Thursday, December 5News That Matters

Month: July 2024

વલસાડ-ડાંગના ઉત્સાહી સાંસદે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટની માહિતી કેમ માંગી?

વલસાડ-ડાંગના ઉત્સાહી સાંસદે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટની માહિતી કેમ માંગી?

Gujarat, National
જે તમને રાજનીતિમાં ઉંચા હોદ્દા પર બેસાડે એ ગુરુ કહેવાય અને ગુરુની કામગીરી પર સંશય કરવો એ શિષ્ય ને ક્યારેય શોભે નહિ. પરંતુ જે વડાપ્રધાનની આંગળી પકડી વલસાડ ડાંગ ના સાંસદ બન્યા છે. એવા અતિ ઉત્સાહી ધવલ પટેલે સંસદ માં વડાપ્રધાન મોદી સાહેબના જ ડ્રિમ પ્રોજેકટ અંગે સવાલ કરી જવાબ માંગ્યો છે.  વલસાડ-ડાંગ લોકસભાના ઉત્સાહી સાંસદ અને હાલ માં જ દંડક ની જવાબદારી મેળવેલ ધવલભાઈ પટેલે સંસદમાં મોદી સાહેબના ડ્રિમ પ્રોજેકટ મનાતા બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માહિતી માંગી હતી.લોકસભાના દંડક અને વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સંસદ માં તેમના અતિ ઉત્સાહભર્યા પ્રથમ વક્તવ્યમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. જે બાદ તેમણે લોકસભા સત્ર દરમ્યાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીના માધ્યમથી કેન્દ...
સરીગામમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. કમલાશંકર રાય ની 21મી પુણ્યતિથીએ 1175 યુનિટ રક્ત એકત્ર કરી મહારક્તદાન શિબિરના સૂત્રને સાર્થક કર્યું 

સરીગામમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. કમલાશંકર રાય ની 21મી પુણ્યતિથીએ 1175 યુનિટ રક્ત એકત્ર કરી મહારક્તદાન શિબિરના સૂત્રને સાર્થક કર્યું 

Gujarat, National
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સામાજિક આગેવાન સ્વ. કમલાશંકર. એસ. રાયની 21મી પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કરતા કુલ 1175 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સરીગામના ચેરમેન રાકેશ રાયે જણાવ્યું હતું કે તેમના સ્વર્ગીય પિતા કમલાશંકર રાય સરીગામ અને ઉમરગામ તાલુકાના રાજકીય અગ્રણી હતા. જેમની આ 21મી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની દરેક પુણ્યતિથિએ સેવાકીય કાર્ય કરવામાં આવતા રહ્યા છે. જે અંતર્ગત આ ત્રીજો રક્તદાન કેમ છે. પ્રથમ રક્તદાન શિબિરમાં 365 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું. જ્યારે બીજા રક્તદાન કેમ્પમાં 831 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ ત્રીજી વખતનો કેમ્પ છે જે સાચા અર્થમાં મહા રક્તદાન શિબિર બન્યો હ...
दमन में केन्द्रीय राज्य मंत्री श्रीपद नाईक ने प्रबुद्ध नागरिक के साथ बजट पर संगोष्ठी की, प्रेसवार्ता मे मोदी सरकार की विकास गाथा प्रस्तुत की।

दमन में केन्द्रीय राज्य मंत्री श्रीपद नाईक ने प्रबुद्ध नागरिक के साथ बजट पर संगोष्ठी की, प्रेसवार्ता मे मोदी सरकार की विकास गाथा प्रस्तुत की।

Gujarat, National
भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दिव प्रदेश कार्यालय पर आज बजट विषय पर आयोजित प्रेसवार्ता में केन्द्रीय राज्य मंत्री श्रीपद नाईक (मंत्री, विद्युत नवीन एवं नवीनीकरण ऊर्जा) की उपस्थिति रही।प्रेस वार्ता में भाजपा के प्रदेश अध्यक्ष दीपेश टंडेल, प्रदेश भाजपा के मीडिया कन्विनर एवं बजट संबंधित समिति के अध्यक्ष मजीद लधानी, प्रदेश के कोषाध्यक्ष रजनीकांत टंडेल उपस्थित रहे।आज की प्रेस वार्ता में भाजपा के अध्यक्ष दीपेश टंडेल द्वारा बजट में संघप्रदेश दानह एवं दमण-दिव को आवंटित किए गए फंड संबंधित विस्तृत जानकारी मीडिया के साथ साझा की गई।उन्होंने इस संबंध में कहा कि हमारा प्रदेश इस बजट राशि आवंटन के पश्चात दुगनी गति से विकास के पथ पर दोड़ेगा। इसके लिए हम आदरणीय प्रधानमंत्री नरेन्द्र मोदी जी एवं आदरणीय वीतमंत्री निर्मला सीतारमन जी का हृदय पूर्वक आभार व्यक्त करते है।मंत्री ने अपने उद्बोधन में कहा...
વાપીમાં સ્વ. મંજુ દાયમાની 17મી પૂણ્યતિ઼થીએ 501 યુનિટ રક્ત એકત્ર કરી દાયમાં પરિવારે રક્તદાતાઓનું સન્માન કર્યું…!

વાપીમાં સ્વ. મંજુ દાયમાની 17મી પૂણ્યતિ઼થીએ 501 યુનિટ રક્ત એકત્ર કરી દાયમાં પરિવારે રક્તદાતાઓનું સન્માન કર્યું…!

Gujarat, National
વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, દમણ,સેલવાસ ના સહયોગમાં, વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 17મી પૂણ્યતિ઼થી નિમિત્તે દાયમાં પરિવાર દ્વારા વિશાલ રક્તદાન શિબિર અને રક્તવીર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 501 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવામાં આવ્યું હતું. વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં દાયમાં પરિવારના બી. કે. દાયમાં દ્વારા છેલ્લા 17 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને રક્તવીર સન્માન સમારોહ નિમિતે ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તનું દાન કરતા કુલ 501 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ વિરહના દિવસને સેવાના અવસરમાં પલટવા અંગે  સ્વર્ગીય મંજુ દાયમાંની પુત્રી પ્રિયા દાયમાં અને પરિવારના મોભી બી. કે. દાયમાએ જણાવ્યું હતું ક...
વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની માંગ રસ્તાઓની મરામત ના થાય ત્યાં સુધી જનતાને ટેક્સમાં રાહત આપો, સત્તા પક્ષે વિપક્ષને જવાબ આપવાનું ટાળી સમિતિના ચેરમેન જાહેર કર્યા…!

વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની માંગ રસ્તાઓની મરામત ના થાય ત્યાં સુધી જનતાને ટેક્સમાં રાહત આપો, સત્તા પક્ષે વિપક્ષને જવાબ આપવાનું ટાળી સમિતિના ચેરમેન જાહેર કર્યા…!

Gujarat, National
વાપી નગરપાલિકાના સભાખંડમાં પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયા ની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ દરમ્યાન વિપક્ષે પાલિકા વિસ્તારમાં બિસ્માર બનેલ માર્ગની ઉગ્ર રજુઆત કરી આગામી 15 દિવસમાં તમામ માર્ગ ની મરામત કરવામાં આવે જનતા સાથે પાલિકા પર મોરચા લઈને આવવાની ચીમકી ઉચ્ચારી હતી.પાલિકા સભા ખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે પાલિકાના ખરાબ રસ્તાઓ અંગે શાસક પક્ષ પર પસ્તાળ પાડી હતી. વિપક્ષી નેતાએ ઉગ્ર રજુઆત સાથે જણાવ્યું હતું કે વાપીના તમામ વોર્ડમાં રોડ ની ખરાબ સ્થિતિ છે. ખાડાવાળ માર્ગો ને લઈ જનતા પરેશાન છે. જેથી આગામી 15 દિવસમાં તમામ માર્ગ મરામત કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ખરાબ થઈ ગયા ...
ઉમરગામની ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે 4 થી વધુ ગામના ખેડૂતોનો વિરોધ, પ્રોજેકટથી ખેતી, પર્યાવરણ, આરોગ્યને ગંભીર ખતરો…!

ઉમરગામની ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે 4 થી વધુ ગામના ખેડૂતોનો વિરોધ, પ્રોજેકટથી ખેતી, પર્યાવરણ, આરોગ્યને ગંભીર ખતરો…!

Gujarat, National
આગામી 2 ઓગસ્ટના ઉમરગામની ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીના વિસ્તરણ પ્રોજેકટ અંગે લોક સુનાવણી યોજાવાની છે. જેનો ઉમરગામ GIDC આસપાસ આવેલ 4 થી વધુ ગામના ખેડૂતો વિરોધ કરવાના મુડમાં છે. જે અંગે છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના ખેડૂતો બેઠકો યોજી રહ્યા છે. આવી જ એક બેઠક દેહરી ગામમાં થઇ હતી. જેમાં ચંદન સ્ટીલના પ્રોજેકટથી થઈ રહેલા નુકસાન બાબતે ચર્ચા કરી 2જી ઓગસ્ટના લોક સુનાવણીમાં વિરોધ કરવા ઉપસ્થિત રહેવાનું આહવાન કરાયું હતું.આ અંગે મળતી વિગતો મુજબ ગુરુવારે દેહરી ગામમાં આસપાસના ખેડૂતોની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉમરગામ તાલુકાના માજી પ્રમુખ, સાઈધામ ના ટ્રસ્ટી, સ્થાનિક આગેવાન ધર્મેશ ભાઈ સહિત અન્ય ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, ચંદન સ્ટીલના અત્યારના ઉત્પાદન કરતા ખૂબ વધુ ઉત્પાદન વાળા સૂચિત પ્રોજેકટથી અનેકગણું નુકસાન થવાનું છે.હાલ ના પ્રોજેકટથી ગામની ખેતી ની જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. કંપની દ્વ...

લો બોલો!…દહેરી ગામના દરિયા કિનારે મોટા પથ્થરો ગોઠવી બનાવેલ પ્રોટેક્શન વૉલમાં પગથિયાં નહિ બનાવતા માછીમારો માટે પ્રોટેક્શન વૉલ મહામુસીબત બની…!

Gujarat, National
  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વૉલ મહામુસીબત બની છે. મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી બનાવેલ પ્રોટેક્શન વૉલ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારોને દરિયા કિનારે જવા અને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલ પ્રોટેક્શન વૉલ અંગે સ્થાનિક ગામના માછીમાર એવા કૈલાશ માંગેલા, સ્થાનિક પંચાયત વોર્ડના સભ્ય રમેશ માંગેલા, સ્થાનિક અગ્રણીઓએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, દેહરી ગામે દરિયાઈ પ્રોટેક્શન વૉલ બનાવવા માટે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી દીધા છે. જ્યાં પથ્થરોની આડશ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. ગામના મોટાભાગના લોકોનો વ્યવસાય માછીમારી કરવાનો છે. જે માટે દિવસના કે રાત્રીન...
કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી દીધા…! શું…? રસ્તાઓની મરામત માટે વલસાડ સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા…?

કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી દીધા…! શું…? રસ્તાઓની મરામત માટે વલસાડ સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા…?

Gujarat, National
વલસાડ જિલ્લામાં તમામ રસ્તાઓ હાલ ખાડા માર્ગ બન્યા છે. જેમાંથી માંડમાંડ રસ્તો શોધી વાહનચાલકો કમરના દુઃખાવાનું દર્દ લઈ પસાર થઈ રહ્યા છે. જે જોઈ કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપ ના ઝંડા ખોડી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગને લઈ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે, વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મરામત કરવાના આદેશ આપી રહ્યા છે. જે સર્કિટ હાઉસ સુધી જ સીમિત રહી ગયા છે. વાપી નગરપાલિકા માં ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તાપક્ષના સભ્ય જનતાનું આ દુઃખ જોવા રસ્તા પર આવ્યા નથી કે ક્યાંય રજુઆત કરી નથી. એવો આક્ષેપ વાપીમાં ખાડાઓમાં ભાજપના ઝંડા રોપનાર કોંગ્રેસે કર્યા છે.વાપીમાં ઝંડા ચોક અને બજારનાં મુખ્ય માર્ગો હાલ બિસ્માર બન્યા છે. જેમાં વાપી તાલુકા શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો, નેતાઓએ રસ્તા પરના ખાડ...
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર, NDRFની ટીમે નીચાણવાળા વિસ્તારની વિઝિટ લીધી, કલેકટરે આપી માહિતી

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર, NDRFની ટીમે નીચાણવાળા વિસ્તારની વિઝિટ લીધી, કલેકટરે આપી માહિતી

Gujarat, National
વલસાડ જિલ્લામાં તા. 25 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી. કલેકટરે જિલ્લાની પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમણે નિચાણવાળા વિસ્તારમાં ન જવા આમજનતાને અપીલ કરી છે. જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રૂટ લેવલ સુધી અધિકારી-કર્મચારીઓ તેમજ ગામજનોને સંપર્ક સાધીને ભારે વરસાદની આગાહીથી વાકેફ કરાયા છે. અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે.જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ટીમના 28 કર્મીઓ દિવસ રાત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ઔરંગા નદીમાં પાણીની સપાટી વધે તો એલર્ટ સિસ્ટમ દ્વારા જાણ થતા તંત્ર દ્વાર...
વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી. NH-48 પર ટ્રાફિકજામના નિરાકરણ માટે કોન્ટ્રકટરને જરૂરી માર્ગદર્શન આપ્યું

વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી. NH-48 પર ટ્રાફિકજામના નિરાકરણ માટે કોન્ટ્રકટરને જરૂરી માર્ગદર્શન આપ્યું

Gujarat, National
વાપીમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા 2 દિવસથી ભારે ટ્રાફિક જામ રહેતા તેના નિરાકરણ માટે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વાપી ડિવિઝનના DySP બી. એન. દવે સાથે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. જેઓએ ટ્રાફિકના નિરાકરણ માટે હાઇવે પર બ્રિજ બનાવનાર કોન્ટ્રકટર, પાલઘરના તલાસરી પોલીસના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે આવેલ સહ્યાદ્રી રિસોર્ટ ની સામે નેશનલ હાઇવે નંબર 48 પર બની રહેલી બ્રિજની કામગીરીથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી. હાઇવે પર 10 કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતારો લાગી હતી. જે ધ્યાને આવ્યા બાદ ટ્રાફિકના સુચારુ આયોજન સાથે તલાસરી પોલીસની તેમજ ભીલાડ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ટ્રાફિ...