Friday, January 31News That Matters

Month: September 2024

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા THE GROWTH AND EMPOWERMENT OF MSMES શીર્ષક હેઠળ માહિતીસભર સેમિનારનું કરાયું આયોજન

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા THE GROWTH AND EMPOWERMENT OF MSMES શીર્ષક હેઠળ માહિતીસભર સેમિનારનું કરાયું આયોજન

Gujarat, National
લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા THE GROWTH AND EMPOWERMENT OF MSMES શીર્ષક હેઠળ માહિતીસભર સેમિનારનું કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર 21મી સપ્ટેમ્બરે વાપીના સેન્ટર ઓફ એક્સીલન્સ/Centre of Excellence (CoE) ખાતે આયોજિત આ સેમિનારમાં GIDC ના DM મનીષા આર. વિસાણા અને DIC વલસાડના જોઈન્ટ કમિશ્નર ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને GM એવા એમ. કે. લાડાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ સેમિનારમાં ભાગ લેવા આવેલા ઉદ્યોગકારો ને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા THE GROWTH AND EMPOWERMENT OF MSMES શીર્ષક હેઠળ આયોજિત આ માહિતીસભર સેમિનારમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેલા DICના જોઇન્ટ કમીશનર અને જનરલ મેનેજર એમ. કે. લાડાણીએ MSMES માટે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. તો, GIDC ના DM મનીષા આર. વિસાણાએ મજબૂત પાયાનું નિર્માણ: નાના ઉદ્યોગોને સમૃદ્ધ ...
‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયામાં વાપી GIDCના ઉદ્યોગકારોએ પણ તેમના એકમો આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ

‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયામાં વાપી GIDCના ઉદ્યોગકારોએ પણ તેમના એકમો આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ

Gujarat, National
વાપી, સરીગામ, ઉમરગામ GIDC માં અનેક ઉદ્યોગોનો કચરો ક્યાંક ને ક્યાંક કોઈ ભંગારીયાઓ ખુલ્લામાં ઠાલવી રોકડી કરી રહ્યા છે. તો, બીજો નકામો કચરો કંપનીઓની આસપાસ જ ગંદકી ફેલાવી રહ્યો છે. પર્યાવરણના દિવસે વૃક્ષારોપણ, યોગ દિવસે યોગાસન અને કંપનીના સ્થાપના દિવસ કે અન્ય વિશેષ દિવસે રક્તદાન કેમ્પ કરનારા ઔદ્યોગિક એકમોના સંચાલકો એ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં પણ જોડાવું જોઈએ. વાપી GIDC ના દરેક એકમની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવા VIA, GPCB, નોઈફાઇડ, VGEL પણ પહેલ કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના દસ વર્ષ પૂર્ણ થયા હોય આ વર્ષે અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા પણ 17મી સપ્ટેમ્બર થી 31મી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી પાલિકામાં આ વર્ષે 17 સપ્ટેમ્બર થી લઈને 2જ...
ટુકવાડામાં બનેલી લકઝરીયસ હાઉસિંગ સોસાયટીના ગંદા પાણીએ ખેડૂતને લાખોનું નુકસાન કરાવ્યું, બિલ્ડર્સના ભરડામાં આવેલા બલિઠા, સલવાવ, છરવાડાના રહીશો બોધપાઠ લેશે? 

ટુકવાડામાં બનેલી લકઝરીયસ હાઉસિંગ સોસાયટીના ગંદા પાણીએ ખેડૂતને લાખોનું નુકસાન કરાવ્યું, બિલ્ડર્સના ભરડામાં આવેલા બલિઠા, સલવાવ, છરવાડાના રહીશો બોધપાઠ લેશે? 

Gujarat, National
વાપી નજીક આવેલ ટુકવાડા ગામે બનેલ Green Orchid સોસાયટીનું ગંદુ પાણી ખેડૂતની વાડીમાં જતું હોય ખેડૂતને લાખોનું નુકસાન થયું છે. જે મામલે ખેડૂતે સોસાયટીના રહીશોને, ટુકવાડા ગ્રામપંચાયતને, પ્રાંત અધિકારી, કલેકટર સહિત તમામને રજુઆત કરી છે. પરંતુ આ મામલે સોસાયટીના રહીશો અને ગ્રામ પંચાયત એકબીજા પર ખો આપી  રહ્યા છે.ટુકવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં 5 એકરની આંબા વાડી ધરાવતા મનોજ નંદાણીયા નામના ખેડૂત માટે નજીકમાં બનેલી ગ્રીન ઓર્ચિડ સોસાયટી આફત બની રહી છે. આ સોસાયટીમાં 50 થી વધુ લઝરીયસ બંગલા બનાવવામાં આવ્યા છે. જેના રહીશો દ્વારા સોસાયટીના STPનું પાણી અને ક્યારેક સીધું જ છોડી દેવાતું ગંદુ પાણી સોસાયટી બહાર રસ્તા પર કાઢવામાં આવે છે. આ પાણી મનોજ નંદાણીયાની આંબા વાડીમાં જતું હોય આંબાવાડી ખરાબ થઈ રહી છે. આ અંગે મનોજ નંદાણીયાએ જણાવ્યું હતું કે, સોસાયટીની બહાર ગટર લાઇન નથી. એટલે કુદરતી વહેણમાં આ પાણીનો ભરાવો થા...
ખાડા માર્ગ બનેલા NH-48 પર આવતા ટોલ બુથ પર NHAI એ ટોલ ટેક્સમાં કરેલા તોતિંગ વધારા સામે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ

ખાડા માર્ગ બનેલા NH-48 પર આવતા ટોલ બુથ પર NHAI એ ટોલ ટેક્સમાં કરેલા તોતિંગ વધારા સામે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ

Gujarat, National
  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 20મી સપ્ટેમ્બર થી નેશનલ હાઇવે પર આવતા ટોલબુથ પર તોતિંગ વધારો ઝીંક્યો છે. જેની સામે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન નું કહેવું છે કે, નેશનલ હાઇવેના રોડ ગાડામાર્ગ બની ચુક્યા છે. જેની મરામત કરવાને બદલે ટોલ ટેક્સમાં 40 થી 90 ટકાનો વધારો અસહ્ય છે. બિસ્માર રોડ વાહનોમાં મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યો છે. જેનાથી વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરોની કમર પહેલેથી તૂટી ગઈ છે. જેમાં આ ટોલ ટેક્સ વધારો હવે બેહાલ કરશે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હાલમાં NHAI દ્વારા ટોલ ટેક્સમાં કરેલા વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. આ અંગે VTA ના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે નંબર 48 પર 2008 થી બોરીયાચી, બગવાડા, ચારોટી અને મનોર ટોલ નાકા પર ટેક્સ વસુલવામાં આવે છે. જે અંગે 2022માં સરકારે જાહેર કર્યું હતું...

અનંત ચૌદશના શ્રીજીને અપાઈ વિદાઇ, શહેરના મુખ્ય માર્ગો પર DJ ના સંગીતમાં નીકળી બાપ્પાની શોભાયાત્રા

Gujarat, National
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં અનંત ચૌદસના દિવસે બાપ્પાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. ડી.જે. તથા અન્ય વાજીંત્રોના સથવારે શહેરભરમાં બાપ્પાની શોભાયાત્રા બાદ દમણગંગા નદી, દમણ દરિયા કિનારે અને રાતા ખાડી સહિતના સ્થળોએ અંતિમ આરતી ઉતારી અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું.  દમણગંગા નદી કિનારે ફાયરના જવાનો દ્વારા અન્ય સ્થળોએ ખાસ તરવૈયાઓ દ્વારા તમામ ગણેશ પ્રતિમાનું વિસર્જિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કાફલો પણ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયો હતો. અંતિમ દિવસે દમણગંગા કિનારે 130થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ...
સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો વાપીમાં પ્રારંભ, અનેક કાર્યક્રમો સાથે વાપીની જનતાને અપાશે સ્વચ્છતાનો સંદેશ

સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો વાપીમાં પ્રારંભ, અનેક કાર્યક્રમો સાથે વાપીની જનતાને અપાશે સ્વચ્છતાનો સંદેશ

Gujarat, National
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના દસ વર્ષ પૂર્ણ થયા હોય આ વર્ષે અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા પણ 17મી સપ્ટેમ્બર થી 31મી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક વિજય પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, ઉપપ્રમુખ દેવલ દેસાઈ સહિતના પાલિકાના સભ્યો, ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સિનિયર સીટીઝન હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃતિ દાખવનાર સ્વચ્છતા કર્મચારીઓને 10,000 રૂપિયાનો ચેક અર્પણ કરી સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. તો એ સાથે જ વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટેલ...
વાપીના રેલવે ROB-RUBના કન્સ્ટ્રકશન માટે ખોદેલા ખાડામાં ખાબક્યો બાઈકચાલક, કોન્ટ્રકટરની બેદરકારીમાં આ બીજી ઘટના…?

વાપીના રેલવે ROB-RUBના કન્સ્ટ્રકશન માટે ખોદેલા ખાડામાં ખાબક્યો બાઈકચાલક, કોન્ટ્રકટરની બેદરકારીમાં આ બીજી ઘટના…?

Gujarat, National
વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડવા 144 કરોડના બની રહેલા રેલવે ઓવરબ્રિજ અને રેલવે અન્ડરબ્રિજ ના મંથરગતિએ ચાલતા કામકાજથી પ્રજા પરેશાન છે. ત્યારે, હવે આ કામકાજ કરનારી કન્સ્ટ્રકશન કંપનીની બેદરકારીએ વાહનચાલકો ખાડાઓમાં ખાબકી રહ્યા છે.ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સોમવારે રાત્રીના 10 વાગ્યાં આસપાસ એક મહારાષ્ટ્ર પાર્સિંગનું બાઇક લઈ નીકળેલ બાઇક ચાલક RUB ના કામકાજ માટે ખોદેલા ખાડામાં ખાબક્યો હતો. આ ખાડા આસપાસ કોઈ જ પ્રકારનું કોર્ડન કરવામાં આવ્યું ના હોય બાઇક ચાલક 20 ફૂટથી ઊંડા ખાડામાં બાઇક સમેત ખાબક્યો હતો. ઘટનામાં બાઇક ચાલકને માથાના અને પગના ભાગે ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આ સ્થળે આ બીજી એવી ઘટના છે કે, જેમાં બાઈક ચાલક આ ખાડામાં ખાબક્યો હોય અને તેને ઇજાઓ થઈ હોય. મળતી માહિતી મુજબ આ ROB અને RUB પ્રોજેકટ PWD હસ્તક છે. અને રચના કન્સ્ટ્રકશન કંપની તેનું કન્સ્ટ્રકશન કરી રહી ...
વાપીમાં બૈદ પરિવારની સુપુત્રી નિકિતાએ 15 દિવસની તપ અનુમોદના બાદ કર્યા પારણા, પરિવારજનોએ આપી શુભેચ્છાઓ 

વાપીમાં બૈદ પરિવારની સુપુત્રી નિકિતાએ 15 દિવસની તપ અનુમોદના બાદ કર્યા પારણા, પરિવારજનોએ આપી શુભેચ્છાઓ 

Gujarat, National
વાપીના જાણીતા ઉદ્યોગપતિ ભીકમચંદ પવનકુમાર બૈદ પરિવારના ગુલાબચંદ બૈદ ની સુપુત્રી નિકિતા બૈદે 15 દિવસની તપસ્યા કરી સોમવારે પારણા કર્યા હતાં. આ પ્રસંગે બૈદ પરિવાર અને તેરાપંથ સમાજના લોકો તેમજ ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી નિકિતાને આ કઠિન તપસ્યા પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. નિકિતા બૈદની આ 15 દિવસની તપ અનુમોદના અંગે તેમણે જણાવ્યું હતું કે, આ તપસ્યાનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. એટલે તેમણે પણ આ કઠિન તપ અનુમોદના કરી છે. જેમાં સતત 15 દિવસ સુધીનો નિર્જળા ઉપવાસ હતો. માત્ર પાણી પી ને તપ અનુમોદના કરી છે. તેમના પરિવારમાંથી દર વર્ષે કોઈ એક સભ્ય આ તપસ્યા કરે છે. આ વર્ષે ગુરુજી પાસેથી પ્રેરણા લઈ તેમણે પણ આ તપ અનુમોદના કરી છે. 15 દિવસની આ તપ અનુમોદનામાં માતા-પિતા, પરિવારના સભ્યો સહિત તમામ લોકોએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. તેમના પ્રોત્સાહન થકી જ તે આ કઠિન તપસ્યા પૂરી કરી શકી છે. 15 દિવસ બાદ આજે ...
આઈસ્ક્રીમ શોખીનો માટે વાપીમાં Achyutam Fruitam રિઅલ ફ્રુટ આઈસ્ક્રીમની નવી શાખાનો થયો શુભારંભ

આઈસ્ક્રીમ શોખીનો માટે વાપીમાં Achyutam Fruitam રિઅલ ફ્રુટ આઈસ્ક્રીમની નવી શાખાનો થયો શુભારંભ

Gujarat, National
વાપીમાં ચલા વિસ્તારમાં દમણ રોડ પર આવેલ તિરુપતિ પ્લાઝા ખાતે Achyutam Fruitam નામની નવી આઈસ્ક્રીમ શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રિઅલ ફ્રુટ આઈસ્ક્રીમ માટે જાણીતી Achyutam Fruitam સુરતની ફ્રેન્ચાઈજી છે. જેની એક શાખા વાપીના આઈસ્ક્રીમ શોખીન ચાંદની દેસાઈ અને ગૌરવ દેસાઈ નામના દંપતીએ શરૂ કરી છે. રવિવારે 15મી સપ્ટેમ્બરે ફ્રુટ આઈસ્ક્રીમ અચ્યુતમ ફ્રૂટમ ની શાખાનું Lifewidbaby દિવ્યા દેસાઈ અને વાપીના અગ્રણી મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આઈસ્ક્રીમ શોપ અંગે ચાંદની દેસાઈ અને ગૌરવ દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમની દીકરી વિહાના દેસાઈ આઈસ્ક્રીમના શોખીન છે. જેઓ અવારનવાર આ Achyutam Fruitamની ફ્રુટ આઈસ્ક્રીમની અલગ અલગ વેરાયટી ટેસ્ટ કરતા હતાં. સાથે જ આઈસ્ક્રીમ અંગે સારું એવું નોલેજ પણ ધરાવતા હોય, તેના જેવા વાપી-દમણના આઈસ્ક્રીમ શોખીનોને આ નવું નજરાણું ઉપલબ્ધ કરાવ્યું છે. આ ...
વાપીમાં બૈદ પરિવારની સુપુત્રી નિકિતાની 15મી તપ અનુમોદના નિમિત્તે ભવ્ય ભજન સંધ્યાનું કરાયું આયોજન

વાપીમાં બૈદ પરિવારની સુપુત્રી નિકિતાની 15મી તપ અનુમોદના નિમિત્તે ભવ્ય ભજન સંધ્યાનું કરાયું આયોજન

Gujarat, National
વાપીમાં તેરાપંથ સમાજમાં ભામાશાના રૂપમાં જાણીતા પરિવાર એવા ભીકમચંદ પવનકુમાર બૈદ પરિવારના ગુલાબચંદ બૈદ ની સુપુત્રી નિકિતા બૈદે 15 દિવસની તપસ્યા કરી છે. જે નિમિત્તે શનિવારે ભવ્ય ભક્તિ સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ લોકો ભક્તિ રસમાં મશગુલ બન્યા હતાં. નિકિતા બૈદ ની આ 15મી તપ અનુમોદના અંગે ઉપસ્થિત તમામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ-વાપીના મીડિયા સલાહકાર સંજય ભંડારીએ વિગતો આપી હતી કે, વાપી તેરા પંચ સમાજના ભીકમચંદ પવન કુમાર બૈદ પરિવારના ગુલાબચંદ બૈદની સુપુત્રી નિકિતા બૈદે 15 મી તપસ્યા કરી પરિવારનું અને વાપી નું ગૌરવ વધાર્યું છે. જૈન ધર્મમાં તપસ્યાનું એક અનેરૂ મહત્વ છે. નિકિતાએ 15 દિવસ સુધી માત્ર પાણીનો ઉપયોગ કરીને નિર્જળા ઉપવાસ કર્યા છે. જૈન ધર્મમાં આત્માની સુધીનો અને કર્મોની નિર્જળાને શુદ્ધ તપસ્યા માનવામાં આવે છે. જેમ...