Saturday, February 1News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

ફણસા ખાતે સંધ્યા ગ્રુપ આયોજિત વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજ દ્વારા યોજાયું કિસાન મહા સંમેલન

ફણસા ખાતે સંધ્યા ગ્રુપ આયોજિત વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજ દ્વારા યોજાયું કિસાન મહા સંમેલન

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામ ખાતે આવેલ કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે કિસાન મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પાક વિષયક અને કીટ નાશક દવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોને ખેતીને લગતી કીટ ભેટ આપી હતી. આ ખેડૂત સંમેલન વાપી-સરીગામમાં સ્થિત સંધ્યા ઓર્ગેનિક્સ કંપનીના સૌજન્યથી યોજાયું હતું. જેમાં વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ (તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. ખેડૂત સંમેલનમાં નિષ્ણાંતો દ્વારા આંબા પાક અને શાકભાજી પાક વિષયક ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના કાંતિભાઈ કોળી, નાયબ બાગાયત નિયામક એન. એમ. પટેલ, ક્રોપ કેર ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેકટર નંદના પશ્રાવલ, પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સચિન ચૌહાણ દ્વાર...
વાપીમાં ઓપન દક્ષિણ ગુજરાત ગરબા સ્પર્ધા “હેલ્લારો 4.0” માં 13 ગરબા ટીમોએ પ્રાચીન- અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી

વાપીમાં ઓપન દક્ષિણ ગુજરાત ગરબા સ્પર્ધા “હેલ્લારો 4.0” માં 13 ગરબા ટીમોએ પ્રાચીન- અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી

Gujarat, National
તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા-વાપી ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા "હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જે તમામ ગરબા ગ્રુપે પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં.  વાપીની કલા સંસ્થા “સ્પંદન” દ્વારા ગરબાની કલાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન તથા આ ક્ષેત્રે કાર્ય કરતા જુના તેમજ નવોદિત કલાકારોને ગરબાની રજૂઆતમાં એક પ્લેટફોર્મ મળે. તે માટે તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા "હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધેલ અને પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં. કાર્યક્રમનો શુભાર...
દરેક પ્રકારના વાહનોના એન્જીન ઓઇલ માટે Mister Dependable બની ચૂકેલા BPCL ના MAK Lubricants ની ડિલરશીપ શાખા S. P. Lube Oil (LLP)નો વાપી GIDCમાં પ્રારંભ

દરેક પ્રકારના વાહનોના એન્જીન ઓઇલ માટે Mister Dependable બની ચૂકેલા BPCL ના MAK Lubricants ની ડિલરશીપ શાખા S. P. Lube Oil (LLP)નો વાપી GIDCમાં પ્રારંભ

Gujarat, National
ભારતમાં તમામ પ્રકારના વાહનોના એન્જીન માટે પ્રીમિયમ સિન્થેટિક એન્જીન ઓઇલ બનાવતા ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડે MAK લુબ્રિકેન્ટ્સ એન્જીન ઓઇલનું ભારતીય બજારમાં વેંચાણ શરૂ કર્યું છે. આ એન્જીન ઓઇલ અને ગ્રીસની વાપીમાં S. P. Lube Oil (LLP) પેઢીએ ડિલરશીપ લીધી છે. જેનું આજે Lube ના ED, RN અને HR હેડ સહિતના અધિકારીઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. All Type of Automotive Oil તરીકે દેશભરમાં જાણીતા બનેલા premium Synthetic Engine Oil એવા Mak Lubricantsની ડિલરશીપ શાખાનો વાપીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. વાપી GIDC માં 3rd phaseમાં સાવલા લેમીનેટ્સની સામે આવેલ પ્લોટ નંબર 1003/2, ખાતે S. P. Lube Oil (LLP) પેઢીની ઓફિસ ધરાવતા હેમાંગ શાહ, મિલીન તંબોલી અને જયમીન દેસાઈ દ્વારા આ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેનું BPCLના એક્ઝિક્યુટિવ ડિરેકટર (લ્યુબ) shubhankar sen, રિઝનલ મેનેજર (વેસ્ટ) કુમારનંદન સિંઘે B...
સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠની પ્રિ-પ્રાઈમરી લક્ષ્મી ઇન્ટરનેશનલ શાળામાં ‘વાર્ષિક રમોત્સવ” યોજાયો

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠની પ્રિ-પ્રાઈમરી લક્ષ્મી ઇન્ટરનેશનલ શાળામાં ‘વાર્ષિક રમોત્સવ” યોજાયો

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત પ્રિ-પ્રાઇમરી લક્ષ્મી ઇન્ટરનેશનલ  શાળામાં તારીખ 30/11/2024 ના દિને વાર્ષિક રમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વાર્ષિક રમોત્સવમાં પ્રિ-પ્રાઈમરીના જુનિયર કે.જી. તથા સિનીયર કે.જી.ના બાળકોએ પીન ધ નોઝ, હરડલ્સ દોડ, રિલે દોડ, બોટલ બેલેસીંગ, હુલા હૂપ વૉકિંગ, એક્વા પ્લે, ફિક્સ ધ વેબ જેવી જુદી-જુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોમાં ભાગ લેનાર તમામ નાના બાળકોમાં રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદર્શન માટેનો જુસ્સો અને મહેનત દેખાય હતી.આ રમોત્સવ નો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રમત પ્રત્યેની રુચિ અને સર્વાંગી વિકાસ કરવાનો હતો.આ રમોત્સવમા ભાગ લીધેલ વિજેતાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય ઈનામ પ્રાપ્ત કર્યું તેવા વિજેતાઓને ઈનામ તેમજ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યું અને જે બાળકોએ રમોત્સવમા ભાગ લીધો તેઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા...
લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા ડાર્ક સાઈડ ઓફ ઓનલાઇન ગેમિંગ અથવા ઓનલાઇન રમતોની અંધારી બાજુ આ વિષય પર સફળ સેમિનારનું આયોજન 

લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા ડાર્ક સાઈડ ઓફ ઓનલાઇન ગેમિંગ અથવા ઓનલાઇન રમતોની અંધારી બાજુ આ વિષય પર સફળ સેમિનારનું આયોજન 

Gujarat, National
તારીખ 23 નવેમ્બરના લાયન્સ ઉપાસના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે જણાવ્યું કે, આજે ડિજિટલ યુગમાં સોશ્યલ નેટવર્કિંગ અને મોબાઈલમાં ઓનલાઇન ગેમિંગનો વપરાશ વધી રહ્યો છે. તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણકારી મેળવવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય વક્તા રોહિણી વોરાએ ખૂબ જ ઉપયોગી અને અસરકારક વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ તો 13 થી 30 વર્ષની ઉંમરના બાળકો ઓનલાઇન ગેમ તરફ કેમ આકર્ષાઈ છે, અને પછી તેના વ્યસની બની જાય છે. ગેમિંગ અને માનસિક આરોગ્ય સાથે શું સંબંધ છે. સાયબર બુલિંગ અને બ્લેકમેલિંગના લીધે ઘણીવાર કરજો વધી જતા વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય છે. આજકાલ આવા ઘણા કિસ્સા આપણી જ આસપાસ જોવા મળે છે. ગેમિંગ ને રિપ્લેસ કરવા આપણે અસરકારક વ્યૂહ રચના ઘડવી જોઈએ. સમાજમાં જાગૃતિ લાવવા અને આવા જોખમી  પ્રશ્નોના નિરાકરણ ખુબ જ સહ...
ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે નવા બનનારા 66 કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે નવા બનનારા 66 કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા અને છીરી ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા રૂ. 10.48 કરોડના ખર્ચે 66 કે.વી. ચલા સબ સ્ટેશન અને રૂ. 11.18 કરોડના ખર્ચે 66 કે.વી. છીરી સબ સ્ટેશન મળી કુલ રૂ. 21.66 કરોડના ખર્ચે નવા બનનારા સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કરાયું હતું.    ગુજરાત સરકારની કોસ્ટલ યોજના હેઠળ ચલા 66 કેવી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 6.06 કરોડના ખર્ચે 1.8 કિમી અને છીરી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 14.21 ના ખર્ચે 4.20 કિમી બેવડી વીજરેષાવાળી અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ રૂ. 20.27 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વાપી વેસ્ટમાં અત્યાર સુધી કોઈ સબ સ્ટેશન ન હતું પરંતુ, હવે આ નવા 66 કેવી સબ સ્ટેશનના નિર્માણથી ફિડરો નાના થશે જેથી વીજ પુરવઠો જળવાઈ રહેશે અને લોકોને ફાયદો થશે. ચલા સબ સ્ટેશનના નિર્મા...
ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇએ પોતાના નિવાસસ્થાને લગાવડાવ્યું સ્માર્ટ વીજ મીટર, કહ્યું, સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી, ખોટી ધારણાઓ છોડી સ્માર્ટ મીટર લગાવડાવો 

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇએ પોતાના નિવાસસ્થાને લગાવડાવ્યું સ્માર્ટ વીજ મીટર, કહ્યું, સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી, ખોટી ધારણાઓ છોડી સ્માર્ટ મીટર લગાવડાવો 

Gujarat, National
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં તેમના વાપી સ્થિત નિવાસસ્થાનથી તેમના ધર્મપત્નીના હસ્તે કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.  વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર અંતર્ગતના ‘સ્માર્ટ મીટર, સ્માર્ટ શરૂઆત’ કાર્યક્રમમાં સ્માર્ટ મીટરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ સ્માર્ટ મીટર ઈન્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરતા કહ્યું હતું કે, સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. દરેકે દેશના વિકાસમાં ફાળો આપવા સ્માર્ટ મીટર લગાવવા જોઈએ. સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી. આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગે ડે ટુ ડે માહિતી મળી જશે. સ્માર્ટ મીટર લગાવવાથી અનેક ફાયદાઓ થશે. આ મીટરથી વધુ બીલ આવતું નથી પરંતુ વીજ વપરાશની સચોટ માહિતી મળશે. વધુમા...
વલસાડના સાંસદ ધવલ પટેલે વડાપ્રધાનને ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા

વલસાડના સાંસદ ધવલ પટેલે વડાપ્રધાનને ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા

Gujarat, National
દિલ્હી સંસદભવન ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ઘવલ પટેલ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ ધવલ પટેલને વલસાડ ડાંગ મતવિસ્તારના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધવલભાઈ પટેલની વલસાડ ડાંગના લોકો વચ્ચે રહી સતત કાર્યશીલ રહેવાની કાર્યશૈલીની ખુબ જ સરાહના કરી હતી. આ પ્રસંગે સાસંદ ધવલ પટેલ દ્વારા પ્રધાનમંત્રી મોદીને સ્વલિખિત ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા....
વલસાડ જિલ્લા LCBએ 8.20 લાખના દમણિયા દારૂ સાથે કન્ટેનર ચાલકને ઝડપ્યો

વલસાડ જિલ્લા LCBએ 8.20 લાખના દમણિયા દારૂ સાથે કન્ટેનર ચાલકને ઝડપ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરિમયાન અ.પો.કો કનકસિંહ દયાતરને મળેલી બાતમી આધારે દમણ તરફ થી આવતા  કન્ટેનર નંબર. WB11-E-7635ના ચાલક દિલીપ જયનારાયણ શાહને રોકી કન્ટેનરમાં તપાસ કરતા રૂપિયા 8,20,800નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 18,25,800 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની ધરપકડ કરી આગળની વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ મથકને સોંપ્યો છે. મૂળ ઓરિસ્સાનો કન્ટેનર ચાલક વિપુલ પ્રમાણ માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ બલીઠા ગામ ખાતે વોચમા હતા. તે કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ.5784 જેની કિંમત.8,20,800 નો ઝડપી પાડી વધુ તપાસ કરતા આ જથ્થો દમણ ખાતેથી રોહિત અને તેના અન્ય એક સાથીએ ભરાવી આપ્યો...
વાપીમાં બનશે “કનુભાઈ દેસાઈ VIA ઓડિટોરિયમ”, 1000 બેઠકની ક્ષમતાવાળા ઓડિટોરીયમનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગ્રુપના નાનુભાઈ બાંભરોલિયા સહિત VIA સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ 

વાપીમાં બનશે “કનુભાઈ દેસાઈ VIA ઓડિટોરિયમ”, 1000 બેઠકની ક્ષમતાવાળા ઓડિટોરીયમનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગ્રુપના નાનુભાઈ બાંભરોલિયા સહિત VIA સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ 

Gujarat, National
વલસાડ જિલ્લામાં વાપી પ્રથમવાર 1000 થી વધુ બેઠકનું AC ઓડિટોરીયમ વાપી VIA દ્વારા બનાવવામાં આવશે. અંદાજે રૂ. 13 થી 15 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ આ ઓડિટોરિયમનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગૃપના નાનુભાઈ બાંભરોલીયા સહિત VIA સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, જ્યારે જ્યારે કોઈપણ પ્રોજેક્ટ લેવાની વાત આવી છે. ત્યારે VIA ની આખી ટીમે આગેવાની લઈ ટીમ વર્કથી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. જે બદલ અભિનંદન આપુ છુ. ખાસ કરીને એ. કે. શાહ, મનુભાઈ અને રજનીશભાઈ જેવા વડીલોએ દરેક કામમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં ગર્વ અનુભવાય તેવો ફિક્કીનો એવોર્ડ વાપીને મળ્યો છે. ફેકટરી અને પોલ્યુશનના નિયમો પાળીને ઉદ્યોગકારો પ્રગતિ કરી રહ્યા છે જે મોટી વાત છે. તો, ડીપ સી પાઈપલાઈન રૂ. 200 કરોડના ખર્ચે નાંખવાની હતી જેમાં હવે...