Saturday, July 27News That Matters

UPL અને Aarti ઇન્ડસ્ટ્રીઝે joint venture (JV) આધારિત કરાર કર્યા, સ્પેશ્યલ કેમિકલ સપ્લાયમાં 50-50 ટકાની ભાગીદારી, શેર ના ભાવ ગગડતા લેવાયો નિર્ણય?

દેશભરના કેમિકલ સેકટરમાં દિગગજ ગણાતી 2 કંપનીઓએ હાથ મિલાવ્યા છે. આ બંને કંપનીઓ એટલે UPL લિમિટેડ અને Aarti ઇન્ડસ્ટ્રીઝ છે. આ ખબર ગુરુવારે શેર બજાર બંધ થયા બાદ સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, બન્ને કંપનીઓના શેર સતત ગગડી રહ્યા હોય તેને સ્થિરતા આપવા JV આધારિત કરાર કર્યા છે. આ કરાર બન્ને કંપનીઓના સ્પેશ્યલ કેમિકલ સપ્લાય માટે કરવામાં આવ્યાં છે.

વાપી, અંકેલશ્વર સહિત અન્ય ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત UPL લિમિટેડ અને Aarti Industries ના ગુરુવારે શેર બજાર બંધ થયા બાદ શેર ગગડયા હતાં. ગુરુવારે Aarti Industries Ltd ના શેર અડધો ટકો તૂટીને 626 રૂપિયા આસપાસના ભાવે બંધ થયો હતો. જ્યારે UPL Ltd ના શેર એક ટકા તૂટીને 510 રૂપિયાના ભાવ પર બંધ રહ્યો હતો. જે બાદ આ ખબર આવી હતી કે, UPL Limited અને Aarti Industries એ JV કરાર કર્યા છે.

કંપનીએ આ અંગે એક્સચેન્જ ને જાણકારી આપતા જણાવ્યું છે કે, AARTI IND અને UPLએ JV બનાવી છે. આ જોઈન્ટ વેન્ચરમાં AARTI IND અને UPL ની 50-50 % ભાગીદારી છે.

આ JV કરાર આધારે કારોબારી 2026-27 ના પહેલા ત્રિમાસિક થી શરૂ થશે. JV આધારિત કર્મશિયલ સપ્લાયમાં વાર્ષિક 400 થી 500 કરોડ રૂપિયાની આવક થશે તેવી આશા સેવી છે.

ઉલ્લેખનીય છે કે, UPL કંપનીના શેર લાંબા સમયથી ઘટી રહ્યા છે. જાન્યુઆરીથી 23 મે, 2024 સુધી સ્ટોકમાં 13 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષમાં સ્ટોક 25 ટકા ઘટ્યો છે. આ ઘટાડો ત્રણ વર્ષમાં 30 ટકાથી વધુ રહ્યો છે. જ્યારે આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેર પણ લાંબા સમયથી ઘટી રહ્યા છે. જાન્યુઆરીથી 23 મે, 2024 સુધી સ્ટોકમાં 4 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ત્રણ વર્ષમાં 25 ટકાથી વધુ રહ્યો છે. જે બાદ બન્ને કંપનીના સ્પેશ્યલ કેમિકલ સપ્લાય માં ભાગીદારી નક્કી કરી આ JV કરાર કરવામાં આવ્યું હોવાનું મનાય રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *