વાપી નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર 48(NH/48) પર છરવાડા અન્ડરપાસ ના સર્વિસ રોડ પર લગાવેલ Height barrierમાં Concrete mixer truck ફસાઈ જતા આ હાઈટ બેરીયરને નુકસાન પહોંચ્યું છે. નવાઈની વાત એ છે કે, આ સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર અટકાવવા એક દિવસ પહેલા જ આ બેરીયરનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું.
સોમવારે 11 વાગ્યા આસપાસ GJ05-BU-6664 નંબરના Ultratech Cement ના Concrete mixer truckના ડ્રાયવરે આ બેરીયર નીચેથી ટ્રક પસાર કરવાનું ખોટું સાહસ ખેડયું હતું. જેમાં મિક્સરનો કેટલોક ભાગ બેરીયર સાથે અથડાઈ જતા બેરીયર તેમાં ફસાઈ ગયુ હતું અને નીચે પાયામાંથી જ ઉખડી ગયું હતું.
આ ઘટનાની જાણકારી મળતા વલસાડ જિલ્લા ટ્રાફિકના અધિકારી કે. ડી. પંત સહિત ટ્રાફિક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ટ્રાફિકને અવરોધ ઉભો ના થાય એ માટે તાત્કાલિક ક્રેન મંગાવી Concrete mixer truck માં ફસાયેલ Height barrierના હિસ્સાને અલગ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ છરવાડા અન્ડરપાસ આગળ થોડા દિવસ પહેલા જ હાઇવે પરનો કટ ખોલવામાં આવ્યો છે. જેનો હેતુ જ સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર ઓછી કરી ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. જેના ભાગરૂપે 2 દિવસ પહેલા જ બ્રિજના છેડેથી શરૂ થતા સર્વિસ રોડ પર આ Height barrier ઉભું કરવામાં આવ્યું હતું. જો કે તેના પૈસા વસુલ થાય એ પહેલાં જ તેનો સત્યાનાશ થઈ ગયો છે.