Thursday, December 5News That Matters

Month: April 2024

વલસાડ-ડાંગ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ જીતના પ્રબળ દાવેદાર…? ભાજપમાં જ ગણગણાટ….!

વલસાડ-ડાંગ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ જીતના પ્રબળ દાવેદાર…? ભાજપમાં જ ગણગણાટ….!

Gujarat, Most Popular, National
વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે એવું કહેવાય છે કે, જે પક્ષ આ સીટ જીતે કેન્દ્રમાં તેની સરકાર બને છે. જો કે, અત્યાર સુધીનો આ સિલસિલો કદાચ આ વખતે તૂટે તેવી સંભાવના રાજકીય પંડિતોમાં વ્યક્ત થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024માં દરેક પક્ષોનું આંકલન કરતા રાજકીય પંડિતો માને છે કે, આ ચૂંટણીમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મજબૂત ઉમેદવાર છે. જેની સામે ભાજપના ઉમેદવાર નબળા પુરવાર થઇ રહ્યા છે. એટલે આ વખતની ચૂંટણીમાં વલસાડ-ડાંગ બેઠક કદાચ કોંગ્રેસ જીતે અને કેન્દ્રમાં ભાજપની સરકાર યથાવત રહેશે. રાજકીય પંડિતોનું અને કેટલાક ભાજપના જુના જનસંધી નેતાઓનું માનીએ તો, વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે આ ચૂંટણીમાં કટોકટીની ફાઈટ થઈ શકે છે. આ બેઠક પર કોંગ્રેસે આ વિસ્તારમાં લોકપ્રિય આદિવાસી નેતા અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. જેની સામે ભાજપે ધવલ પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે....
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, મતદાન અંગે સંપૂર્ણ વિગતો આપી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, મતદાન અંગે સંપૂર્ણ વિગતો આપી

Gujarat, National
26 - વલસાડ (અ.જ.જા.) બેઠક પર તા. 7 મે ના રોજ મતદાન થનાર છે ત્યારે મતદારો નિર્ભિક અને ભય મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી મતદારો સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાનના દિવસે કોઈ પણ મતદારોને મતદાન મથક પર અગવડતા નહીં પડે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ગત ચૂંટણીમાં ઓછુ મતદાન થયુ હતુ તેવા 135 બુથ આઈડેન્ટીફાઈ કરી મતદાન વધારવા માટે સ્વીપ એક્ટિવિટી હેઠળ અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. આચારસંહિતા ભંગની અત્યાર સુધી...
લોકસભાની ચૂંટણી હેઠળ 179-વલસાડ બેઠક પર 85 વર્ષથી વધુ વયના 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

લોકસભાની ચૂંટણી હેઠળ 179-વલસાડ બેઠક પર 85 વર્ષથી વધુ વયના 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

Gujarat
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 તા. 7 મે ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત 26 - વલસાડ (અ.જ.જા.) સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 179 - વલસાડ વિધાનસભા મતદાર વિભાગના વિસ્તારમાં 85 વર્ષથી વધુ વયના તેમજ 40 ટકા થી વધુ બેંચમાર્ક ડિસેબીલીટી ધરાવતા દિવ્યાંગ મતદારોના ઘરે મતદાન કરાવવાની પહેલ આરંભાઈ છે. આ માટે માઈક્રો ઓબ્ઝર્વર, મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, પોલીસ, ઝોનલ અધિકારી તથા વીડિયોગ્રાફર દ્વારા રચાયેલી કુલ 10 ટીમો દ્વારા તા. 26 એપ્રિલ 2024થી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની કામગીરી આરંભાઈ છે. જેમાં 85 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો. જેમાં 85 વર્ષથી વધુના કુલ 140 કુલ મતદારોમાંથી 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતુ. જ્યારે 40 ટકાથી વધુ બેચમાર્ક ડિસેબીલીટી ધરાવતા કુલ 169 દિવ્યાંગ મતદારોમાંથી 165 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. ...
વલસાડ-ડાંગ લોકસભા ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર ગીત પર ડાન્સ કરતી 5 વર્ષની દીકરીની વીડિયો રિલ બની વાયરલ

વલસાડ-ડાંગ લોકસભા ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર ગીત પર ડાન્સ કરતી 5 વર્ષની દીકરીની વીડિયો રિલ બની વાયરલ

Gujarat, National
વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે બનાવેલ ગીત પર વલસાડની 5 વર્ષની દીકરીએ વિડિઓ રિલ બનાવી છે. જે રિલ આજકાલ વલસાડ જિલ્લામાં ભારે વાયરલ થઈ છે. ચૂંટણી પ્રચારના ગીત પર ડાન્સ કરતી દીકરીની વિડીઓ રીલ જોયા બાદ લોકસભા ચૂંટણી વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલે તેમજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ દીકરીને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દેશમાં હાલ લોકશાહીના પર્વમાં તમામ પક્ષો પોતાની જીત માટે વિશેષ પ્રકારના આયોજન સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વલસાડ ડાંગ લોકસભા સીટ પર ભાજપે ધવલ પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેના ચૂંટણી પ્રચાર માટે ખાસ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. પંજો ની ચાલે ની જાડું ચાલે..... વલસાડ ડાંગમાં ધવલભાઈ જ ચાલે એવા આ ગીત પર વલસાડમાં રહેતી સિનિયર KG માં અભ્યાસ કરતી 5 વર્ષની દિત્યા ઓઝા નામની બાળકીએ ડાન્સ કરી વિડિઓ રિલ બનાવી છે. હા...
JEE મેઇન-2024 માં વાપી-ઉમરગામના 2 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા, જિયા દુબે નામની વિદ્યાર્થીની AIR 417 પ્રાપ્ત કરી ડિસ્ટ્રીકટ ટોપર બની

JEE મેઇન-2024 માં વાપી-ઉમરગામના 2 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા, જિયા દુબે નામની વિદ્યાર્થીની AIR 417 પ્રાપ્ત કરી ડિસ્ટ્રીકટ ટોપર બની

Gujarat, National
25 એપ્રિલ, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-2024ના બીજા સત્રમાં વાપી બ્રાન્ચ ના 2 વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ની વાપી શાખામાં કોચિંગ લેતી અને ઉમરગામ ની એસ.વી. જ્ઞાન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જિયા દુબેએ ગણિતના મુખ્ય વિષયમાં 100 પર્સન્ટાઈલ સાથે 99.98 પર્સન્ટાઈલ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. જિયા એ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 417 પ્રાપ્ત કર્યા છે. એ જ રીતે વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ઉપરાંત મિહિર કાપસે નામના વાપીના વિદ્યાર્થીએ પણ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. મિહિર પ્રકાશ કાપસેએ 99.96 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તે વાપી સીટી ટોપર્સ રહ્યો છે. આ સિદ્ધિ મેળવ્યા બદલ જિયા દુબે ...
શ્રી સ્વામિનારાયણ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે વાલી તથા સગા સબંધીઓને મતદાન કરવા પોસ્ટ કાર્ડ લખ્યા

શ્રી સ્વામિનારાયણ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે વાલી તથા સગા સબંધીઓને મતદાન કરવા પોસ્ટ કાર્ડ લખ્યા

Gujarat, National
વાપી : શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી સ્વામિનાાયણ સેકેન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ ગુજરાતી મીડિયમ ખાતે 25-04-2024 ગુરુવાર ના રોજ મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા વાલી તથા સગા સબંધીઓને મતદાન અંગે પોસ્ટ કાર્ડ લખાવ્યા હતા. આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહ ભેર મતદાન કરે તે માટે શાળા દ્વારા પ્રયાસ કરાવાયો હતો. શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર તથા શ્રી સ્વામિનારાયણ સેકેન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ સલવાવનાં આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ અને તમામ શિક્ષકોના સહયોગ થી ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાનનાં મહત્વ ઉપર પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર પોસ્ટ કાર્ડ લખ્યા હતા. વિદ્યાર્થીઓની આં પ્રવૃત્તિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી , ડાયરેક્ટર શ્રી હિતે...
વાપી ગુંજન વિસ્તારમાં આવેલ બી ટાઈપ માં પેથોલોજી, ફિઝિયોથેરેપી સેન્ટર બાદ ડેન્ટલ કેર સેન્ટરનો કરાયો શુભારંભ

વાપી ગુંજન વિસ્તારમાં આવેલ બી ટાઈપ માં પેથોલોજી, ફિઝિયોથેરેપી સેન્ટર બાદ ડેન્ટલ કેર સેન્ટરનો કરાયો શુભારંભ

Gujarat, National
વાપી GIDC વિસ્તારમાં આવેલ બી ટાઈપમાં રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા દાતાઓની મદદથી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુરુવારે 25મી એપ્રિલે દાતાઓના સહયોગથી રોટરી કલબ ના સભ્યોએ આ ડેન્ટલ કેરનો શુભારંભ કરી તેમાં ઉપલબ્ધ સેવાઓ અંગેની વિગતો આપી હતી. વાપીમાં દર્દીઓને ઓછા દરે સારવારની સુવિધા પૂરી પાડવા રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા 6 જેટલા પ્રોજેકટ શરૂ કર્યા છે. જે પૈકી વાપી GIDC ના ગુંજન એરિયામાં આવેલ બી ટાઈપ ખાતે પ્રમુખ રોટરી પેથોલોજી લેબ, ભાઠેલા રોટરી ફિઝિયોથેરેપી સેન્ટર કાર્યરત કર્યા બાદ 25મી એપ્રિલ 2024ના ભારત રેઝીન્સ રોટરી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બી ટાઈપ વાપી GIDC ખાતે કાર્યરત પેથોલોજી સેન્ટર, ફિઝિયોથેરેપી સેન્ટર અને ડેન્ટલ કેર સેન્ટરમાં અન્ય ખાનગી સેન્ટરોમાં લેવાતી ફી ની સામે 40 ટકા ફી સાથે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. હાલ પેથોલોજી સેન્ટરમાં દરેક પ્...
દમણ દિવની બેઠક પર બે વખત હારેલા કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ત્રીજી વખત ભર્યું ઉમેદવારી ફોર્મ, કહ્યું હવે સમય બદલાયો છે જૂન બતાવશે…!

દમણ દિવની બેઠક પર બે વખત હારેલા કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ત્રીજી વખત ભર્યું ઉમેદવારી ફોર્મ, કહ્યું હવે સમય બદલાયો છે જૂન બતાવશે…!

Gujarat, National
દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલે 19મી એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરી કેતન પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં વર્ષ 2019 માં યોજાયેલ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો અને આ વર્ષે 2024 માં યોજાનારી ચૂંટણીમાં પણ એ જ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. 2019 માં તેઓ હાર્યા હતા. એ પહેલાં 2014માં પણ હારનો સામનો કરી ચુક્યા હતાં. ત્યારે, આ વખતે તેઓ જીતશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દમણ દિવની જનતા બુદ્ધિ જીવી છે. એટલે તેઓએ શું કરવું છે તે એમને ખબર છે. ગયા વખતની સામે હવે સમય બદલાયો છે અને સમય સમયની વાત છે એટલે સમય બતાવશે જૂનનું પરિણામ દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ...
શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાનના મહત્વને લઇ નાટકનું આયોજન કરાયું

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાનના મહત્વને લઇ નાટકનું આયોજન કરાયું

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે લોકશાહીમાં મતદાન જાગૃતિ લાવવા માટે મતદાનના મહત્વ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક રજૂ કરાયું હતું. નાટક દ્વારા મતદાન શા માટે જરૂરી છે ? તે અંગેની જાણકારી વિદ્યાર્થીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી આ સાથે જ મતદાન જાગૃતિ ઉપર વિદ્યાર્થી ઉત્તમ ટાંક અને ઓમ દામા દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ દ્વારા પણ મતદાન કરવું એ દેશના દરેક નાગરિકની મૂળભૂત ફરજ હોવાનું જણાવી 7 મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં પોત પોતાના મતનો ઉપયોગ દરેક નાગરિક કરે એ માટે વિદ્યાર્થીઓને પણ ઘરની આસપાસના દરેક મતદારોને જણાવવા માટે અપીલ કરી હતી. મતદાન જાગૃતિને લઈને વિદ્યાર્થીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ કાર્...
વાપીના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ દ્વારા ANVISA – CUP-2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

વાપીના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ દ્વારા ANVISA – CUP-2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

Gujarat, National
વાપી GIDC માં કાર્યરત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપની માં ANVISA AUDIT (BRAZIL) સફળતા પૂર્વક પૂર્ણ થતાં અવિક ફાર્માસ્યૂટીકલ કંપનીમાં ખુશીનો માહોલ છવાયો છે. જે અંતર્ગત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા ANVISA-CUP ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટ છરવાડા ગ્રામ પંચાયત હસ્તકના ક્રિકેટ મેદાન ખાતે યોજાઈ હતી. ANVISA-CUP -2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ 14/04/2024 રવિવાર ના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ પાંચ Playing XI ની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. ક્રિકેટ ટીમમાં Team-1-Kings XI (કેપ્ટન Nishant Patel) Team-2-President - XI (Dr. Abhay Chheda) Team-3 Eleven All-rounder (Kiran Patel), Team-4 Bajarangi XI (Hiral Patel) અને...