ભાજપને સમર્થન આપવા વાપીમાં રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન-હરિયાણા સમાજ દ્વારા યોજાયું સંમેલન, કનુભાઈ રહ્યા ઉપસ્થિત
આ લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપવા વાપીના રાજસ્થાન ભવનમાં બેઠકનું અયોજન થયું હતું. વાપીમાં અને આસપાસના વિસ્તારમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા રાજસ્થાન-હરિયાણા સમાજના પ્રવાસી ભાઈઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં તમામ પ્રવાસી ભાઈઓએ ભાજપને સમર્થન આપી વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલને જીત અપાવવાનું આહવાન કર્યું હતું.
ગુરુવારે વાપીના રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન-હરિયાણા સમાજ દ્વારા પ્રવાસી સંમેલન નું આયોજન કર્યું હતું. જેમાં ભાજપને સમર્થન આપી વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને જીત અપાવવા સમર્થન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના નાણાપ્રધાન અને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,
આ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા દરેક સમાજ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી દરેક સમાજ લોકસ...