Friday, October 18News That Matters

Month: April 2024

રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

Gujarat, National
ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્યજીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટીક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મૃત્યુ તથા ઇજાથી બચાવવાનો છે. RILએ ગીરના રક્ષિત વિસ્તારમાં ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતિ કરાર (MoU) કર્યો હતો. વન્યજીવ પ્રેમી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે. વન્યજીવ પ્રેમી અને ગીરના સિંહો પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું ક...
તડગામ-મરોલી વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી કરનારી ગેંગનો પોલીસને પડકાર…!

તડગામ-મરોલી વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી કરનારી ગેંગનો પોલીસને પડકાર…!

Gujarat, National
ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી કોપર કેબલ અને મોટર ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. આ વિસ્તારમાં કોસ્ટલ હાઇવે પર આવેલ મરોલી, તડગામ, નારગોલ જેવા ગામોની વાડીઓમાં ખેડૂતોએ લગાવેલ સબમર્સિબલ પમ્પ-મોટરની અને તેના કેબલની સતત ચોરી થઈ છે. આ અંગે કેટલાક વાડી માલિકોએ પોલીસ મથકમાં લેખિત જાણકારી આપી છે. તેમ છતાં આ ઘટના અટકી નથી. ચોર ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ આ વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી યથાવત રહી છે. ઉમરગામ તાલુકાના મરોલી-નારગોલ કોસ્ટલ હાઈવે પર સતત કેબલ (કોપર) અને મોટરોની ચોરી થઈ રહી છે. કોસ્ટલ હાઈવે પર મરોલીના સરકારી આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસો પહેલા મોટર અને કેબલ ચોરીની ઘટના બની હતી. તો, એ ઉપરાંત તડગામ ખાતે સર્વે નંબર 953 પર આવેલ જે. બી. જાદવ ફાર્મમાંથી પણ અંદાજિત 20 હજારની કિંમતની મોટર અને 100 ફૂટ કેબલની ચોરી થઈ હતી. ઘટના ...
વલસાડ જીલ્લા ભાજપ સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા યોગ શિબિરનું કરાયું આયોજન

વલસાડ જીલ્લા ભાજપ સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા યોગ શિબિરનું કરાયું આયોજન

Gujarat, National
ગુરુવાર 11મી એપ્રિલ 2024ના વાપીના VIA ખાતે વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. તન અને મનની તંદુરસ્તી માટે અયોજીય યોગ અને ધ્યાન શિબીર યોગ ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું ગુજરાત સરકારના નાણા, ઉજાઁ, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ ની વિષેશ ઉપસ્થિતિ માં તેમજ સ્વામીનારાયણ ગુરુકુલ ના શ્રી કપિલ સ્વામીના સાનિધ્યમાં તેમજ યોગ ગુરુ તરીકે શ્રીમતિ પ્રિતિબેન પાંડે, મુકેશભાઈ કોશીયા, રામ સ્વામી, શહેર મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી ભવલેષભાઈ કોટડીયા વિઠ્ઠલભાઈ પટેલ ના માગઁદશઁનમા વાપીના વીઆઈએ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શિબિરમાં, નગરસેવકોક, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાના આગેવાનો...
વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ‘ઈદ-ઉલ-ફિત્ર’ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ‘ઈદ-ઉલ-ફિત્ર’ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

Gujarat, National
ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસના કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત પૂર્ણ કર્યા બાદ બુધવારે ઈદના ચાંદના દીદાર કરી ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલા ઈદગાહ પર તેમજ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે વાપી ટાઉનમાં આવેલ ઇદગાહ ખાતે એકબીજાને ઇદની મુબારક બાદી આપી દેશમાં એકતા-ભાઈચારો કાયમ રહે દેશ વિકાસના પંથે આગળ વધે તેવી દુઆ કરી હતી.  અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા બાદ ગુરુવારે ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ગુરુવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં અંદાજિત 10 હજાર જ...
વાપીના સોનોરસ બિલ્ડિંગમાં લાગી આગ, ઇમર્જન્સી એક્સટિંગ્વિશર નીકળ્યા એક્સપાયરી ડેટ, નજીકના બંગલો અને કોમ્પ્લેક્ષના રહેવાસીઓમાં દહેશતનો માહોલ

વાપીના સોનોરસ બિલ્ડિંગમાં લાગી આગ, ઇમર્જન્સી એક્સટિંગ્વિશર નીકળ્યા એક્સપાયરી ડેટ, નજીકના બંગલો અને કોમ્પ્લેક્ષના રહેવાસીઓમાં દહેશતનો માહોલ

Gujarat, National
Advertisement... ઔરંગા ટાઈમ્સ, વાપી... વાપી કોપરલી ચાર રસ્તા ગાંધી સર્કલ નજીક આવેલ સોનોરસ બિલ્ડિંગમાં પાવર સપ્લાય માટે લગાવેલ DG સેટના કેબલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. આગના ધુમાડાથી સોનોરસ બિલ્ડીંગ નજીક આવેલ બંગલા માં અને હવાભાઈ એપાર્ટમેન્ટમાં લોકોએ ગૂંગણામણ અનુભવવી પડી હતી. આગની ઘટના દરમ્યાન ફાયરને બોલાવતા ફાયરે આગ બુઝાવી હતી. પરંતુ બિલ્ડિંગમાં જ ફાયર સેફટીને પ્રાધાન્ય આપી લગાવેલ તમામ એક્સટિંગ્વિશર એક્સપાયરી ડેટના નીકળ્યા હતાં. વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ સોનોરસ બિલ્ડિંગમાં સોમવારે આગ ની ઘટના બની હતી. જેમાં બિલ્ડીંગના સંચાલકો ની પોલંપોલ પણ બહાર આવી હતી. આ બિલ્ડિંગમાં બેન્ક, હોસ્પિટલ, સહિત અનેક જાણીતી બ્રાન્ડની ઓફિસો, દુકાનો આવેલી છે. જેમાં વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક DG સેટથી વીજળી પુરી પાડવા 11 જેટલા DG સેટ લગાવવામાં આવ્યા છે. જેમાંના એક DG સેટમાં અચાનક આગ લાગતા...
દાદરા નગર હવેલી કોંગ્રેસ નો દાવો:- લોકસભા બેઠક પર કોંગ્રેસ જીત મેળવશે. આ બેઠક કોંગ્રેસના જનાધારવાળી બેઠક….!

દાદરા નગર હવેલી કોંગ્રેસ નો દાવો:- લોકસભા બેઠક પર કોંગ્રેસ જીત મેળવશે. આ બેઠક કોંગ્રેસના જનાધારવાળી બેઠક….!

Gujarat, Most Popular, National
દાદરા નગર હવેલીમાં 2009 લોકસભા ચૂંટણીમાં 33.59 ટકા અને 2014માં 34.73 ટકા મત મેળવનાર કોંગ્રેસને તે પહેલાંની 1998-99ની અને 2019, 2021ની ચૂંટણીમાં માત્ર 3.10 ટકાથી 14.73 ટકા મત જ મળ્યા છે...! સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે, આ ચૂંટણીને લઈ કોંગ્રેસે સેલવાસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસ આ ચૂંટણીમાં જીત મેળવશે અને આ બેઠક કોંગ્રેસની જનાધાર વાળી બેઠક હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દાદરા નગર હવેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર અજિત માહલા એ ભાજપ પર અને હાલમાં શિવસેના છોડી ભાજપમાં સામેલ થયેલ સાંસદ કમ ઉમેદવાર કલાબેન પર આકરા પ્રહારો કર્યા હતાં. પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મહેશ શર્માએ જણાવ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણી...
લગ્ન કરવાનું કહેતી પ્રેમિકાને પ્રેમીએ જ ગળેટૂંપો આપી હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી

લગ્ન કરવાનું કહેતી પ્રેમિકાને પ્રેમીએ જ ગળેટૂંપો આપી હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી

Gujarat, National
ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ મથકના હદ વિસ્તારમાં અને ભિલાડ નરોલી જતા તળાવ પાડા ખાતે તળાવમાંથી 2જી એપ્રિલની સાંજના સમયે એક અજાણી યુવતીની હત્યા કરેલી હાલતમાં શંકાસ્પદ લાશ મળી હતી. જે અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ ભિલાડ પોલીસ અને સ્થાનિક આગ્રણીઓને કરી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી યુવતીની હત્યા કરનાર તેના પ્રેમી અને મિત્રની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ભિલાડ ના તળાવ માં મૃતદેહ મળતા ભીલાડ પોલીસની ટીમને કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પાણીમાં તરતી લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. અજાણી મૃતક મહિલાએ શરીર પર કાળા કલર નું જીન્સ તથા કથ્થઈ કલરનું પ્લસ્ટિકના મણકા વાળું ટોપ, કાનમાં સોનાની બુટ્ટી, હાથમાં સ્ટીલનું કડું પહેરેલું હતું. ગળામાં તુલસીની માળા હતી. જેના આધારે ભીલાડ પોલીસે તેના વાલી વારસાઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસે ઓળખ કરવા સ્થાનિક આગેવા...
વાપીમાં ઇફતાર પાર્ટીનું કરાયું આયોજન, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત

વાપીમાં ઇફતાર પાર્ટીનું કરાયું આયોજન, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત

Gujarat, National
હાલમાં મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રોજેદારોને ઇફતાર કરાવવા વાપીમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 જેટલા રોજેદારોને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ સતીશ પટેલ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઇફતાર કરાવી હતી. વાપીમાં ડુંગરા વિસ્તારમાં આવેલ દાવત પાર્ટી પ્લોટ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના મુસ્લિમ સમાજના અગ્રણી મોહમદ ઈશા (બબલુભાઈ), કલીમ ભાઈ, હારુન ભાઈ દ્વારા આયોજિત આ ઇફતાર પાર્ટીમાં રાજ્યના નાણાપ્રધાન અને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી સૌને ઇફતારી કરાવી હતી. આ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો એવો જિલ્લો છે. જ્યાં કોમી એકતા, કોમી સમરસતા હંમેશા જળવાઈ રહી છે. આ વિસ્તાર ઉદ્યોગિક વિસ્તાર હોય અહીં દરેક જાતિના લોકો ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે. ...
વાપીમાં 7મી એપ્રિલે માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન, કવિ કુમાર વિશ્વાસ રહેશે ઉપસ્થિત

વાપીમાં 7મી એપ્રિલે માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન, કવિ કુમાર વિશ્વાસ રહેશે ઉપસ્થિત

Gujarat, National
વાપીમાં અને વલસાડ જિલ્લા, દમણ, દાદરા નગર હવેલીમાં સામાજિક સેવાકીય પ્રવૃતિ માટે ફંડ એકત્ર કરવાના ઉદેશથી માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીની જ્ઞાનધામ સ્કૂલમાં રવિવારે 7 એપ્રિલ 2024ના આ સંમેલન યોજાશે જેમાં કવિ કુમાર વિશ્વાસ સહિતના ખ્યાતનામ કવિઓ ઉપસ્થિત રહેશે. માહેશ્વરી સેવા સમિતિ વલસાડ જિલ્લો અને સેલવાસ, દમણ દ્વારા આયોજિત હાસ્ય કવિ સંમેલન અંગે સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. જેમાં 7મી એપ્રિલ 2024 ના જ્ઞાનધામ સ્કૂલ વાપી ખાતે સાંજે 7 વાગ્યે આ કવિ સંમેલન શરૂ થશે. માહેશ્વરી સેવા સમિતિ આ વિસ્તારમાં હિન્દી સાહિત્ય અને હિન્દી ભાષાના વિકાસ માટે છેલ્લા 20 વર્ષથી અવિરત કવિ સંમેલન નું આયોજન કરે છે. આ કવિ સંમેલન માં અત્યાર સુધીમાં દેશના અનેક ખ્યાતનામ કવિઓ, હાસ્ય કવિઓ ઉપસ્થિત રહી ચૂક્યા છે. કવિ કુમાર વિશ્વાસ આ સંમેલન સહિત કુલ પાંચ વ...
દમણના ઢાબા માં એક વ્યક્તિની ચાકુ મારી હત્યા નિપજાવનાર આરોપીની દમણ પોલીસે ધરપકડ કરી

દમણના ઢાબા માં એક વ્યક્તિની ચાકુ મારી હત્યા નિપજાવનાર આરોપીની દમણ પોલીસે ધરપકડ કરી

Gujarat, National
દમણના મરવડ સ્થિત દમણ ઢાબા નામના ઢાબા માં અમરેલીના યુવાન અને મહારાષ્ટ્રના યુવાનો વચ્ચે થયેલ બબાલમાં ચાકુ મારી એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં હત્યા કરનાર અમરેલીના યુવાનની દમણ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટના અંગે મળતી વિગત મુજબ ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ગામનો 35 વર્ષીય યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ મહિલા મિત્ર સાથે ખાણીપીણી કરવા અર્થે આવ્યો હતો. આ દરમિયાન સામેના ટેબલ પર મહારાષ્ટ્રના જલગાંવ ના ભુસાવલથી આવેલા 6 જેટલા યુવાન મિત્રો ખાણી પીણીની મોજ મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન ધીરજ જાદવ નામનો યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ સાથે આવેલ મહિલા ને ઈશારા થી છેડતી કરી રહ્યો હોય એવી શંકા પ્રદ્યુમન ને થતાં તે યુવાનોના ટેબલ પાસે જઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. નાની સરખી બોલાચાલી અચાનક મારામારી માં પરિણમી હતી. પ્રદ્યુમન સિંહ ગોહિલે તેની પાસે રહેલા ધારદાર ચાકુ જેવું હથિયા...