Tuesday, October 22News That Matters

વાપીમાં UPL અને રોટરી કલબ ઓફ વાપી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 172 યુનિટ રક્ત એકત્ર કરાયું

વાપીમાં આવેલ UPL લિમિટેડ કંપની ખાતે UPL અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે 6 જુલાઈના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 172 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.વાપીમાં રોટરી કલબ ઓફ વાપી અને UPL લિમિટેડના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 13 વર્ષથી વર્ષમાં એકવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ આયોજન ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ દિવસને અનુલક્ષીને ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા હેઠળ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.UPL અને રોટરી કલબ ઓફ વાપી દ્વારા આયોજીત આ રક્તદાન કેમ્પ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સંસ્થાપક ડૉ શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસને અનુલક્ષીને ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કર્યું છે. આ આયોજન હેઠળ રોટલી ક્લબ ઓફ વાપી અને UPLના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપ કાર્યકરો, રોટરી ક્લબના સભ્યોને અને UPL પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે અન્ય સ્થળોએ પણ ભાજપના કાર્યકરો, સામાજિક સંસ્થાઓના સહયોગમાં વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ જેવા આયોજન કરવામાં આવ્યા છે. રક્તદાન અંગે વધુમાં વધુ લોકો રક્તદાન પ્રત્યે જાગૃત બને. રક્તની જરૂરિયાત વાળા દર્દીઓની મહામૂલી જિંદગીને બચાવવા રક્તનું દાન કરે તેવી અપીલ કરી હતી.રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રોટરી કલબ ઓફ વાપીના પ્રમુખ હાર્દિક શાહે જણાવ્યું હતું કે, રોટલી ક્લબ ઓફ વાપી છેલ્લા 50 વર્ષથી સમાજ ઉપયોગી કાર્ય કરતી સંસ્થા છે. જેણે મેડિકલ અને એજ્યુકેશન ફિલ્ડમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. દર વર્ષે રોટરી ક્લબ વાપી અને યુપીએલ લિમિટેડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને છઠ્ઠી જુલાઈ 2024 ના આયોજિત રક્તદાન શિબિરમાં 172 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, UPL લિમિટેડ કંપની પરિસરમાં આયોજિત રક્તદાન શિબિરમાં વાપી નગરપાલિકા પ્રમુખ પંકજ પટેલ, પાલિકા ઉપપ્રમુખ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ સતીશ પટેલ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ નરેશ બાંથીયા, VIA ના સેક્રેટરી, વાપી, સરીગામ ઉદ્યોગ ના અગ્રણી ઉદ્યોગકારો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામે રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *