Friday, October 18News That Matters

Month: December 2023

લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા દ્વારા “Space party” નું ભવ્ય આયોજન કરાયું

લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા દ્વારા “Space party” નું ભવ્ય આયોજન કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશન શાળામાં દ્વારા "space party"ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ Space party માં ખગોળશાસ્ત્રીએ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આધુનિક ટેલિસ્કોપ યંત્ર દ્વારા ચંદ્રગ્રહને બતાવ્યો હતો. એના સિવાય ઝયુપીટર ગ્રહ અને તારાઓ ટેલિસ્કોપ દ્વારા બતાવ્યા હતા. ચન્દ્ર તેમજ બીજા ગ્રહો વિશેની વિવિધ માહિતીઓ આપી અને તેના વિશેની ચર્ચા પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ space party નો આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓના વાલીઓએ આ કાર્યક્રમના આયોજન, પ્રોત્સાહન અને સફળતા અપાવનાર શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરાનો તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ...
વાપીમાં પોલીસની બોર્ડર કોન્ફરન્સ, વલસાડ સહિત 6 જિલ્લામાં બનતા ગુન્હાઓને ડામવા એક્શન પ્લાન પર ચર્ચા

વાપીમાં પોલીસની બોર્ડર કોન્ફરન્સ, વલસાડ સહિત 6 જિલ્લામાં બનતા ગુન્હાઓને ડામવા એક્શન પ્લાન પર ચર્ચા

Gujarat, National
દેશના પ્રધાનમંત્રી દ્વારા ભારતના વિવિધ રાજ્યના DGPઓની યોજવામાં આવેલ કોન્ફરન્સમાં પડોશી રાજ્યના બોર્ડરના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત અભ્યાસ કરી કામગીરી કરવાનું સૂચન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાય તથા સુરત રેન્જના IGP વાબાંગ ઝમીરની સૂચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં પડોશી રાજ્યોની પોલીસ સાથે સંયુક્ત કામગીરી અંગેના અભ્યાસ માટે બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ખાતે 27મી ડિસેમ્બર 2023ના યોજવામાં આવેલ આ કોન્ફરન્સમાં પાલઘર, નાસિક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ-6 જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો વચ્ચે એકબીજા સાથે સહકારથી કામગીરી કરવામાં આવે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. કોન્ફરન્સમા...
ઉમરગામના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 3,34000 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો

ઉમરગામના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 3,34000 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. આ ચોરીના ગુનાનો ભેદ ઉમરગામ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેમજ ચોરીમાં ગયેલ 3,34000 રૂપિયાના મુદ્દામાલ સાથે મોહમદ સાહીલ મોબીનખાન નામના યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ગત 20મી ડિસેમ્બર 2023 થી 24/12/2023 દરમ્યાન એક બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેથી ઉમરગામ પો.સ્ટે.ને ગુનો નોંધાયેલ હતો. જે અનુસંધાને પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે, વાપી વિભાગ, વાપીના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વી. ડી. મોરી ઉમરગામ પો.સ્ટે.ની રાહબારી હેઠળ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સારૂં તપાસ શરૂ કરવામાં આવેલ. જે અન્વયે પો.કો.વાલજીભાઈ મેરામભાઈ તથા પો.કો. પિયુષકુમાર મહેન્દ્રભાઇને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે ઉમરગામ ગાંધીવાડી ...
મકાન વિહોણી ચાલતી આંગણવાડી કેન્દ્ર અંગેના અહેવાલ બાદ ICDS વિભાગ જાગ્યું, મકાનની વ્યવસ્થા માટે CDPOનો આદેશ

મકાન વિહોણી ચાલતી આંગણવાડી કેન્દ્ર અંગેના અહેવાલ બાદ ICDS વિભાગ જાગ્યું, મકાનની વ્યવસ્થા માટે CDPOનો આદેશ

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 50થી વધુ આંગણવાડીઓનું મકાન સંકલનના અભાવે કે વિવાદમાં બન્યા નથી. આવા સંજોગોમાં બાળકોને વૃક્ષ નીચે કે કોઈક બીજાના મકાનના ઓટલે અભ્યાસ કરાવાય છે. આ વર્ષોથી દયાજનક સ્થિતિમાં ચાલતી આંગણવાડી કેન્દ્રનો અહેવાલ ઔરંગા ટાઈમ્સ અને સ્થાનિક દૈનિક અખબારમાં છપાયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો સહિત અનેક ગામોમાં સામાન્ય કારણોથી આંગણવાડી કેન્દ્રના મકાન નહિ બનતા વૃક્ષના નીચે આંગણવાડીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેટલીક આંગણવાડી 15 વર્ષથી પણ વધુ સમયથી બીજાના ઓટલે ચલાવવામાં આવી રહી છે. તો કેટલીક આંગણવાડી કેન્દ્ર ભાડેના મકાનમાં આંગણવાડી વર્કરો સ્વખર્ચે ચલાવવા માટે મજબુર બન્યા છે. સંજાણ જેવા ગામોમાં પણ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. લાખોના ખર્ચે મકાન નિર્માણ થયા બાદ પણ સામાન્ય વિવાદના કારણે મકાનનો ઉપયોગ થયો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી...
ઉમરગામ તાલુકાના નરગોલ ખાતે ભંડારી સમાજ નારગોલ દ્વારા વાર્ષિક રમતોત્સવ યોજાયો

ઉમરગામ તાલુકાના નરગોલ ખાતે ભંડારી સમાજ નારગોલ દ્વારા વાર્ષિક રમતોત્સવ યોજાયો

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નરગોલ ગામે ભંડારી સમાજ નારગોલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25મી ડિસેમ્બરના રોજ વાર્ષિક રમતોત્સવ તેમજ સમાજ સંમેલન યોજાયું હતું. ભંડારી સમાજ નારગોલના પ્રમુખ યતીનભાઇ ભંડારીના નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઇ યુવાનો માતા બહેનોએ ભાગ લીધો હતો. સમગ્ર રમતગમત સ્પર્ધાનું સંચાલન ભંડારી સમાજ નારગોલ રમતગમત સમિતિના અધ્યક્ષ જયપ્રકાશ ભંડારીએ તેમની ટીમ સાથે કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આગામી 14 જાન્યુઆરીના રોજ ભંડારી સમાજ નારગોલના વાર્ષિક અધિવેશનમાં તમામ વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ નિમિત્તે લોટસ હોસ્પિટલ વલસાડ દ્રારા ભંડારી સમાજ નારગોલ સાંસ્કૃતિક ભવન જગદંબાધામ ખાતે વિનામૂલ્ય મેડિકલ કેમ્પનું આયોજન પણ કર્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનો લીધો હતો. ...
ઉમરગામ તાલુકામાં આંગણવાડીના બાળકોનું ભવિષ્ય આંગણામાં, બાળકોને ઓટલા પર વૃક્ષ નીચે બેસાડવામાં આવે છે

ઉમરગામ તાલુકામાં આંગણવાડીના બાળકોનું ભવિષ્ય આંગણામાં, બાળકોને ઓટલા પર વૃક્ષ નીચે બેસાડવામાં આવે છે

Gujarat
વલસાડ જિલ્લાના મરગામ તાલુકાના અનેક ગામોમાં 50થી વધુ આંગણવાડી કેન્દ્રના મકાનો જમીન નહીં હોવાના કારણે બન્યા નથી. બાળકો વૃક્ષ નીચે કે હંગામી વ્યવસ્થામાં ભણી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં કુલ 409 થી વધુ આંગણવાડી આવેલી છે. જે પૈકી અનેક આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરીત સ્થિતિમાં છે. તો કેટલીક આંગણવાડીના મકાન મંજૂર થયેલ હોવા છતાં જમીનની સમસ્યાને તથા અન્ય સામાન્ય કારણોસર બન્યા નથી તાલુકામાં વર્ષોથી 50 થી વધુ આંગણવાડી કેન્દ્રો વૃક્ષ નીચે કે અન્ય હંગામી વ્યવસ્થા હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે. અનેક આંગણવાડીના મકાન માટે ગ્રાન્ટ મંજૂર થવા છતાં જમીન ટાઇટલ અથવા સ્થાનિક કક્ષાએ સામાન્ય બાબતો સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ અને તંત્ર રસ નહીં દાખવતા આંગણવાડીના નિર્દોષ બાળકો દૈનિય પરિસ્થિતિમાં ભણી રહ્યા છે. આંગણવાડી કેન્દ્રના મકાનના અભાવે આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોને ભણાવવા માટ...
वापी में नेशनल एन्टी करप्शन एण्ड ओपरेशन कमिटी ऑफ इंडिया (NACOCI) द्वारा कार्यशाला और पत्रकार सन्मान समारोह का आयोजन

वापी में नेशनल एन्टी करप्शन एण्ड ओपरेशन कमिटी ऑफ इंडिया (NACOCI) द्वारा कार्यशाला और पत्रकार सन्मान समारोह का आयोजन

Gujarat, Most Popular, National, Science & Technology
दिनांक 24/12/2023 रविवार को नेशनल एन्टी करप्शन एण्ड ओपरेशन कमिटी ऑफ इंडिया द्वारा एक कार्यशाला और अंतरराष्ट्रीय मीडिया महासंघ के तत्वावधान में पत्रकार सन्मान समारोह का आयोजन किया गया। वलसाड के एंटी करप्शन चीफ डी एन वसावा की उपस्थिति में आयोजित इस कार्यक्रम में महाराष्ट्र, सूरत, दमन, वापी और बलसाड़ गुजरात के पदाधिकारियों ने भ्रष्टाचार के खिलाफ़ अपने अपने विचार व्यक्त किए। कार्यशाला एवं सन्मान समारोह में उपस्थित एन्टी करप्शन चीफ वलसाड डी. एन. वसावा ने संस्था को अपना पूरा सहयोग प्रदान करने का पूरा आश्वासन दिया। जिसके कारण पदाधिकारियों में एक नई ऊर्जा का संचार हुआ। कार्यक्रममें लगभग 15 अखबार, न्यूज़ चैनल, वेबसाइट, यूट्यूब के पत्रकारों को विशेष आमंत्रित किया गया था। जिसे उपस्थित महानुभावो के हाथों शील्ड और अंग वस्त्र से सम्मानित किया गया। इसी क्रम में नेशनल एन्टीकरेप्शन एण्ड ऑपरेशन कमेटी आफ इ...
વાપીમાં શિવસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ ની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાનો પદનિયુક્તિ કાર્યક્રમ યોજાયો

વાપીમાં શિવસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ ની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાનો પદનિયુક્તિ કાર્યક્રમ યોજાયો

Gujarat, National
રવિવારે વાપીમાં શિવસેના કાર્યાલય ખાતે જિલ્લાના વિવિધ પદ માટે પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પહેલા સર્કિટ હાઉસથી શિવસેના કાર્યાલય સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કાર્યાલય ખાતે દીપ પ્રાગટય કરી વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા પદ નિયુક્તિ માટેના નામોની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વાપી શહેર પ્રમુખ, વલસાડ જિલ્લા ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા. આ પદ નિયુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિવસેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સતીશ પાટિલે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા સંગઠનને મજબૂત બનાવી આગળ ધપવાના ઉદેશ્ય સાથે વલસાડ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ પદ નિયુક્તિનો કાર્યક્રમ યોજાયો છે. શિવસેના ને ગુજરાતમાં મજબૂત કરવા વિશેષ આયોજન હાથ ધરાયું છે...
લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા ભવ્ય “Maker’s Fiesta” ની ઊજવણી કરાઈ

લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા ભવ્ય “Maker’s Fiesta” ની ઊજવણી કરાઈ

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશન શાળા,લક્ષ્મી ગ્લોબલ શાળા અને લક્ષ્મી પ્રી-પ્રાઈમરી શાળા દ્વારા તારીખ 23, ડિસેમ્બર-2023 ના "Maker's Fiesta"(આનંદ મેળા)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ Maker's Fiesta માં ફોટોગ્રાફી ક્લબ, IT ક્લબ, MUN ક્લબ, વિજ્ઞાન ક્લબ,ઈકો ક્લબ, સમાજવિદ્યા ક્લબ, ગણિત કલબ, ડ્રોઈંગ ક્લબ, ડાન્સ ક્લબ, બિઝનેસ ક્લબ, કુકરી ક્લબ, રમત-ગમત ક્લબ તેમજ વિવિધ ક્લબના વિદ્યાર્થીઓની કૌશલયુક્ત શક્તિને બહાર લાવી એમની મહેનત દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓ અને પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ગેમ્સ અને લાઈવ પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું હતું. આ Maker's Fiesta ની આશરે 2000 જેટલા વાલીઓએ મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ,વિવિધ પ્રવૃત્તિઓને નિહાળી આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમના આયોજનને પ્રોત...
ટુકવાડા સ્થિત Podar International Schoolમાં પ્રાચીન સંગીતને ઉજાગર કરતી થીમ સાથે 8મો Annual Day ઉજવાયો

ટુકવાડા સ્થિત Podar International Schoolમાં પ્રાચીન સંગીતને ઉજાગર કરતી થીમ સાથે 8મો Annual Day ઉજવાયો

Gujarat, National
વાપી નજીક ટુકવાડા ગામમાં આવેલ Podar international School ખાતે શુક્રવારે શાળાનો 8મો Annual Day ઉજવાયો હતો. When the Music Went Missing થીમ પર આયોજિત આ વર્ષીકોત્સવમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વિવિધ સંસ્થાના આગેવાનો, અન્ય શાળાના પ્રિન્સિપાલ, પોલીસ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓ સમક્ષ શાળાના 800 વિદ્યાર્થીઓએ ગીત-સંગીતના તાલે પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. આ એન્યુઅલ ડે અંગે શાળાના પ્રિન્સિપાલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શાળાનો આ 8મો એન્યુઅલ ડે હતો. જેમાં શાળાના તમામ 800 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. શાળામાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ ચાલે છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ રસ લે તેવા પ્રયાસ કરાય છે. આ વર્ષે જે થીમ પસંદ કરવામાં આવી હતી. તે આપણી પ્રાચીન સંગીત અને સંગીત વાધ્યો પર હતી. આજના ઘોંઘાટમય વાતાવરણમાં જૂનું એ પ...