાર ટેમ્પા નીચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ રેલવે ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ઓવરબ્રિજ ઉપરથી GIDC તરફ જઈ રહેલ એક માલ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ ચાલક તેન...
મુંબઈમાં વાપીના અખબારના તંત્રી- નિવાસી તંત્રીને કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ એનાયત

મુંબઈમાં વાપીના અખબારના તંત્રી- નિવાસી તંત્રીને કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ એનાયત

Gujarat, National
અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં 'કચ્છ શક્તિ એવોર્ડ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ શક્તિના તંત્રી હેમરાજભાઈ શાહ ના નેતૃત્વમાં યોજાતા આ કાર્યક્રમમાં વાપીના દૈનિક અખબાર "દમણ ગંગા ટાઈમ્સ "ના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયને આ વર્ષનો "કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ- 2024" એનાયત કરવામાં આવ્યો હતો.મુંબઈના જાહેર જીવનમાં અને ગુજરાતી સમુદાયમાં દાયકાઓથી જાણીતા કચ્છ શક્તિના તંત્રી શ્રી હેમરાજભાઈ શાહ ના નેતૃત્વ હેઠળ દર વર્ષે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની ઉજવણી નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને 'કચ્છ શક્તિ એવોર્ડ' એનાયત સમારોહ યોજવામાં આવે છે. સતત 45 વર્ષથી યોજાતા આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષના નેશનલ સ્ટોક એક્સચેન્જના હોલમાં એનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં 20 જેટલા કચ્છ સાથે નાતો ધરાવતા...
સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધી મેળવવા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરનારા બે રીક્ષા ચાલકોને પકડી વાપી GIDC પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધી મેળવવા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરનારા બે રીક્ષા ચાલકોને પકડી વાપી GIDC પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

Gujarat, National
વાપી GIDC પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જાહેર માર્ગ પર રીક્ષામાં જોખમી સ્ટંટ કરતા 2 રીક્ષા ચાલકોનો વિડિઓ વાયરલ થયો હતો. જે અનુસંધાને GIDC પોલીસે બન્ને રીક્ષા ચાલકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ રીક્ષા ચાલકોમાં ઓટો રીક્ષા નંબર GJ-15-XX-5840નો ચાલક (1) હર્ષલ મનોહર સીમ્પી ઉ.વ. 27, ધંધો રીક્ષા ડ્રાયવર રહેવાસી. RCF-27, ચણોદ કોલોની, પીડીલાઇટ ગાર્ડનની બાજુમાં વાપી, મુળ ગામ કરવંત, જી.ધુલીયા મહારાષ્ટ્રનો છે.જ્યારે, ઓટો રીક્ષા નંબર GJ-15- AU-3267 નો ચાલક (2) પ્રેમકુમાર મનોજ સાહ ઉ.વ. 26 ધંધો નોકરી તથા ડ્રાઇવીંગ રહેવાસી C-08, યસ્વી બિલ્ડીંગ, રણછોડનગર છીરી, તા.વાપી, મુળ ગામ જીરવાવાડી, જી. સાહેબગંજ ઝારખંડ નો વતની છે. જેને તેમના કબ્જાની ઓટો રીક્ષા સાથે પકડી પાડી તેની વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સહિંતા 2023 ની કલમ 281 તથા એમ.વી.એકટ કલમ 177,184 મુજબના ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છ...
ઉમરગામ GIDC ના ઉદ્યોગકારો, બિલ્ડરોની નજર વનવિભાગની જમીન પર? વલસાડ વન વિભાગ સતર્ક રહે…!

ઉમરગામ GIDC ના ઉદ્યોગકારો, બિલ્ડરોની નજર વનવિભાગની જમીન પર? વલસાડ વન વિભાગ સતર્ક રહે…!

Gujarat, National
ઉમરગામ GIDC આસપાસ આવેલા ગામોની જમીનો પર હાલ માં જે રીતે ઔદ્યોગિક અને રેસિડેન્સીયલ ડેવલોપમેન્ટ વધ્યું છે. તે જોતા વલસાડ જીલ્લા વન વિભાગનાં અધિકારીઓ પોતાની જંગલ જમીનનાં ક્ષેત્રફળનો તાળો મેળવી લેવાની તાતી જરૂરત વર્તાઈ રહી છે. જો આમાં ઢીલ કરી તો, જમીન ચોરો વન વિભાગ ની જમીન પચાવી પાડશે તેમાં નવાઈ નથી.ઉમરગામ GIDC તથાં તેની આસપાસના કેટલાક ગામોમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, એસ્ટેટ તથાં સ્વતંત્ર ઔધોગિક એકમોનો રાફડો ફાટયો છે. જીઆઈડીસી વિસ્તારને લાગું આવેલી, આવી ઈન્ડસ્ટ્રીલ એક્ટીવિટી વાળા એકમો મફતમાં, બેરોકટોક જીઆઇડીસીનાં ઈન્ફ્રાસ્ટ્રકચરોનો ઉપયોગ કરી રહ્યાં છે. જોકે આ સમગ્ર કાંડ જીઆઈડીસી/ નોટીફાઈડનાં ભ્રષ્ટ અધિકારીઓનાં લીધે શક્ય હોવાનું જણાય આવે છે. તો, ઉમરગામ જીઆઇડીસી વિસ્તારનાં લાગું દહેરી, દહાડ, સોળસુંબા, પળગામ, ટીંભી વિગેરે જેવાં કેટલાંક ગામોમાં ઈન્ડસ્ટ્રીલ પાર્ક, એસ્ટેટ અને સ્વતંત્ર ઔધોગિક એકમો બનતાં ...
વાપીમાં UPL અને રોટરી કલબ ઓફ વાપી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 172 યુનિટ રક્ત એકત્ર કરાયું

વાપીમાં UPL અને રોટરી કલબ ઓફ વાપી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 172 યુનિટ રક્ત એકત્ર કરાયું

Gujarat, National
વાપીમાં આવેલ UPL લિમિટેડ કંપની ખાતે UPL અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે 6 જુલાઈના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 172 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.વાપીમાં રોટરી કલબ ઓફ વાપી અને UPL લિમિટેડના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 13 વર્ષથી વર્ષમાં એકવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ આયોજન ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ દિવસને અનુલક્ષીને ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા હેઠળ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.UPL અને રોટરી કલબ ઓફ વાપી દ્વારા આયોજીત આ રક્તદાન કેમ્પ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સંસ્થાપક ડૉ શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસને અનુલક્ષીને ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કર્યું છે. આ આયોજન હેઠળ રોટલી...
એક કરોડના ફ્લેટમાં રહેતા, AUDI માં ફરતા, વૈભવી જીવનશૈલી ધરાવતા ઘરફોડ ચોરની વલસાડ પોલીસે કરી ધરપકડ

એક કરોડના ફ્લેટમાં રહેતા, AUDI માં ફરતા, વૈભવી જીવનશૈલી ધરાવતા ઘરફોડ ચોરની વલસાડ પોલીસે કરી ધરપકડ

Gujarat, National
વલસાડ પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મધ્ય પ્રદેશ, સંઘપ્રદેશ સેલવાસની મળી ને કુલ-19 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ રીઢા ઘરફોડીયાને મહારાષ્ટ્ર ખાતેથી LCB ની ટીમે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી ડ્રગ્સનો બંધાણી છે. ચોરી કરવા અલગ અલગ રાજયોમાં ફલાઇટ (હવાઇ માર્ગ) દ્રારા મુસાફરી કરી વૈભવી હોટલોમાં રાત્રી રોકાણ કરતો હતો. દિવસ દરમ્યાન ચોરીના ગુનાને અંજામ આપતો હતો. મુંબ્રા મહારાષ્ટ્ર ખાતે એક કરોડના વૈભવી ફલેટમા પોતાના પરિવાર સાથે રહેતો આ ચોર AUDI A4 કંપની લકઝુરીયસ કારમાં ફરે છે. ચોરીના પૈસા ડાન્સબાર તથા નાઇટ ક્લબમાં ઉડાડવાનો શોખીન છે.આ વૈભવી જીવનશૈલી ધરાવતા ચોરનું નામ રોહીત કનુભાઇ દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન ચેતન શેટ્ટી છે. અને ઉંમર માત્ર 24 વર્ષ છે. જેને વલસાડ પોલીસે ઝડપી લીધા બાદ તેના કબ્જામાંથી 1.98 લાખના સોનાના દાગીના, ચાંદીના ...