Saturday, July 27News That Matters

બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્યો સાથે ચેપ્ટર ‘શ્રેષ્ઠ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું

વિશ્વની સૌથી મોટા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન એવા બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા વલસાડ-વાપી અને દમણ સેલવાસ ના સભ્યોની ઉપસ્થિતિમાં નવા ચેપ્ટર શ્રેષ્ઠ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દમણની ડેલ્ટીન હોટેલમાં આયોજિત આ કાર્યક્રમમાં લોન્ચ ડાયરેકટર તથા કન્સલટન્ટ અભિનવ અશોક ઠાકુરે તમામ સભ્યોને આવકાર આપ્યો હતો. નવા ચેપ્ટર થકી કઈ રીતે દરેક સભ્ય પોતાનો બિઝનેશ વધારી શકશે તે અંગેની વિગતો આપી હતી. તેમજ નવા સભ્યોના ફિલ્ડથી સૌને વાકેફ કરાવ્યા હતાં.

બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) એ દુનિયાનાં 80 દેશોમાં કાર્યરત છે. ભારતમાં 130 શહેરોમાં તે 58 હજારથી વધુ સભ્યો ધરાવે છે. જે પૈકી વાપી – દમણ – સેલવાસ તથા વલસાડ મળીને લગભગ 635 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વિવિધ સર્વિસ પ્રોવાઈડર આ સંસ્થામાં જોડાયેલ છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં BNI ના 13 ચેપ્ટરો કાર્યરત છે. જેમાં છેલ્લા 6 વર્ષમાં અંદાજે 1300 કરોડનો બિઝનેસ BNI ના સભ્યો વચ્ચે થયો છે. આજથી શરૂ થયેલ નવા 40 સભ્યો સાથે નવા ચેપ્ટર “શ્રેષ્ઠ” નું લોન્ચીંગ કરવામાં આવ્યું છે.

હોટેલ ડેલ્ટીન માં આયોજિત BNI ‘શ્રેષ્ઠ’ ચેપ્ટરના લોન્ચીંગમાં ભારતના ડીસ્ટ્રીકટ ડીરેકટર સાગર તન્ના, વાપી-વલસાડના એરિયા ડીરેકટર હેમંત પંતજી, લોન્ચ ડાયરેકટર તથા કન્સલટન્ટ અભિનવ અશોક ઠાકુર, લોન્ચ એમ્બેસેડર શિલ્પા શાહ, સપોર્ટ ડીરેકટર કન્સલટન્ટ મેહુલ મિસ્ત્રી અને સપોર્ટ એમ્બેસેડર એ.એમ.બાલાજી સહિત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તમામે પોતાના બિઝનેસની વિગતો આપી તેની પ્રોડકટથી અન્ય સભ્યોને વાકેફ કર્યા હતાં.

BNI ની કાર્યપધ્ધતિ અંગે ડીસ્ટ્રીકટ ડીરેકટર સાગર તન્ના અને વાપી-વલસાડના એરિયા ડીરેકટર હેમંત પંતજીએ જણાવ્યું હતું. BNI ની અમેરિકામાં 40 વર્ષ પહેલા શરૂઆત થઈ હતી. વાપી વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલી માં પ્રથમ ચેપ્ટરની શરૂઆત 2018 માં થઈ હતી, તે વખતે માત્ર 35 સભ્યોથી શરૂઆત થઈ હતી. જે આજે 635 સભ્યો સુધી પહોંચ્યા છે.

ભારતમાં BNI ની શરૂઆત 20 વર્ષ પહેલા થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 58584 સભ્યો જોડાયેલા છે. કુલ 130 શહેરોમાં 1210 ચેપ્ટરો કાર્યરત છે. જેમાં છેલ્લા 12 મહિનામાં જ અંદાજે 38000 કરોડનો બિઝનેસ થયો છે. BNI ની ખુબી એ છે કે, દુનિયા આખીમાં જોડાયેલા તમામ સભ્યો અંદરોઅંદર એકબીજા ના રેફરલ થકી બિઝનેસ કરે છે.

ભારતના તમામ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે જેમ સરકાર પ્રોત્સાહિત કરે છે. તેવા જ વિઝન સાથે BNI સંસ્થા કાર્યરત છે. તેમાં જોડાયેલા તમામ લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગપતિઓ, સર્વિસ પ્રોવાઈડરો, મેન્યુફેકચરીંગના લોકો એકબીજાને તેમના બિઝનેસના વિકાસ માટે મદદ કરીને ભારતના વિકાસમાં તેમનો મહત્વનો સિંહફાળો આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, BNI “શ્રેષ્ઠ’ ચેપ્ટરના લોન્ચીંગ દરમ્યાન આપેલી વિગતો મુજબ BNI ગ્રુપ વાપી, વલસાડ, દમણ, સેલવાસમાં એન્ટરપ્રિન્યોર ને નવી તકો પ્રદાન કરે છે. જેના થકી તેવો સારો બિઝનેસ કરી શકે છે. ગત મહિને 42 કરોડનો બિઝનેસ થયો છે. ગત વર્ષે 350 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ નવા ચેપ્ટર ના લોન્ચ પહેલા જ દોઢ કરોડનો બિઝનેસ કર્યો છે. જો કે, વાપી, વલસાડ, દમણ સેલવાસ ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાય છે. પરંતુ મોટાભાગના એકમો મુંબઈમાં હેડ ઓફિસ ધરાવે છે. એટલે મુંબઈ માં BNI ના 5000 સભ્યો છે. આગામી દિવસોમાં વાપી-વલસાડ દમણ સેલવાસ ચેપ્ટર હેઠળ વધુ માં વધુ સભ્યો BNI સાથે જોડાય તે દિશામાં પણ પ્રયાસ કાર્યરત કર્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *