Saturday, December 21News That Matters

Month: May 2024

वापी की बावन नगरी बस्ती में The hope house ने प्रशिक्षु ग्रीष्म शिविर का आयोजन किया

वापी की बावन नगरी बस्ती में The hope house ने प्रशिक्षु ग्रीष्म शिविर का आयोजन किया

Gujarat, National
वापी में सेवाकिय संस्था The hope house की महिला सभ्योने आठ दिवसीय प्रशिक्षु ग्रीष्म शिविर का आयोजन किया था। ये शिविर चला की बावन नगरी बस्ती मे आयोजित किया गया था। जंहा 14 लडकियो को संस्था की सभ्य महिलाओने विभिन्न ज्ञान से अवगत कराया था। जिसमे किशोर उम्र मे प्रवेश करने वाली लडकियो में होनेवाले शारिरिक और मानसिक बदलाव, योगासन, सेल्फ डिफेंस, क्राफ्ट एक्टिविटी तालीम और मार्गदर्शन सामिल था। The hope house की volunteer पूनम  धुत ने जनकारी दी कि इस आठ दिवसीय प्रशिक्षु ग्रीष्म शिविर का मुख्य उद्देश्य बस्तियो की किशोर उम्र मे प्रवेश करने वाली लडकियो को ऊनकी उम्र मे होनेवाले शारिरिक और मानसिक बदलाव के बारै में शिक्षित करना है। और बताया कि गर्मी की छूटीयो का मतलब बच्चो के लिए दादी नानी का घर या फिर घूमना फिरना होता है। पर इनकी माॅए घरकाम करनेवाली महिलाए है। इनके पिता भी रिक्शावाले या कीसी ना कीसी प्...
ઉમરગામ ટાઉનમાં રસ્તાનાં મજબૂતીકરણનાં ચાલતાં કામની ચર્ચા બની ‘Talk of the town’…!

ઉમરગામ ટાઉનમાં રસ્તાનાં મજબૂતીકરણનાં ચાલતાં કામની ચર્ચા બની ‘Talk of the town’…!

Gujarat, National
ઉમરગામ ટાઉનથી સ્ટેશન રોડ, મહારાષ્ટ્ર બોર્ડર સુધી રાજ્ય ધોરીમાર્ગનાં મજબૂતીકરણનું અપગ્રેડિંગ કામ, માર્ગ અને મકાન વિભાગ, વલસાડની કચેરીનાં નેજા હેઠળ થઈ રહ્યું છે. જેમાં, સદર મુખ્ય માર્ગનાં ઉમરગામ GIDC કોલોની ફાટાથી, લગભગ પાવર હાઉસ / ગાંધીવાડી સુધી વ્હાઈટ ટોપિંગનું કામ થઈ રહ્યું છે. આવી કામગીરી માટે હવે જાહેર માર્ગનાં રસ્તાઓને સલામત અને ખાડામુક્ત બનાવવા વ્હાઈટ ટોપિંગ પધ્ધતિ વિકસાવવામાં આવી રહી છે. ટુંકમાં, વ્હાઈટ ટોપિંગ, એ પોર્ટલેન્ડ સિમેન્ટ કોંક્રિટ (PCC)નો છે. વ્હાઈટ ટોપિંગ, રસ્તામાં તિરાડો અને ખાડામાંથી મુક્ત કરવાનાં વિકલ્પ રૂપે કામ કરે છે. જેથી, વાહનોની યાતાયાત સુરક્ષિત અને ઝડપી બને એટલા માટે સરકાર આવાં રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. આ વ્હાઈટ ટોપિંગ કામની શરૂઆતમાં જ આ બાબતે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ નરેશ બાંથીયાએ એકલા હાથે અવાજ ઉઠાવ્યો હતો. જો કે, વિભાગીય અધિકારી તથા ...
વાપી રેલવે સ્ટેશને 3 મુસાફરો આવ્યાં ટ્રેન અડફેટે, 2 ના મોત એક ઘાયલ

વાપી રેલવે સ્ટેશને 3 મુસાફરો આવ્યાં ટ્રેન અડફેટે, 2 ના મોત એક ઘાયલ

Gujarat, National
વાપી રેલવે સ્ટેશનને મુંબઈ તરફથી આવતી ટ્રેન અડફેટે આવી જતા 2 મુસાફરોના મોત અને એક મુસાફર ઘાયલ થતા અરેરાટી મચી ગઇ છે. ઘટનામાં ટ્રેનમાંથી રોંગ સાઈડ ઉતરેલા 3 મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે બીજી ટ્રેન અડફેટે આવી ગયા હતાં. જેમાં 1 મહિલા એક પુરુષ મુસાફરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક મહિલા મુસાફર ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે રેલવે પોલીસે વિગતો આપી હતી કે, બપોરે 2 વાગ્યે મુંબઈ તરફ જતી ઝાંસી બાંદ્રા ટ્રેન વાપી પહોંચી હતી. વાપી માં ટ્રેન પ્લેટ ફોર્મ નંબર 2 પર ઉભી રહી હતી. ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોય 3 મુસાફરો ઓફસાઈડ ઉતર્યા હતાં. ત્રણેય મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટ ફોર્મ નંબર એક પર જઈ રહ્યા હતા ત્યારે મુંબઈ તરફથી આવતી લીંગમ પલ્લી-ઇન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનના અડફેટે આવી ગયા હતાં. ઘટનામાં 3 મુસાફરો પૈકી એક મહિલા અને એક પ...
રાજકોટની ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં ગેમિંગ ઝોન અને આનંદ મેળામાં તપાસ હાથ ધરાઈ 

રાજકોટની ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં ગેમિંગ ઝોન અને આનંદ મેળામાં તપાસ હાથ ધરાઈ 

Gujarat, National
રાજકોટ શહેરમાં નાનામવા મેઈન રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP મોલના ગેમિંગ ઝોનમાં આકસ્મિક આગ લાગવાની દુઃખદ ઘટનામાં બાળકો સહિત કુલ 33 લોકોના કરૂણ મૃત્યુ નિપજતા સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. રાજકોટની આ ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં પણ ગેમિંગ ઝોન અને આનંદ મેળામાં તપાસ હાથ ધરાઈ હતી. આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા મળેલી સૂચનાને ધ્યાને લઇ વલસાડ જિલ્લામાં પણ જિલ્લા મેજિસ્ટ્રેટ -વ- જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષપદે કમિટી બનાવી સંબધિત વિભાગના અધિકારીઓની ટીમે જિલ્લામાં કાર્યરત ગેમિંગ ઝોન અને આનંદ મેળાઓમાં ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરી હતી. સંબંધિત તકનિકી વિભાગના અધિકારીઓ દ્વારા રાઈડ્સ કમિટી સાથે જિલ્લામાં ચાલી રહેલા મેળા અને ગેમિંગ ઝોનમાં  ફાયર સેફટી મેઝર્સ, બિલ્ડીંગ કોડ્સ, ઇલેક્ટ્રિક રેગ્યુલેશન્સ અને SOP સંબંધિત જોગવાઈઓ મુ...
વલસાડ SOG એ 32.89 કરોડની રકમ ભરવાને બદલે નાસતા ફરતા સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેકટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

વલસાડ SOG એ 32.89 કરોડની રકમ ભરવાને બદલે નાસતા ફરતા સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેકટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

Gujarat, National
વર્ષ 2020માં વાણિજ્ય વેરો, વ્યાજ અને દંડની રકમ મળી કુલ 32,89,59,142 રૂપિયાની રકમ નહી ભરપાઇ કરનારા આરોપી ડાયરેકટરોને વલસાડ SOG એ રાધનપુર થી ઝડપી પાડ્યા છે. સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્ર શંકરલાલ ઠક્કર તથા અરૂણાબેન રાજેન્દ્રભાઈ ઠક્કર સામે ડુંગરા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં તેઓ 4 વર્ષથી નાસતા ફરતા હતાં. બંને ડાયરેકટરોને વલસાડ SOG એ ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ડુંગરા પોલીસ ને સુપ્રત કર્યા છે. ડુંગરા પો.સ્ટે. વિસ્તારના લવાછા સેલવાસ રોડ ઉપર આવેલ દેવ ઇન્ફોટેક પ્રા.લી. નામની કંપનીની જગ્યાએ સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી. નામની કંપની તરીકે નામ બદલી ડાયરેકટરોએ ધંધાના સ્થળમાં ચાંદખેડા, અમદાવાદનો વધારો કરી કોમ્પ્યુટર્સ તથા કોમ્પ્યુટર્સ પાર્ટસ તથા ઇલેકટ્રીક વસ્તુઓનું ખરીદ વેચાણનો ધંધો શરૂ કર્યો હતો. તેઓએ વર્ષ 2008-09 તથા વર્ષ 2009-10 સુધીનો વેરો, વ્યાજ, દંડની કુલ રકમ 32,89,59...
વલસાડ પોલીસે ઉમરગામના ખતલવાડથી ગુમ સગીર વયની ત્રણ બાળકીઓને શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

વલસાડ પોલીસે ઉમરગામના ખતલવાડથી ગુમ સગીર વયની ત્રણ બાળકીઓને શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસે ગુમ થયેલ બાળકો ને શોધી કાઢવાના અભિયાનમાં વધુ એક સફળતા મેળવી છે. જિલ્લાના ઉમરગામ પો.સ્ટે. વિસ્તારના ખતલવાડ ગામમાંથી 3 સગીર વયની બાળકીઓ ગુમ થઈ હતી. જેઓને અમદાવાદ ના કાલુપુર રેલવે સ્ટેશનથી શોધી કાઢી તેઓના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. શનિવારે 24મી મેં ના ગઇકાલ બપોરના 12 વાગ્યા આસપાસ ખતલવાડ ગામની ત્રણ સગીર વયની બાળકીઓ પોતાના ઘરેથી માતા પિતાને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની માતા પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જો કે બાળકીઓની કોઈ ભાળ મળી નહોતી. જેથી બાળકીઓના વાલીઓ ઉમરગામ પો.સ્ટે. ખાતે આવી વિગતવાર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને વાપી વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક, બી.એન.દવેના માર્ગદર્શન હેઠળ I/C પો.ઈન્સ એ. યુ. રોઝ, LCB વલસાડ તથા પો.ઇન્સ. પી. ...
વાપી GIDC માં આવેલ AIM કેમિકલ કંપની માં ટાંકી નો વાલ તૂટી જતાં કંપની પરિસરમાં એસીડ ના ખાબોચિયા ભરાયા

વાપી GIDC માં આવેલ AIM કેમિકલ કંપની માં ટાંકી નો વાલ તૂટી જતાં કંપની પરિસરમાં એસીડ ના ખાબોચિયા ભરાયા

Gujarat, National
વાપી GIDC માં આવેલ AIM કેમિકલ કંપની પરિસરમાં એસિડની રેલમછેલ થઈ હતી. GIDC ના 3rd ફેઝમાં પ્લોટ નંબર 1401/3 માં કાર્યરત AIM કેમિકલ કંપનીમાં એસિડ ભરેલ ટાંકી નો વાલ તૂટી જતા આ ઘટના ઘટી હતી. જેને કારણે ટાંકી માં રહેલ એસિડ કંપની પરિસરમાં ઢોળાયું હતું. કેટલુંક એસિડ કંપની બહાર પણ વહેતુ જોવા મળ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ આકસ્મિક ઘટના હોય VIA, VGEL ને તે અંગે જાણકારી આપી ઢોળાયેલ એસિડ પર તાત્કાલિક ચૂનો નાખી તેને વધુ પ્રસરતા અટકાવ્યું હતું. ઘટના અંગે વધુ મળતી વિગતો મુજબ શનિવારે સવારે આ ઘટના ઘટી હતી. Aim કેમિકલ કંપની માં કામગીરી ચાલી રહી હતી. એ અરસામાં કંપની પરિસરમાં રહેલ ટાંકી નો વાલ ખરાબ થઈ ગયો હતો. જે બાદ તે તૂટી જતા ટાંકીમાં રહેલું એસિડ બહાર નીકળવા માંડ્યું હતું. સતત બહાર નીકળતું એસિડ જોઈ કંપની સંચાલકોએ તેને વધુ પ્રસરતા રોકવાની કવાયત હાથ ધરી હતી. જો કે, એસિડ જમીનના સંપર્કમાં આવ...
UPL અને Aarti ઇન્ડસ્ટ્રીઝે joint venture (JV) આધારિત કરાર કર્યા, સ્પેશ્યલ કેમિકલ સપ્લાયમાં 50-50 ટકાની ભાગીદારી, શેર ના ભાવ ગગડતા લેવાયો નિર્ણય?

UPL અને Aarti ઇન્ડસ્ટ્રીઝે joint venture (JV) આધારિત કરાર કર્યા, સ્પેશ્યલ કેમિકલ સપ્લાયમાં 50-50 ટકાની ભાગીદારી, શેર ના ભાવ ગગડતા લેવાયો નિર્ણય?

Gujarat, National
દેશભરના કેમિકલ સેકટરમાં દિગગજ ગણાતી 2 કંપનીઓએ હાથ મિલાવ્યા છે. આ બંને કંપનીઓ એટલે UPL લિમિટેડ અને Aarti ઇન્ડસ્ટ્રીઝ છે. આ ખબર ગુરુવારે શેર બજાર બંધ થયા બાદ સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, બન્ને કંપનીઓના શેર સતત ગગડી રહ્યા હોય તેને સ્થિરતા આપવા JV આધારિત કરાર કર્યા છે. આ કરાર બન્ને કંપનીઓના સ્પેશ્યલ કેમિકલ સપ્લાય માટે કરવામાં આવ્યાં છે. વાપી, અંકેલશ્વર સહિત અન્ય ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત UPL લિમિટેડ અને Aarti Industries ના ગુરુવારે શેર બજાર બંધ થયા બાદ શેર ગગડયા હતાં. ગુરુવારે Aarti Industries Ltd ના શેર અડધો ટકો તૂટીને 626 રૂપિયા આસપાસના ભાવે બંધ થયો હતો. જ્યારે UPL Ltd ના શેર એક ટકા તૂટીને 510 રૂપિયાના ભાવ પર બંધ રહ્યો હતો. જે બાદ આ ખબર આવી હતી કે, UPL Limited અને Aarti Industries એ JV કરાર કર્યા છે. કંપનીએ આ અંગે એક્સચેન્જ ને જાણકારી આપતા જણાવ્યું છે કે, AARTI IND અને UPLએ ...
બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્યો સાથે ચેપ્ટર ‘શ્રેષ્ઠ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું

બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્યો સાથે ચેપ્ટર ‘શ્રેષ્ઠ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું

Gujarat, National
વિશ્વની સૌથી મોટા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન એવા બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વલસાડ-વાપી અને દમણ સેલવાસ ના સભ્યોની ઉપસ્થિતિમાં નવા ચેપ્ટર શ્રેષ્ઠ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દમણની ડેલ્ટીન હોટેલમાં આયોજિત આ કાર્યક્રમમાં લોન્ચ ડાયરેકટર તથા કન્સલટન્ટ અભિનવ અશોક ઠાકુરે તમામ સભ્યોને આવકાર આપ્યો હતો. નવા ચેપ્ટર થકી કઈ રીતે દરેક સભ્ય પોતાનો બિઝનેશ વધારી શકશે તે અંગેની વિગતો આપી હતી. તેમજ નવા સભ્યોના ફિલ્ડથી સૌને વાકેફ કરાવ્યા હતાં. બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) એ દુનિયાનાં 80 દેશોમાં કાર્યરત છે. ભારતમાં 130 શહેરોમાં તે 58 હજારથી વધુ સભ્યો ધરાવે છે. જે પૈકી વાપી – દમણ - સેલવાસ તથા વલસાડ મળીને લગભગ 635 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વિવિધ સર્વિસ પ્રોવાઈડર આ સંસ્થામાં જોડાયેલ છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં BNI ના 13 ચેપ્ટરો કાર્યરત છે. જેમાં છેલ્લા 6 વર્ષમાં અંદાજે 1300 કરોડનો ...
વલસાડ LCB એ ભિલાડ સરીગામ GIDCની દુકાનમાંથી ચોરી થયેલ વિમલ પાન મસાલા, તમ્બાકુના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડયા

વલસાડ LCB એ ભિલાડ સરીગામ GIDCની દુકાનમાંથી ચોરી થયેલ વિમલ પાન મસાલા, તમ્બાકુના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડયા

Gujarat, National
ગઇ તા.17/05/2024 ના ભિલાડ પો.સ્ટે.ની હદમાં આવેલ સરીગામ જી.આઇ.ડી.સી.ની દેવરાજ ટ્રેડર્સ દુકાનમાંથી રાત્રી દરમ્યાન આઇશર ટેમ્પામાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ દુકાનનું શટર તોડી દુકાનમાં રાખેલ વિમલ પાન મસાલા, તમ્બાકુના જથ્થાની ચોરી કરી નાશી ગયા હતાં. જેઓને LCB ની ટીમે ઝડપી પાડી કુલ 10.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી વલસાડની ટીમે બાતમી હકીકતના આધારે ને.હા.નં.48, વલવાડા ઓવરબ્રિજ પાસે સુરતથી મહારાષ્ટ્ર તરફ જતા રોડ ઉપરથી આરોપીઓ (1) મોહમદ કેફ મોહમદ અકીલ સીદીકી, (2) આસીફ આફાક સીદીકી (3) નિલેશ ઉર્ફે પંડીત S/O અજયકુમાર શંભુ મિશ્રાને ઝડપી પાડેલ અને ઇસમોના કબજામાંથી ટાટા ટેમ્પો નં.GJ- 15-XX-0608 કિ.રૂ.5 લાખ, મહીન્દ્રા પંઢરપુરી તમ્બાકુ તથા રાજશ્રી પાન મસાલા, તમ્બાકુ તથા વિમલ પાનમસાલાનો જથ્થો કુલ કિ.રૂ.5,43,686/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ 4 મળી કુલ્લે કિ.રૂ.10,5...