Thursday, December 5News That Matters

વાપીના સોનોરસ બિલ્ડિંગમાં લાગી આગ, ઇમર્જન્સી એક્સટિંગ્વિશર નીકળ્યા એક્સપાયરી ડેટ, નજીકના બંગલો અને કોમ્પ્લેક્ષના રહેવાસીઓમાં દહેશતનો માહોલ

Advertisement…

ઔરંગા ટાઈમ્સ, વાપી…

વાપી કોપરલી ચાર રસ્તા ગાંધી સર્કલ નજીક આવેલ સોનોરસ બિલ્ડિંગમાં પાવર સપ્લાય માટે લગાવેલ DG સેટના કેબલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. આગના ધુમાડાથી સોનોરસ બિલ્ડીંગ નજીક આવેલ બંગલા માં અને હવાભાઈ એપાર્ટમેન્ટમાં લોકોએ ગૂંગણામણ અનુભવવી પડી હતી. આગની ઘટના દરમ્યાન ફાયરને બોલાવતા ફાયરે આગ બુઝાવી હતી. પરંતુ બિલ્ડિંગમાં જ ફાયર સેફટીને પ્રાધાન્ય આપી લગાવેલ તમામ એક્સટિંગ્વિશર એક્સપાયરી ડેટના નીકળ્યા હતાં.

વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ સોનોરસ બિલ્ડિંગમાં સોમવારે આગ ની ઘટના બની હતી. જેમાં બિલ્ડીંગના સંચાલકો ની પોલંપોલ પણ બહાર આવી હતી. આ બિલ્ડિંગમાં બેન્ક, હોસ્પિટલ, સહિત અનેક જાણીતી બ્રાન્ડની ઓફિસો, દુકાનો આવેલી છે. જેમાં વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક DG સેટથી વીજળી પુરી પાડવા 11 જેટલા DG સેટ લગાવવામાં આવ્યા છે. જેમાંના એક DG સેટમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અને બિલ્ડીંગના લોકોમાં અફરાતફરી નો માહોલ ઉભો થયો હતો.

આગની ઘટના બનતા તાત્કાલિક આગને બુઝાવવા બિલ્ડિંગમાં ફાયર સેફટી માટે લગાવેલ એક્સટિંગ્વિશરની મદદથી બિલ્ડીંગના ગાર્ડ અને અન્ય લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી. પરંતુ તમામ એક્સટિંગ્વિશર છેક 2022ના હોય એક્સપાયરી ડેટ થઈ ચૂક્યા હતા. એટલે એકપણ એક્સટિંગ્વિશર કામ લાગ્યું નહોતું.

Advertisement…

જે દરમ્યાન આગ વધુ પ્રસરતા આખરે વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઇડ ફાયરને જાણ કરતા બને વિભાગના ફાયરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement…

આગની ઘટના અંગે પ્રાથમિક મળતી વિગતો DG સેટના કેબલમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. અત્રે નોંધનીય છે કે, અહીં સોનોરસ બિલ્ડીંગના DG સેટ નજીક જ બંગલો અને એપાર્ટમેન્ટ આવેલા છે. જેમાં રહેતા પરિવારો ને આગના ધુમાડાથી ગભરામણ નો સામનો કરવો પડ્યો હતો. તેમજ ધુમાડા ને કારણે ઇમારતમાં કલર સહિત અન્ય નુકસાન થયું હતું. જે અંગે સ્થાનિક રહેવાસીઓ બિલ્ડીંગના સંચાલકો સમક્ષ રજુઆત કરવા આવ્યા હતાં. પરંતુ સંચાલકો આગ જેવી ગંભીર ઘટના બાદ પણ સ્થળ પર ફરકયા નહોતા.

વધુ મળતી માહિતી મુજબ આ આગની ઘટના બીજીવાર બની છે. એ ઉપરાંત અહીં અવારનવાર GEB ના ટ્રાન્સફોર્મર માં અને વીજ કેબલમાં ધડાકા થતા આવ્યા છે. આવી વારંવાર ની ઘટનાઓ બાદ પણ ફાયર સેફટી મામલે સંચાલકોની બેફિકરાઈ પર આસપાસના લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *