Wednesday, January 29News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

મેટ્રો સિટીમાં ચાલતી દારૂની હોમ ડિલિવરી જેવી ખેપ હવે વાપીમાં પણ…! નવીનક્કોર સ્કોર્પિઓ કારમાં મહિલા આવી હતી વિલકેશ મહેતા નામના શખ્સને બિયરનો જથ્થો આપવા અને GIDC પોલીસે બન્નેને દબોચી લીધા

મેટ્રો સિટીમાં ચાલતી દારૂની હોમ ડિલિવરી જેવી ખેપ હવે વાપીમાં પણ…! નવીનક્કોર સ્કોર્પિઓ કારમાં મહિલા આવી હતી વિલકેશ મહેતા નામના શખ્સને બિયરનો જથ્થો આપવા અને GIDC પોલીસે બન્નેને દબોચી લીધા

Gujarat, National
વાપીના ચલા વિસ્તારમાં આવેલ સ્ટાર જેવેલ્સમાં રહેતી હેતલ જીતેન્દ્ર આશર નામની મહિલા પોતાની નવી નક્કોર scorpio કારમાં બીયરનો જથ્થો ભરી વાપીના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના શેવાડી ગામના રહીશ એવા વીલ્કેશ પ્રવિણકુમાર મહેતાને વાપી GIDC ચાર રસ્તા નજીક આવેલ VIA હોલની સામેના રોડ ઉપર આપવા આવી હતી.  જે બાતમી આધારે GIDC પોલીસે મહિલા સહિત બિયરનો જથ્થો ખરીદનાર વીલ્કેશ મહેતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.  પ્રોહીબિશનના આ કેસમાં પોલીસે બિયર અને નવીનક્કોર scorpio કાર મળી કુલ 15,07,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનાએ મેટ્રોસિટીમાં દારૂની થતી હોમ ડિલિવરીના કિસ્સાને તાજો કર્યો છે. આ અંગે વધુ મળતી વિગતો મુજબ વાપી GIDC પોલીસ મથકના PC હારીશ કામરુલ ખાન અને HC યોગેશ પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેઓને બાતમી મળી હતી કે વાપીના VIA હોલ નજીક રોડ સાઈડમાં એક GJ15-CQ-2312 નંબરની નવી ન...
વાપી મહાનગરપાલિકામાં સમાવી લેવાયેલ ગામના વિરોધમાં ગામલોકોએ અનંત પટેલની આગેવાનીમાં યોજી જાહેરસભા, 6ફેબ્રુઆરી એ પારડી પ્રાંતને આવેદનપત્ર આપશે

વાપી મહાનગરપાલિકામાં સમાવી લેવાયેલ ગામના વિરોધમાં ગામલોકોએ અનંત પટેલની આગેવાનીમાં યોજી જાહેરસભા, 6ફેબ્રુઆરી એ પારડી પ્રાંતને આવેદનપત્ર આપશે

Gujarat, National
વાપી મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા ગામના વિરોધમાં ગામલોકોએ બુધવારે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ આ જાહેરસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ગામલોકોને સંબોધિત કર્યા હતાં. આ જાહેરસભામાં સૌને એક થઈ વિરોધ કરવાની હાકલ કરી હતી. અને આગામી 6 ફેબ્રુઆરી ના પારડી પ્રાંત ને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે. અને મહાનગરપાલિકા દ્વારા કામોનો ધમધમાટ પણ શરૂ થઈ રહ્યો છે. જોકે બીજી બાજુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામો માં હવે ક્યાંક વિરોધનો સુર ઉઠી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ હવે 11 ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કરી રહી છે. બુધવારે વાપીના છેવાડે આવેલા નામધામાં કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઇ હતી. જેમાં વલસા...
વાપીના 2 યુવાનોની Mission RAMathon, વાપી થી અયોધ્યા સુધીના 1500 કિલોમીટરની દોડનો અંબામાતા મંદિર થી કર્યો પ્રારંભ

વાપીના 2 યુવાનોની Mission RAMathon, વાપી થી અયોધ્યા સુધીના 1500 કિલોમીટરની દોડનો અંબામાતા મંદિર થી કર્યો પ્રારંભ

Gujarat, National
વાપીમાં રહેતા 2 યુવાનોએ વાપી થી અયોધ્યા/Vapi to Ayodhya સુધી દોડ લગાવવાનો સંકલ્પ લીધો હતો. જેનો 22મી જાન્યુઆરી 2025ના પ્રારંભ કર્યો હતો. Miles for Minds, Empowering Girl Child ના ઉદેશ્ય સાથેની આ Mission RAMathon 1500 કિલોમીટરની છે. જે 25 દિવસમાં પૂર્ણ કરશે. જેઓને પ્રોત્સાહન પૂરું પાડવા અંબા માતા મંદિર ખાતે રોટરી વાપી રિવરસાઈડ ના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વાપીના ચલા વિસ્તારમાં શુભમ-2 કોમ્પ્લેક્ષમાં રહેતા 2 મિત્રો ઉજ્જવલ ડોલીયા અને સંજય શુક્લા નામના આ બંને દોડવીરો વાપી થી અયોધ્યા સુધી દોડીને જઇ રહ્યા છે. તેમની આ દોડને તેઓએ Mission RAMathon નામ આપ્યું છે. આ અનોખા મિશન અંગે દોડવીર ઉજ્જવલ ડોલીયા અને સંજય શુક્લએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 26 જાન્યુઆરીએ 75 મો ગણતંત્ર દિવસ હતો. આ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમણે 75 km ની દોડ લગાવી ભારત માતા પ્રત્યે પોતા...
દમણમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ 2 માસૂમ બાળકોને 4થા માળેથી ફેંકી દેતા બન્ને બાળકોના કમકમાટીભર્યા મોત…!

દમણમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ 2 માસૂમ બાળકોને 4થા માળેથી ફેંકી દેતા બન્ને બાળકોના કમકમાટીભર્યા મોત…!

Gujarat, National
દમણના દલવાડા કોસ્ટગાર્ડ એર સ્ટેશન નજીક આવેલ તટ રક્ષક વિહારના ચોથા માળેથી જમીન પર પટકાયેલ બે બાળકોના કરુંણ મોત નિપજ્યા છે. પોલીસ તપાસમાં બન્ને બાળકોના માતાપિતા વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં માતાએ બન્ને બાળકોને ચોથા માળની બાલ્કનીમાંથી ફેંકી દીધા હતાં. આ ઘટના બાદ દમણ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના અંગે દમણ પોલીસે વિગતો આપી છે કે, 21 જાન્યુઆરી 2025 ના રોજ, લગભગ મોટી દમણના CHCમાંથી એક ફોન આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે બે બાળકો એક બિલ્ડીંગના ચોથા માળેથી પડી ગયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારીઓ મોટી દમણના CHC પહોંચ્યા હતાં. જ્યાં બંને બાળકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. બન્ને બાળકો એકબીજાના સગા ભાઈ હતા, બંને બાળકો TRV (તટરાક્ષક વિહાર) દલવાડા, નાની દમણના રહેવાસી હતા. જેમના મોત નિપજાવવા બદલ બંને બાળકોની માતા સીમા યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103 હેઠળ ક...
મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી

મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી

Gujarat, National
મહિલાઓને Hypnotize કરી સોનાના દાગીના પડાવી લેતી Madari Gang ના Mastermind બરકત અલીની કચિગામ પોલીસે Outer North District Delhi થી ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા છે. આ અંગે કચિગામ પોલીસ મથકના SHO શશીકુમાર સિંગ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 9મી જાન્યુઆરી થી 14મી જાન્યુઆરી દરમ્યાન અલગ અલગ ત્રણ મહિલાઓએ કચિગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બે અજાણ્યા શખ્સોએ હિપ્નોટિઝમનો અને દૈવી શક્તિના આડંબરનો ઉપયોગ કરી તેઓના સોનાના કિંમતી દાગીના પડાવી લીધા છે. આ ત્રણેય ઘટનાની ગંભીર નોંધ લઈ દમણ SP કેતન બંસલના દિશાનિર્દેશમાં કચિગામ પોલીસ મથકના SHO શશી કુમાર સિંઘના નેતૃત્વ હેઠળ વિવિધ પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને UP ના Ghaziabadથી ઇરફાન સાકીર અહમદ અને શિકલ ઉર્ફે શેરખાન ઉર્ફે મેલુ પરવીનની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ઓટો ડ્રાઈવર રાધેકુમ...
અરે..રે..! એક દિવસ પહેલા જ લગાવેલ Height barrierનો Concrete mixer truckના ડ્રાયવરે વાળી નાખ્યો કચ્ચરઘાણ…!

અરે..રે..! એક દિવસ પહેલા જ લગાવેલ Height barrierનો Concrete mixer truckના ડ્રાયવરે વાળી નાખ્યો કચ્ચરઘાણ…!

Gujarat, National
વાપી નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર 48(NH/48) પર છરવાડા અન્ડરપાસ ના સર્વિસ રોડ પર લગાવેલ Height barrierમાં Concrete mixer truck ફસાઈ જતા આ હાઈટ બેરીયરને નુકસાન પહોંચ્યું છે. નવાઈની વાત એ છે કે, આ સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર અટકાવવા એક દિવસ પહેલા જ આ બેરીયરનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું. સોમવારે 11 વાગ્યા આસપાસ GJ05-BU-6664 નંબરના Ultratech Cement ના Concrete mixer truckના ડ્રાયવરે આ બેરીયર નીચેથી ટ્રક પસાર કરવાનું ખોટું સાહસ ખેડયું હતું. જેમાં મિક્સરનો કેટલોક ભાગ બેરીયર સાથે અથડાઈ જતા બેરીયર તેમાં ફસાઈ ગયુ હતું અને નીચે પાયામાંથી જ ઉખડી ગયું હતું. આ ઘટનાની જાણકારી મળતા વલસાડ જિલ્લા ટ્રાફિકના અધિકારી કે. ડી. પંત સહિત ટ્રાફિક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ટ્રાફિકને અવરોધ ઉભો ના થાય એ માટે તાત્કાલિક ક્રેન મંગાવી Concrete mixer truck માં ફસાયેલ Height barrierના હિસ્...
Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથે વાપીના 2 યુવાનોની Mission RAMathon, વાપી થી અયોધ્યા સુધીના 1500 કિલોમીટરની લગાવશે દોડ…!

Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથે વાપીના 2 યુવાનોની Mission RAMathon, વાપી થી અયોધ્યા સુધીના 1500 કિલોમીટરની લગાવશે દોડ…!

Gujarat, National
વાપીમાં રહેતા 2 યુવાનોએ વાપી થી અયોધ્યા/Vapi to Ayodhya સુધી દોડ લગાવવાનો સંકલ્પ લીધો છે. 22મી જાન્યુઆરી 2025ના વાપી થી આ દોડનો પ્રારંભ કરશે. Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથેની આ Mission RAMathon 1500 કિલોમીટરની છે. અને 25 દિવસમાં પૂર્ણ કરશે. જેઓને પ્રોત્સાહન પૂરું પાડવા રાજસ્થાન પ્રગતિ મંડળના સભ્યોએ બન્ને દોડવીરોનું સન્માન કરી શુભકામના પાઠવી હતી. વાપીના ચલા વિસ્તારમાં શુભમ-2 કોમ્પ્લેક્ષમાં રહેતા 2 મિત્રો ઉજ્જવલ ડોલીયા અને સંજય શુક્લા 22મી જાન્યુઆરી 2025ના વાપી થી અયોધ્યા દોડીને જવાના છે. તેમની આ દોડને તેઓએ Mission RAMathon નામ આપ્યું છે. જેઓના આ સંકલ્પની જાણકારી મળતા રાજસ્થાન પ્રગતિ મંડળ ના સભ્ય અને આ જ કોમ્પ્લેક્ષમાં રહેતા બી. કે. દાયમાંએ રાજેશ દુગગલ સહિતના સભ્યો સાથે ઉપસ્થિત રહી બન્ને દોડવીરોનું સન્માન કરી આ કઠોર મેરેથોન નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી ...
સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝ બનાવશે ઉમરગામના મરોલી ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, MLA પાટકરના હસ્તે કરાયું ભૂમિપૂજન

સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝ બનાવશે ઉમરગામના મરોલી ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, MLA પાટકરના હસ્તે કરાયું ભૂમિપૂજન

Gujarat, National
ઉમરગામ તાલુકામાં સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેકટર કાંતિભાઈ કોલી મરોલી ગામનું પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યા છે. જે માટે શનિવારે મરોલી સર્કલ ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વાપી તેમજ સરીગામ GIDC માં સંધ્યા ઓર્ગેનિક્સ કંપની ચલાવતા કાંતિભાઈ કોલી સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતું નામ છે. જેમણે ફણસા અને મરોલી સહિત અનેક ગામમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. જેમના પરિવાર પાસે મરોલી ગામના ગામલોકોએ એક પ્રવેશદ્વાર બનાવી આપવા રજુઆત કરી હતી. આ રજુઆત ધ્યાને લઈને તેમજ પ્રવેશદ્વારથી ગામની શોભા વધશે તેવું ધ્યાને આવતા તેઓ ગામના મુખ્ય પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યાં હતા. જે બાદ શનિવારે કાંતિભાઈ કોલી, તેમના ધર્મપત્ની સંધ્યાબેન કોલી, તેમના પુત્રો સહિત ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર મરોલી સર્કલ પર પ...
વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

Gujarat, National
વાપી ટાઉન વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં શનિવારે શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. બાગબાન થીમ સાથે ઉજવાયેલ આ એન્યુઅલ ડે માં શાળામાં અભ્યાસ કરતા નર્સરી થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. એન્યુઅલ ડે માં ગણમાન્ય અતિથિઓ ઉપરાંત 1000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એન્યુઅલ ડે સેલિબ્રેશન માં સૌ પ્રથમ બાળકોએ સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું. જે બાદ મુખ્ય મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં સંસ્કાર ભારતી હાઇસ્કુલના પ્રિન્સિપાલ રાહુલ શ્રીવાસ્તવએ શાળાનો એન્યુઅલ રીપોર્ટ રજૂ કર્યો હતો. શાળામાં બાળકોને અભ્યાસ સાથે સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટીમાં કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેની રૂપરેખા રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દરેક પરીક્ષામાં શાળાનું નામ સતત રોશન કરી રહ્યા હોય...
વલસાડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ખાલસા કરેલ કુલ 19 વાહનોની હરાજી પેટે રૂપિયા 87 લાખ 74 હજાર જેવી માતબર કિંમત ઉપજાવી 

વલસાડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ખાલસા કરેલ કુલ 19 વાહનોની હરાજી પેટે રૂપિયા 87 લાખ 74 હજાર જેવી માતબર કિંમત ઉપજાવી 

Gujarat, National
વલસાડ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 મુજબ વિવિધ પ્રકારના વાહનોની જપ્તી કરવામાં આવી હતી. જેની 17મી જાન્યુઆરીએ હરાજી કરવામાં આવી હતી. જે હરાજીમાં વલસાડ જીલ્લાના તથા જીલ્લા બહારના મળી કુલ- 147 વેપારીઓએ ભાગ લીધો હતો. વાહન હરાજીમાં વાપી ડીવીઝનના કુલ- 15 વાહનોની કી.રૂા. 82,97000/- તથા વલસાડ ડીવીઝનના કુલ-04 વાહનોની કી.રૂા. 4,77000/- મળી કુલ-19 વાહનોની કી.રૂા. 87,74000/- ની કીંમત ઉપજી હતી. આ અંગે વલસાડ પોલીસે અખબારીયાદી મુજબ આપેલ વિગતમાં જણાવ્યું છે કે, સુરત રેન્જ IG પ્રેમવિર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાધેલાની વલસાડ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 મુજબ સરકાર ખાલસા કરવામાં આવેલ વાહનોની નિયમોનુસાર SOP મુજબ હરાજી કરવા કરેલ સુચના આપી હતી. જેના માર્ગદર્શન મુજબ એ. કે. વર્મા, નાયબ પોલીસ અધિક્ષક, ...