ટુકવાડા સ્થિત Podar International Schoolમાં પ્રાચીન સંગીતને ઉજાગર કરતી થીમ સાથે 8મો Annual Day ઉજવાયો
વાપી નજીક ટુકવાડા ગામમાં આવેલ Podar international School ખાતે શુક્રવારે શાળાનો 8મો Annual Day ઉજવાયો હતો. When the Music Went Missing થીમ પર આયોજિત આ વર્ષીકોત્સવમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વિવિધ સંસ્થાના આગેવાનો, અન્ય શાળાના પ્રિન્સિપાલ, પોલીસ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓ સમક્ષ શાળાના 800 વિદ્યાર્થીઓએ ગીત-સંગીતના તાલે પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.
આ એન્યુઅલ ડે અંગે શાળાના પ્રિન્સિપાલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શાળાનો આ 8મો એન્યુઅલ ડે હતો. જેમાં શાળાના તમામ 800 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. શાળામાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ ચાલે છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ રસ લે તેવા પ્રયાસ કરાય છે. આ વર્ષે જે થીમ પસંદ કરવામાં આવી હતી. તે આપણી પ્રાચીન સંગીત અને સંગીત વાધ્યો પર હતી. આજના ઘોંઘાટમય વાતાવરણમાં જૂનું એ પ...