દમણમાંથી દારૂ ઢીંચી ગુજરાતમાં સરકારના નવા કાયદાનો વિરોધ કરવા આવેલા ચાલકે વીજ પોલમાં કન્ટેઇનર ટ્રક અથડાવતા અંધારપટ
વાપી ના ચલામાં ગત રાત્રે દમણથી દારૂ ઢીંચીને આવેલા એક ટ્રક ચાલકે ગુજરાત પોલીસ સાથે બબાલ કર્યા બાદ એક વીજ પોલ સાથે ટ્રક અથડાવી દેતા કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
ઘટના અંગે મળતી વિગતો મુજબ 30 મી ડિસેમ્બરે શનિવારે રાત્રે 8:30 વાગ્યે વાપી ટાઉન પોલીસ વાપી દમણ રોડ પર ડાભેલ ચેકપોસ્ટ નજીક દારૂડિયાઓને પકડવાની ઝુંબેશ ચલાવી રહી હતી. તે સમયે એક કન્ટેનર ટ્રક ચાલક દમણ તરફથી આવી ચેકપોસ્ટ આગળ ટ્રક થોભાવી દીધી હતી. જેને પરત જવા પોલીસ જવાનોએ જણાવતા દારૂ પીધેલી હાલતમાં રહેલા ટ્રક ચાલકે સૌ પ્રથમ હાલમાં જ સરકારે અકસ્માત પર નવા કાયદા સાથેનું બિલ સંસદમાં પસાર કર્યું છે. તેનો વિરોધ કરવાનો છે તેવું જણાવી પોલીસ જવાનો અને અન્ય વાહન ચાલકો સાથે બોલાચાલી કરી હતી. જે બાદ પોલીસ જવાનોએ રોડ પરથી ટ્રક ને હટાવવા બળ પ્રયોગ કરતા ટ્રક ચાલક ટ્રક લઈને ભાગ્યો હતો. જેમાં ચલા વિસ્તારમાં એક GEB ના પોલ સાથે ટ્રક અથડાવી દેતા આ...