વાપી જી.આઇ.ડી.સી. ગુંજન વિસ્તારમાં પાથરણા કરી ધંધો કરતા લોકો પાસે પરેશ ઉર્ફે પવનકુમાર ઠાકોરભાઇ પટેલ ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવતો હોય અને છેલ્લા ચાર વર્ષથી માસીક રૂ.500, તથા રૂ. 1000/- તથા રૂ. 2500- હપ્તાની રકમ બળજબરીથી ઉઘરાવતા વેપારીઓએ વાપી ઉધોગનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ આપી હતી. જે બાદ GIDC પોલીસે આરોપીની ધડપકડ કરી પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વાપી જી.આઇ.ડી.સી. ગુંજન સુર્યા હોસ્પીટલની સામે જયસ્વાલ ડાયનીંગ હોલની સામે ખુલ્લી જગ્યામાં ખાટલા તેમજ લારી પાથરણા કરી ધંધો કરતા લોકોને આરોપી પરેશ ઉર્ફે પવનકુમાર ઠાકોરભાઇ પટેલ રહે. વાપી જી.આઇ.ડી.સી. એલ.આઇ.જી.-1 રૂમ નં. 38 બીજો માળ તા.વાપી જી.વલસાડ મુળરહે. માલવણ ગામ વાસી ફળીયા તા.જી.વલસાડ નાનો ઈ.સ. 2018 થી ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવતો હોય અને છેલ્લા ચાર વર્ષથી માસીક રૂ.500, તથા રૂ. 1000/- તથા રૂ. 2500- હપ્તાની રકમ બળજબરીથી ઉઘરાવતા આ કામના ફરીયાદી તથા તેની સાથે અન્ય બીજા વેપારીઓએ વાપી ઉધોગનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ આપતા ખંડણી ઉઘરાવવાનો ગુનો વાપી ઉધોગનગર પો.સ્ટે.માં દાખલ થયાના ગણતરીના કલાકમા આરોપીની ધડપકડ કરી આરોપીને પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા દ્વારા નાનો ધંધો કરનાર લારી- ગલ્લા તથા પાથરણા વાળા પાસેથી કોઈ ખંડણી ઉઘરાવતુ હોય કે કોઈ અસામાજીક તત્વો હેરાન પરેશાન કરી પૈસા ઉઘરાવતા હોય તો તેવા તત્વો ઉપર અસરકારક કામગીરી કરવા સારૂ સુચના આપી હતી. જેથી બી.એન.દવે નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ વાપી તથા વી. જી. ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર વાપી ઉધોગનગર પો.સ્ટે. નાએ આવા તત્વો શોધી કાઢવા અને નાનો ધંધો કરનાર નિર્ભય રીતે ધંધો કરી શકે તેમજ કોઈ પણ જાતના ડર વગર ફરીયાદ આપી શકે તે માટે માર્કેટ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી તેમજ ગુંજન ચોકી ખાતે મીટીંગ કરી જરૂરી સમજ આપેલ હોય.
જાહેર જનતા અપીલ…….
લારી ગલ્લા કે પાથરણા વાળા પાસેથી કોઈ અસામાજીક તત્વો હેરાન પરેશાન કરી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવતુ હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ છે..
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી…..
સદર કામગીરી (1) પો.સ.ઈ.શ્રી. જે.આઈ.પરમાર (2) એ.હે.કો. શૈલેષ ઓધવજીભાઇ (3) અ.પો.કો. ત્રીકમભાઈ શામજીભાઈ (4) અ.પો.કો. ચેતનસિંહ લક્ષ્મણસિંહ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ.
yandanxvurulmus.EC0Bk2Sdmdj4