Impact of the report:- ન્યુ ઉમરગામ સ્ટેશનના સ્થાને મુકાયેલ ન્યુ ઘોલવડનું બોર્ડ હટાવી DFCCIL-રેલવે વિભાગે ન્યુ ઉમરગામ સ્ટેશનનું બોર્ડ લગાવ્યું
Report:- Meroo Gadhvi, Auranga Times
ગુજરાતના વિકાસમાં DFCCIL પ્રોજેકટની મહત્વતાને ધ્યાને લઇ 12મી માર્ચે દેશના વડાપ્રધાન અમદાવાદથી સ્ટેશનનું ઉદ્દઘાટન અને 4 ટ્રેનને લીલીઝંડી આપવાના છે. જો કે DFCCIL પ્રોજેકટ હેઠળ જ્યાં, ન્યુ ઉમરગામ સ્ટેશનનું પાટિયું હોવું જોઈએ એ સ્થળે ન્યુ ઘોલવડ સ્ટેશનું પાટિયું લાગી ગયું હતું. જે અંગે ઉમરગામના સિનિયર જર્નલિસ્ટ એ. ડી. ભંડારીએ વિસ્તૃત કન્ટેન્ટ પ્રસારિત કરી DFCCIL ના અધિકારીઓ, રેલવે વિભાગ અને સ્થાનિક નેતાઓનું ધ્યાન દોર્યું હતું. તો, આ અંગે Auranga Times વેબ પોર્ટલ પર પણ વિસ્તૃત કન્ટેન્ટ પ્રસારિત કરાયેલ જેની નોંધ રેલવે વિભાગે લીધી છે.
આ સ્ટેશન ગુજરાતના વલસાડ માં આવેલ ઉમરગામના નામથી ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન યાર્ડ તરીકે જ ઓળખાશે અહીં અગાઉ લગાવેલ મહારાષ્ટ્રના ઘોલવડ સ્ટેશનના ન્યુ ઘોલવડ સ્ટેશનનું પાટિયું ઉતારી લેવાયું છે. 12મી માર્ચના સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા DF...