Tuesday, January 28News That Matters

Gujarat

દમણમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ 2 માસૂમ બાળકોને 4થા માળેથી ફેંકી દેતા બન્ને બાળકોના કમકમાટીભર્યા મોત…!

દમણમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ 2 માસૂમ બાળકોને 4થા માળેથી ફેંકી દેતા બન્ને બાળકોના કમકમાટીભર્યા મોત…!

Gujarat, National
દમણના દલવાડા કોસ્ટગાર્ડ એર સ્ટેશન નજીક આવેલ તટ રક્ષક વિહારના ચોથા માળેથી જમીન પર પટકાયેલ બે બાળકોના કરુંણ મોત નિપજ્યા છે. પોલીસ તપાસમાં બન્ને બાળકોના માતાપિતા વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં માતાએ બન્ને બાળકોને ચોથા માળની બાલ્કનીમાંથી ફેંકી દીધા હતાં. આ ઘટના બાદ દમણ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના અંગે દમણ પોલીસે વિગતો આપી છે કે, 21 જાન્યુઆરી 2025 ના રોજ, લગભગ મોટી દમણના CHCમાંથી એક ફોન આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે બે બાળકો એક બિલ્ડીંગના ચોથા માળેથી પડી ગયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારીઓ મોટી દમણના CHC પહોંચ્યા હતાં. જ્યાં બંને બાળકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. બન્ને બાળકો એકબીજાના સગા ભાઈ હતા, બંને બાળકો TRV (તટરાક્ષક વિહાર) દલવાડા, નાની દમણના રહેવાસી હતા. જેમના મોત નિપજાવવા બદલ બંને બાળકોની માતા સીમા યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103 હેઠળ ક...
મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી

મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી

Gujarat, National
મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા છે. આ અંગે કચિગામ પોલીસ મથકના SHO શશીકુમાર સિંગ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 9મી જાન્યુઆરી થી 14મી જાન્યુઆરી દરમ્યાન અલગ અલગ ત્રણ મહિલાઓએ કચિગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બે અજાણ્યા શખ્સોએ હિપ્નોટિઝમનો અને દૈવી શક્તિના આડંબરનો ઉપયોગ કરી તેઓના સોનાના કિંમતી દાગીના પડાવી લીધા છે. આ ત્રણેય ઘટનાની ગંભીર નોંધ લઈ દમણ SP કેતન બંસલના દિશાનિર્દેશમાં કચિગામ પોલીસ મથકના SHO શશી કુમાર સિંઘના નેતૃત્વ હેઠળ વિવિધ પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને UP ના Ghaziabadથી ઇરફાન સાકીર અહમદ અને શિકલ ઉર્ફે શેરખાન ઉર્ફે મેલુ પરવીનની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ઓટો ડ્રાઈવર રાધેકુમ...
અરે..રે..! એક દિવસ પહેલા જ લગાવેલ Height barrierનો Concrete mixer truckના ડ્રાયવરે વાળી નાખ્યો કચ્ચરઘાણ…!

અરે..રે..! એક દિવસ પહેલા જ લગાવેલ Height barrierનો Concrete mixer truckના ડ્રાયવરે વાળી નાખ્યો કચ્ચરઘાણ…!

Gujarat, National
વાપી નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર 48(NH/48) પર છરવાડા અન્ડરપાસ ના સર્વિસ રોડ પર લગાવેલ Height barrierમાં Concrete mixer truck ફસાઈ જતા આ હાઈટ બેરીયરને નુકસાન પહોંચ્યું છે. નવાઈની વાત એ છે કે, આ સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર અટકાવવા એક દિવસ પહેલા જ આ બેરીયરનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું. સોમવારે 11 વાગ્યા આસપાસ GJ05-BU-6664 નંબરના Ultratech Cement ના Concrete mixer truckના ડ્રાયવરે આ બેરીયર નીચેથી ટ્રક પસાર કરવાનું ખોટું સાહસ ખેડયું હતું. જેમાં મિક્સરનો કેટલોક ભાગ બેરીયર સાથે અથડાઈ જતા બેરીયર તેમાં ફસાઈ ગયુ હતું અને નીચે પાયામાંથી જ ઉખડી ગયું હતું. આ ઘટનાની જાણકારી મળતા વલસાડ જિલ્લા ટ્રાફિકના અધિકારી કે. ડી. પંત સહિત ટ્રાફિક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ટ્રાફિકને અવરોધ ઉભો ના થાય એ માટે તાત્કાલિક ક્રેન મંગાવી Concrete mixer truck માં ફસાયેલ Height barrierના હિસ્...
Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથે વાપીના 2 યુવાનોની Mission RAMathon, વાપી થી અયોધ્યા સુધીના 1500 કિલોમીટરની લગાવશે દોડ…!

Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથે વાપીના 2 યુવાનોની Mission RAMathon, વાપી થી અયોધ્યા સુધીના 1500 કિલોમીટરની લગાવશે દોડ…!

Gujarat, National
વાપીમાં રહેતા 2 યુવાનોએ વાપી થી અયોધ્યા/Vapi to Ayodhya સુધી દોડ લગાવવાનો સંકલ્પ લીધો છે. 22મી જાન્યુઆરી 2025ના વાપી થી આ દોડનો પ્રારંભ કરશે. Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથેની આ Mission RAMathon 1500 કિલોમીટરની છે. અને 25 દિવસમાં પૂર્ણ કરશે. જેઓને પ્રોત્સાહન પૂરું પાડવા રાજસ્થાન પ્રગતિ મંડળના સભ્યોએ બન્ને દોડવીરોનું સન્માન કરી શુભકામના પાઠવી હતી. વાપીના ચલા વિસ્તારમાં શુભમ-2 કોમ્પ્લેક્ષમાં રહેતા 2 મિત્રો ઉજ્જવલ ડોલીયા અને સંજય શુક્લા 22મી જાન્યુઆરી 2025ના વાપી થી અયોધ્યા દોડીને જવાના છે. તેમની આ દોડને તેઓએ Mission RAMathon નામ આપ્યું છે. જેઓના આ સંકલ્પની જાણકારી મળતા રાજસ્થાન પ્રગતિ મંડળ ના સભ્ય અને આ જ કોમ્પ્લેક્ષમાં રહેતા બી. કે. દાયમાંએ રાજેશ દુગગલ સહિતના સભ્યો સાથે ઉપસ્થિત રહી બન્ને દોડવીરોનું સન્માન કરી આ કઠોર મેરેથોન નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી ...
સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝ બનાવશે ઉમરગામના મરોલી ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, MLA પાટકરના હસ્તે કરાયું ભૂમિપૂજન

સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝ બનાવશે ઉમરગામના મરોલી ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, MLA પાટકરના હસ્તે કરાયું ભૂમિપૂજન

Gujarat, National
ઉમરગામ તાલુકામાં સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેકટર કાંતિભાઈ કોલી મરોલી ગામનું પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યા છે. જે માટે શનિવારે મરોલી સર્કલ ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વાપી તેમજ સરીગામ GIDC માં સંધ્યા ઓર્ગેનિક્સ કંપની ચલાવતા કાંતિભાઈ કોલી સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતું નામ છે. જેમણે ફણસા અને મરોલી સહિત અનેક ગામમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. જેમના પરિવાર પાસે મરોલી ગામના ગામલોકોએ એક પ્રવેશદ્વાર બનાવી આપવા રજુઆત કરી હતી. આ રજુઆત ધ્યાને લઈને તેમજ પ્રવેશદ્વારથી ગામની શોભા વધશે તેવું ધ્યાને આવતા તેઓ ગામના મુખ્ય પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યાં હતા. જે બાદ શનિવારે કાંતિભાઈ કોલી, તેમના ધર્મપત્ની સંધ્યાબેન કોલી, તેમના પુત્રો સહિત ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર મરોલી સર્કલ પર પ...
વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

Gujarat, National
વાપી ટાઉન વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં શનિવારે શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. બાગબાન થીમ સાથે ઉજવાયેલ આ એન્યુઅલ ડે માં શાળામાં અભ્યાસ કરતા નર્સરી થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. એન્યુઅલ ડે માં ગણમાન્ય અતિથિઓ ઉપરાંત 1000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એન્યુઅલ ડે સેલિબ્રેશન માં સૌ પ્રથમ બાળકોએ સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું. જે બાદ મુખ્ય મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં સંસ્કાર ભારતી હાઇસ્કુલના પ્રિન્સિપાલ રાહુલ શ્રીવાસ્તવએ શાળાનો એન્યુઅલ રીપોર્ટ રજૂ કર્યો હતો. શાળામાં બાળકોને અભ્યાસ સાથે સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટીમાં કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેની રૂપરેખા રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દરેક પરીક્ષામાં શાળાનું નામ સતત રોશન કરી રહ્યા હોય...
વલસાડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ખાલસા કરેલ કુલ 19 વાહનોની હરાજી પેટે રૂપિયા 87 લાખ 74 હજાર જેવી માતબર કિંમત ઉપજાવી 

વલસાડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ખાલસા કરેલ કુલ 19 વાહનોની હરાજી પેટે રૂપિયા 87 લાખ 74 હજાર જેવી માતબર કિંમત ઉપજાવી 

Gujarat, National
વલસાડ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 મુજબ વિવિધ પ્રકારના વાહનોની જપ્તી કરવામાં આવી હતી. જેની 17મી જાન્યુઆરીએ હરાજી કરવામાં આવી હતી. જે હરાજીમાં વલસાડ જીલ્લાના તથા જીલ્લા બહારના મળી કુલ- 147 વેપારીઓએ ભાગ લીધો હતો. વાહન હરાજીમાં વાપી ડીવીઝનના કુલ- 15 વાહનોની કી.રૂા. 82,97000/- તથા વલસાડ ડીવીઝનના કુલ-04 વાહનોની કી.રૂા. 4,77000/- મળી કુલ-19 વાહનોની કી.રૂા. 87,74000/- ની કીંમત ઉપજી હતી. આ અંગે વલસાડ પોલીસે અખબારીયાદી મુજબ આપેલ વિગતમાં જણાવ્યું છે કે, સુરત રેન્જ IG પ્રેમવિર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાધેલાની વલસાડ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 મુજબ સરકાર ખાલસા કરવામાં આવેલ વાહનોની નિયમોનુસાર SOP મુજબ હરાજી કરવા કરેલ સુચના આપી હતી. જેના માર્ગદર્શન મુજબ એ. કે. વર્મા, નાયબ પોલીસ અધિક્ષક, ...
कांग्रेस पार्टी द्वारा भारतरत्न डॉ. भीमराव अंबेडकर के अपमान का जो आरोप अमित शाह पर लगाया गया है वो ग़लत है :- मजीद लधानी

कांग्रेस पार्टी द्वारा भारतरत्न डॉ. भीमराव अंबेडकर के अपमान का जो आरोप अमित शाह पर लगाया गया है वो ग़लत है :- मजीद लधानी

Gujarat, National
दमन दिव एवं दादरा नगर हवेली प्रदेश के दौरे पर दिल्ली से पधारे कांग्रेसी आलाकमान के नेतागण मानेक राव ठाकरे और श्रीमती डॉ. अंजलि द्वारा दमन में कांग्रेस पार्टी द्वारा आयोजित प्रेस कॉन्फ्रेंस में भारतरत्न डॉ. भीमराव अंबेडकर के अपमान का आरोप केन्द्रीय गृह मंत्री अमित भाई शाह पर लगाया गया है। और इस टिप्पणी के बाद कोंग्रेस ने पूरे देश मे 'जय बापू, जय भीम और जय संविधान' अभियान शुरू किया है। इस अभियान के तहत दमन-दिव मैं भी 26 January से घर घर पर्चे बांटेंगे। कोंग्रेस के अभियान पे और गृहमंत्री की टिप्पणी पर दमण भाजपा के मजीद लधानीने अपनी प्रतिक्रिया दी है। अपने दमन दीव भाजपा के एक वॉट्सऐप ग्रुप में मजीद लधानी ने लिखा है कि, दमन दिव एवं दादरा नगर हवेली प्रदेश के दौरे पर दिल्ली से पधारे कांग्रेसी आलाकमान के नेतागण मानेक राव ठाकरे और श्रीमती डॉ. अंजलि द्वारा दमन में कांग्रेस पार्टी द्वारा आयोजित प्...
દમણ દિવમાં 26મી જાન્યુઆરીથી કોંગ્રેસનું ‘જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન’ અભિયાન 

દમણ દિવમાં 26મી જાન્યુઆરીથી કોંગ્રેસનું ‘જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન’ અભિયાન 

Gujarat, National
અમિત શાહની આંબેડકર પરની ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસે 'જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન' અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત દમણ દિવમાં 26મી જાન્યુઆરીથી કોંગ્રેસના કાર્યકરો ઘરે-ઘરે જઈને મતદારોને સંવિધાન બચાવવા અંગે જાગૃત કરશે અને તે માટે પત્રો વંહેંચશે. આ અભિયાન અંતર્ગત કોંગ્રેસે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાન હેઠળ, પાર્ટીના કાર્યકરો એક વર્ષ સુધી દેશભરમાં ઘરે-ઘરે જઈને મતદારોને સંવિધાન બચાવવા અંગે જાગૃત કરશે. આ પહેલ લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ કરવામાં આવી છે. જે માટે દમણ-દીવમાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી માણેકરાવ ઠાકરે અને પ્રદેશ પ્રમુખ કેતન પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ કાર્યકર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રભારીએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રીની ટિપ્પણીએ દેશભરના આદિવાસી...
છીરીના શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે પાટોત્સવ અને રામધૂન સંકીર્તનમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો

છીરીના શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે પાટોત્સવ અને રામધૂન સંકીર્તનમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો

Gujarat, National
છીરીના રણછોડ નગરમાં આવેલ શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે પાટોત્સવ અને રામધૂન સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છીરી અને રાતા ગામના અગ્રણીઓ સહિત હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 2 દિવસીય કાર્યક્રમમાં સુંદર કાંડ, રામધૂન, મહાપ્રસાદ, તેજસ્વી તારલાઓનું સન્માન, દાતાઓનું સન્માન, સંતોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. 16મી જાન્યુઆરી 2025ના છીરીના રણછોડ નગરમાં આવેલ શ્રી મનોકામના પૂર્ણ હનુમાન મંદિરનો સ્થાપના દિવસ હતો. જેને ધ્યાનમાં રાખી આયોજક મનીષ મિશ્રા દ્વારા 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 16મી જાન્યુઆરી 2025ના મંદિર પટાંગણમાં અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અખંડ રામધૂન સાથે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મહાઆરતી સહિતના આયોજન સાથે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા...