Saturday, July 27News That Matters

ટુકવાડા સ્થિત Podar International Schoolમાં પ્રાચીન સંગીતને ઉજાગર કરતી થીમ સાથે 8મો Annual Day ઉજવાયો

વાપી નજીક ટુકવાડા ગામમાં આવેલ Podar international School ખાતે શુક્રવારે શાળાનો 8મો Annual Day ઉજવાયો હતો. When the Music Went Missing થીમ પર આયોજિત આ વર્ષીકોત્સવમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વિવિધ સંસ્થાના આગેવાનો, અન્ય શાળાના પ્રિન્સિપાલ, પોલીસ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓ સમક્ષ શાળાના 800 વિદ્યાર્થીઓએ ગીત-સંગીતના તાલે પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.

આ એન્યુઅલ ડે અંગે શાળાના પ્રિન્સિપાલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શાળાનો આ 8મો એન્યુઅલ ડે હતો. જેમાં શાળાના તમામ 800 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. શાળામાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ ચાલે છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ રસ લે તેવા પ્રયાસ કરાય છે. આ વર્ષે જે થીમ પસંદ કરવામાં આવી હતી. તે આપણી પ્રાચીન સંગીત અને સંગીત વાધ્યો પર હતી. આજના ઘોંઘાટમય વાતાવરણમાં જૂનું એ પ્રાચીન અને કર્ણપ્રિય સંગીત લુપ્ત થયું છે. આ ઓરીજનલ સંગીત અને તેના વધ્યો થી તમામ લોકો પરિચિત થાય તેવા ઉદેશયથી બાળકો પાસે એ થીમ પર નૃત્ય અને નાટકો કરાવ્યા હતાં.

આ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓઓના વાલીઓ, શાળાના વિદ્યાર્થીઓ સૌ કોઈએ ઉત્સાહભેર આ એન્યુઅલ ડે ને માણ્યો હતો. એન્યુઅલ ડે માં શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું અને તેના માતાપિતાનું સન્માન કરાયું હતું. તો, એન્યુઅલ ડે ને સફળ બનાવવા મહેનત કરનાર શાળાના તમામ શિક્ષકો નું પણ સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનો શાળાઓમાં વર્ષોકોત્સવ ની ઉજવણીનો મહિનો મનાય છે. મોટાભાગની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આ મહિનાના અંત સુધીમાં એન્યુઅલ ડે ની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. જેમાં શાળાના વાર્ષિક રિપોર્ટ રજૂ કરવા ઉપરાંત સમાજ ઘડતરનો ઉત્તમ સંદેશ આપતી થીમ પર વિશેષ કાર્યક્રમ યોજાય છે. ડાન્સ, નાટક, સહિતના આકર્ષણ ઉભા કરી બાળકોમાં રહેલી પ્રતિભાના દર્શન કરાવાય છે. આવો જ સરાહનીય પ્રયાસ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો દ્વારા કરાયો હતો.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *