Saturday, October 12News That Matters

ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવર બ્રિજ પર ટેમ્પો પલ્ટી જતા સાયકલ સવારનું કમકમાટીભર્યું મોત…!

ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવર બ્રિજ પર વધુ એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બ્રિજ પરથી પસાર થતો એક ટેમ્પો પલ્ટી મારી જતા એક સાયકલ સવારનું ટેમ્પા નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.થોડા સમય પહેલા ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવર બ્રિજના વળાંક પર એક ફૂલ સ્પીડે આવેલો બાઈક ચાલક બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો. જો કે આ ઘટનામાં જે તે વખતે બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ આ વખતે ફરી એકવાર આ ઘટના ઘટી છે અને આ ઘટનામાં ટેમ્પો પલટી મારી જતા આ જ સ્થળ પર પસાર થઈ રહેલ સાયકલ સવાર ટેમ્પા નીચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ રેલવે ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ઓવરબ્રિજ ઉપરથી GIDC તરફ જઈ રહેલ એક માલ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ ચાલક તેની નીચે દબાઈ ગયો હતો અને સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક આસપાસમાંથી પસાર થઈ રહેલા લોકો ઘટના સ્થળ પર ઉભા રહી ગયા હતા. અને ટ્રક ચાલકને ટ્રકની કેબીન માંથી બહાર કાઢી ટ્રક ને નીચે દબાઈ ગયેલ વ્યક્તિને કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે તેઓને અસફળતા મળી હતી. ઘટનાને કારણે આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *