Saturday, October 12News That Matters

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાએ ધોરણ-10 98 ટકા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 96.4 ટકા, કોમર્સ 91.6 ટકા, હ્યુમાનિસાઇસ્ટમાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું

ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત સરીગામ ખાતે આવેલ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાએ ધોરણ 10 માં 98%, ધોરણ 12 સાયન્સમાં 96.4% અને ધોરણ 12 કોમર્સમાં 91.6 % તથા હ્યુમાનિસાઇસ્ટમાં 100 % પરિણામ પ્રાપ્ત કર્યું છે.

ધોરણ 10 માં 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધોરણ 12 સાયન્સમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.જ્યારે ધોરણ 12 કોમર્સમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તથા હ્યુમાનિસાઇસ્ટમાં 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને 1 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

આ જ્વલંત સફળતા અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ. કિંજલબેન ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવિણભાઈ પવારે અભિનંદન પાઠવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *