Thursday, December 5News That Matters

Month: May 2024

લોકસભા ચૂંટણી-2024 :- વલસાડ એન્જીનીયરીંગ કોલેજમાં 4 જૂને EVMના 1352413 અને પોસ્ટલ બેલેટના 10243 મતોની થશે મત ગણતરી

લોકસભા ચૂંટણી-2024 :- વલસાડ એન્જીનીયરીંગ કોલેજમાં 4 જૂને EVMના 1352413 અને પોસ્ટલ બેલેટના 10243 મતોની થશે મત ગણતરી

Gujarat, National
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત 26 વલસાડ બેઠક પર ગત તા. 7 મે ના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન થયુ હતું. જે મતોની ગણતરી આગામી તા. 4 જૂનના રોજ સવારે 8 કલાકથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત હેઠળ થનાર છે. ત્યારે આ સંદર્ભે શુક્રવારે વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ સાથે પ્રેસ બ્રિફીંગ અંગે બેઠક મળી હતી. વલસાડ બેઠક પર તા. 4 જૂનના રોજ થનારી મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 26- વલસાડ બેઠક પર 178- ધરમપુર (અ.જ.જા.), 179- વલસાડ, 180- પારડી, 181- કપરાડા (અ.જ.જા.), 182- ઉમરગામ (અ.જ.જા.), 173- ડાંગ (અ.જ.જા.) અને 177- વાંસદા (અ.જ.જા.) મળી કુલ - 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ઈવીએમના 135...
દમણના નમો પથ પર સ્ટંટ કરતા યુવાનનો વિડીયો થયો વાયરલ, કારના સનરુફ પર ઉભો રહી જોખમ ભર્યા સ્ટંટ કરતો યુવાન કેમેરામાં કેદ થયો

દમણના નમો પથ પર સ્ટંટ કરતા યુવાનનો વિડીયો થયો વાયરલ, કારના સનરુફ પર ઉભો રહી જોખમ ભર્યા સ્ટંટ કરતો યુવાન કેમેરામાં કેદ થયો

Gujarat, National
દમણના નમો પથ પર મોડી રાત્રી દરમ્યાન હરિયાણા પાર્સિંગની એક કારના સનરુફ પર પીળા કલરની ટીશર્ટ પહેરેલ યુવાન ચાલુ કારે ઉભો રહી જોખમ ભર્યા સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. યુવાન જ્યારે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવતી કારમાં સવાર એક જાગૃત નાગરિકે સ્ટંટનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે, આ વિડિયો હાલનો છે કે પછી અગાઉનો એની પુષ્ટિ થવા પામી નથી. દમણ પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિદેશના દરિયા કિનારા ની તુલના કરી શકાય એવા નયનરમ્ય નમો પથ અને મોટી દમણ લાઈટ હાઉસ થી જામપોર દરિયા કિનારા સુધી રામસેતુ રસ્તા નું નિર્માણ કર્યા બાદ સહેલાણીઓ અને પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સારો એવો વિકાસ થયા બાદ ઘણી ખરી હિન્દી ફિલ્મ અને ટીવી સિરીયલ ના શુટીંગ પણ થઈ રહ્યા છે. સાથે લોકો પોતાના અલગ અલગ રીલ અને વિડિયોગ્રાફી ની સાથે ફોટોગ્રાફીનો પણ આનંદ ઉઠાવી રહ...
ડુંગરા બાદ કચીગામ રોડ પર પણ અંદાજીત 10 ભંગારના ગોડાઉનમાં ફાયર સેફટી મામલે ક્ષતિઓ સામે આવતા તંત્રએ બંધ કરાવ્યા

ડુંગરા બાદ કચીગામ રોડ પર પણ અંદાજીત 10 ભંગારના ગોડાઉનમાં ફાયર સેફટી મામલે ક્ષતિઓ સામે આવતા તંત્રએ બંધ કરાવ્યા

Gujarat, National
રાજકોટની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રના આદેશથી વાપીમાં ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમેં તમામ રહેણાંક અને વેપારી સંસ્થાઓ ઉપરાંત ભંગારના ગોદામમાં ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત ડુંગરામાં 50 ગોદામને બંધ કરાવ્યા બાદ શુક્રવારે કચીગામ રોડ પર આવેલ વધુ 10 ગોદામ માં તપાસ કરી હતી. આ તમામ ગોદામ માં પણ ફાયર સેફટી મામલે NOC લેવામાં આવી નથી. તેમજ ફાયરના સાધનોનો પણ અભાવ જોવા મળતા તમામ 10 ભંગારના ગોડાઉનને બંધ કરવાનો આદેશ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ શુક્રવારે કચીગામ રોડ ઉપર આવેલા ભંગારના આશરે 10 જેટલા ભંગારના ગોડાઉનમાં ડેપ્યુટી મામલતદાર દ્વારા પોલીસ ટીમને અને અન્ય કર્મચારીઓને સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી. તમામ ગોડાઉન ફાયર સેફ્ટી વગર ચાલતા હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક અસરથી તમામ ને બંધ કરાવવામાં આવ્યા હતાં. આ બંધ કરવામાં આવેલ ગોડાઉન પરવાનગી વગર નહી...
નેશનલ હાઇવે નંબર 48 પર ઠેકેદારોની લાપરવાહી વાહનચાલકો માટે બની રહી છે જીવલેણ

નેશનલ હાઇવે નંબર 48 પર ઠેકેદારોની લાપરવાહી વાહનચાલકો માટે બની રહી છે જીવલેણ

Gujarat, National
રાષ્ટ્રીય કે રાજ્ય ધોરીમાર્ગ પર થતાં જીવલેણ અકસ્માતોમાં વાહનચાલકોનું ગફલત ભર્યું ડ્રાઈવિંગ જવાબદાર હોય છે. પરંતુ એનાં કરતાં પણ વધું તંત્રનાં અધિકારી અને એનાં ઠેકેદારોની લાપરવાહી જવાબદાર હોય છે. જેને, તમામ પ્રકારનાં લોકો નજરઅંદાજ કરતાં હોય છે. ઘોડબંદરથી ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડરનાં અચ્છાડ સુધીનાં નેશનલ હાઈવે નંબર 48 પર વ્હાઇટ કોપિગ (સાદી ભાષામાં, આરસીસી)નું કામ ચાલી રહ્યું છે. અહિં જોવાં જેવું એ છે કે, વાહનચાલકોએ પોતાના વાહનો કેટલી સાવધાની પૂર્વક ચલાવવા પડે છે. નહીં તો, નજર હટી.. દુર્ઘટના ઘટી.. જેવો ઘાટ તંત્રનાં અધિકારીઓ અને ઠેકેદારોનાં પાપે ભોગવવાનો વારો આવે..! ...
वापी में कबाड़ के 50 गोदामों को कराया बंद। किसी के पास नहीं मिला फायर NOC…!

वापी में कबाड़ के 50 गोदामों को कराया बंद। किसी के पास नहीं मिला फायर NOC…!

Gujarat, National
राजकोट की घटना के बाद से जिला प्रशासन के आदेश पर वापी में टीम का गठन कर सभी आवासीय, व्यावसायिक प्रतिष्ठानों में फायर सेफ्टी की जांच शुरू की गई है। जांच के दौरान ज्यादातर में फायर सेफ्टी नियमों को लेकर अनियमितता सामने आ रही है।  गुरुवार को डूंगरा के डूंगरी फलिया में नायब तहसीलदार की अगुवाई में कबाड़ गोदामों की जांच की गई। लेकिन किसी के पास फायर सेफ्टी की एनओसी से लेकर कोई संसाधन नहीं था। इसे देखते हुए तुरंत 50 गोदामों को सील कर दिया गया। सभी गोदाम मालिकों को जरूरी मंजूरी लिए बिना फिर से शुरू करने के खिलाफ चेतावनी भी दी गई। जांच टीम ने आबादी विस्तार में गोदामों में ज्वलनशील कबाड़ भरे रहने के बावजूद सुरक्षा को लेकर कोई गंभीरता नहीं दिखी। यहां स्थिति ज्यादा खराब है। वापी में सबसे ज्यादा कबाड़ गोदाम करवड, डूंगरी फलिया, डूंगरा, बलीठा और छीरी में हैं। बलीठा और डूंगरी फलिया व करवड में ज्यादातर क...
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 4 જૂન ના યોજાનાર મતગણતરીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક મળી, જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યા મહત્વના નિર્દેશ

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 4 જૂન ના યોજાનાર મતગણતરીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક મળી, જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યા મહત્વના નિર્દેશ

Gujarat, National
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત 26- વલસાડ (અ.જ.જા.) બેઠક પર કુલ 7 વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તા. 4 જૂન 2024ના સવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરાનાર છે. જેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.  મતગણતરી પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સાત વિધાનસભા બેઠકના તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળેલા અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજનના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા. અધિકારીએ આર.ઓ. લેવલે કોમ્પ્યુટરાઈઝ રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી, ફાઈલીંગની કામગીરી, એનકોર/ ઓનલાઈન એન્ટ્રીની કામગીરી, રાઉન્ડવાઈઝ ઉમેદવારોને મળેલા મતો જાહેર...
ઉમરગામ માં રસ્તાની વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચઢ્યો…!

ઉમરગામ માં રસ્તાની વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચઢ્યો…!

Gujarat, National
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગનાં રસ્તા પર ચાલતું વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચઢતાં, ઉદ્યોગપતિઓ આશ્રર્ય પામ્યા હતાં.  આ અંગે તપાસ કરતાં એવી જાણકારી પ્રાપ્ત થયેલ કે, આ કામનાં સુપરવિઝન કરતાં વ્યક્તિઓ, બાળકોને રસ્તા પર પાણી છંટકાવનું કામ કરાવે છે...! જોકે, ગણગણાટ એવો પણ છે કે, જો બાળ મજૂર કોઈ ઔદ્યોગિક એકમોમાં મળે તો લેબર ઓફિસરો કાનુની કાર્યવાહી કરતાં જરાં પણ અચકાતાં નથી. જ્યારે આ જ બાળ મજૂરો રસ્તા પર ખુલ્લેઆમ નજરે પડે ત્યારે આ જ લેબર ઓફિસરો ગાંધીજીનાં ત્રણ વાંદરાની ભુમિકામાં જોવાં મળે છે. હવે જોવું રહ્યું કે, આ ફોટોમાં દેખાતાં બાળ મજૂર સંદર્ભે લેબર ઓફિસરો ઠેકેદાર પર શું કાર્યવાહી કરશે?...
વલસાડ SOG એ ઘરફોડ ચોરી કરતા 2 ચોરને 65 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

વલસાડ SOG એ ઘરફોડ ચોરી કરતા 2 ચોરને 65 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Gujarat, National
વલસાડ જિલ્લા પારડી પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં SOG ને સફળતા મળી છે. વલસાડ SOG ની ટીમે 65 હજારના મુદ્દામાલ સાથે તોફીક રફીક શેખ અને હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ નામના 2 રીઢા ચોરને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વલસાડ SOG ઇન્ચાર્જ PI ના માર્ગદર્શન મુજબ SOG PSI આર.બી.પરમાર પોતાની ટીમ સાથે વલસાડ જીલ્લામાં નોંધાયેલ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટેક્નીકલ અને હ્યુમન રીસોર્સીસ અને મળેલ બાતમી હકીકત આધારે (1) તોફીક રફીક શેખ (રહે.બીલાલ મસ્જીદ સ્ટ્રીટ, શાપુરનગર, કોસંબા રોડ, ધોબી તળાવ, વલસાડ) અને (2) હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ (રહે.સહયોગ નગરની પાછળ, ધોબી તળાવ, વલસાડ) નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં. જેમની પાસેથી રોકડા રૂપિયા 34 હજાર, 3 નંગ મોબાઈલ ફોન તેમજ ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલ 65 હજારની કિંમતનું ટુ-વ્હીલર મુદ્...
પાલઘરમાં માલગાડીના વેગન પાટા પરથી ઉતરી જવાને કારણે બીજે દિવસે પણ રેલવ્યવહાર ને અસર યથાવત, કેટલીક ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

પાલઘરમાં માલગાડીના વેગન પાટા પરથી ઉતરી જવાને કારણે બીજે દિવસે પણ રેલવ્યવહાર ને અસર યથાવત, કેટલીક ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

Gujarat, National
મુંબઈ ડિવિઝન પર પાલઘર યાર્ડ ખાતે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે પશ્ચિમ રેલવે લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. એક માલગાડી ના વેગન પાલઘર નજીક પાટા પરથી ઉતરી ગયા હતાં. ઘટના મંગળવારે સાંજે 5 વાગ્યા આસપાસ ઘટી હતી. જેને કારણે પશ્ચિમ રેલવે ડિવિઝનની કેટલીક પેસેન્જર ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. જે બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. જેમાં કેટલીક ટ્રેનના સમયમાં રેલવે વિભાગે ફેરફાર કર્યો હોય તે અંગે અખબારી યાદી બહાર પાડી છે. રેલવે વિભાગે આપેલ માહિતી મુજબ 29/05/2024 ની ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સ્પ 15.45 કલાકે તેના નિર્ધારિત પ્રસ્થાનને બદલે 20.00 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે. ટ્રેન નં. 22955 બાંદ્રા ટર્મિનસ -29/05/2024 ના ભુજ કચ્છ એક્સ્પ્રેસને તેના નિર્ધારિત પ્રસ્થાન 17.45 કલાકના બદલે 22.30 કલાકે બાન્દ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરવા માટે ફરીથી શેડ્યૂલ ...
વાપી-પાલઘરમાં માલગાડીઓને કારણે રેલવે વ્યવહાર થયો ઠપ્પ, એકના એન્જીનમાં ખામી, બીજીના વેગન પાટા પરથી ઉતરી ગયા

વાપી-પાલઘરમાં માલગાડીઓને કારણે રેલવે વ્યવહાર થયો ઠપ્પ, એકના એન્જીનમાં ખામી, બીજીના વેગન પાટા પરથી ઉતરી ગયા

Gujarat, National
પશ્ચિમ રેલવે લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. વાપીમાં ફાટક નજીક એક માલગાડી ટ્રેનના એન્જીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ ઘટના ઘટી છે. જ્યારે બીજી એક માલગાડી ના વેગન પાલઘર નજીક પાટા પરથી ઉતરી ગયા હતાં. બન્ને ઘટનાઓ મંગળવારે સાંજે 5 વાગ્યા આસપાસ ઘટી છે. જેને કારણે પશ્ચિમ રેલવે ડિવિઝનની કેટલીક પેસેન્જર ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. વાપીમાં તો રેલવે ફાટક પર જ ટ્રેન અટકી ગઈ હોય ફાટક પર વાહનોની લાંબી કતાર લાગી હતી. મંગળવારે સાંજે 17.08 કલાકે પાલઘર યાર્ડ ખાતે પોઈન્ટ નંબર 117/118 પર માલગાડીના વેગન પાટા પરથી ઉતરી ગયા હતાં. લગભગ 5 થી વધુ વેગન પલટી મારી જતા મુંબઈ - સુરત સેક્શનની લાઇનને અસર થઈ છે. ઘટનાને પગલે તાત્કાલિક રેલવે ની ટીમ સ્થળ પર પહોંચી હતી. રેલવે વિભાગે રિસ્ટોરેશનનું કામ ચાલુ કર્યું હતું. તો, આ જ સમય ગાળામાં સુરત તરફથી મુંબઈ તરફ જઈ રહેલ વધુ એક માલગાડી વાપી ફાટક પાસે રેલવે સ્ટેશન નજીક અટકી ગઈ હત...