Thursday, November 14News That Matters

ભાજપને સમર્થન આપવા વાપીમાં રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન-હરિયાણા સમાજ દ્વારા યોજાયું સંમેલન, કનુભાઈ રહ્યા ઉપસ્થિત

આ લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપવા વાપીના રાજસ્થાન ભવનમાં બેઠકનું અયોજન થયું હતું. વાપીમાં અને આસપાસના વિસ્તારમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા રાજસ્થાન-હરિયાણા સમાજના પ્રવાસી ભાઈઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં તમામ પ્રવાસી ભાઈઓએ ભાજપને સમર્થન આપી વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલને જીત અપાવવાનું આહવાન કર્યું હતું.

ગુરુવારે વાપીના રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન-હરિયાણા સમાજ દ્વારા પ્રવાસી સંમેલન નું આયોજન કર્યું હતું. જેમાં ભાજપને સમર્થન આપી વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને જીત અપાવવા સમર્થન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના નાણાપ્રધાન અને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,
આ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા દરેક સમાજ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી દરેક સમાજ લોકસભા ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરી શકે. જે અંતર્ગત રાજસ્થાન સમાજ હરિયાણા સમાજ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાપીમાં વ્યવસાયિક ક્ષેત્રે રાજસ્થાન હરિયાણા થી આવેલા પ્રવાસી ભાઈઓ અહીં જ વસી ગયા છે. ગુજરાતને પોતાની કર્મભૂમિ માનવા સાથે અહીંયા ના મતદારો બન્યા છે. જેઓ દ્વારા રાજસ્થાન ભવન ખાતે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના વિકાસના કામ જોઈ ભાજપના ઉમેદવારને સહકાર આપી સો ટકા મતદાન કરી જીતાડવાનું આહવાન કર્યું હતું.

રાજસ્થાન અને હરિયાણા સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજસ્થાન સમાજના અગ્રણી બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી ભાવિ પેઢી માટે તેમજ દેશના વિકાસની દિશા અને દશા ને પ્રભાવિત કરનારી ચૂંટણી છે. રાજસ્થાન સમાજમાં 36 કોમના લોકો વાપીમાં અને આસપાસના વિસ્તારમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે. જેના દ્વારા સભાનું આયોજન કર્યું હતું. જેમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ સમક્ષ પ્રવાસી ભાઈઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજસ્થાન સમાજ પણ ભાજપની સાથે જ છે. ધવલ પટેલ ભાજપના ઉમેદવાર છે તેમને વિજય બનાવવા કાર્ય કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉમેદવાર કોઈ પણ હોય નવલ હોય કે ધવલ હોય, અમને માત્ર કનુભાઈ અને કમળ જ દેખાય છે. અમે મોદીના સિપાઈ છીએ અને કમળ અમારું પ્રતીક છે. કમળના પક્ષમાં જ અમે મતદાન કરીશું.

ઉલ્લેખનીય છે કે, આ પ્રવાસી સંમેલનમાં રાજસ્થાન સમાજના અગ્રણીઓ, હરિયાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ પોતાના સમર્થન સંદર્ભે પોતાનું સંબોધન કર્યું હતું. જેઓને કનુભાઈ દેસાઈ ઉપરાંત ભાજપના અગ્રણીઓએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેઓના સમર્થન બદલ આભાર પ્રગટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *