વાપીમાં રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, મુસ્લિમ સમાજે રામભક્તો ને પાણી આપી શોભાયાત્રાનું સ્વાગત કર્યું
સમગ્ર દેશની સાથે વાપીમાં પણ રામભક્તોએ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ડુંગરાથી લઈ વાપીના વિવિધ વિસ્તારોમાં યાત્રાના કુલ 9 કિલોમીટરના રૂટ પર શોભાયાત્રાએ ભારે આકર્ષણ જન્મવ્યું હતું. તો, મુસ્લિમ સમાજે પણ શોભાયાત્રામાં જોડાયેલ તમામ હિન્દૂ સમાજના આગેવાનોનું તેમજ પોલીસ જવાનોનું સ્વાગત કરી પાણી પીવડાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતાં.
વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નોમ, 17મી એપ્રિલ 2024ના ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત હિન્દૂ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા કુલ 9 કિલોમીટરના રૂટ પર ફરી મોડી સાંજે અંબામાતા મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. યાત્રા દરમ્યાન મુસ્લિમ સમાજે પણ કોમી એકતાના દર્શન કરાવ્યા હતાં.
રામનવમીની શોભાયાત્રા ડુંગરાથી પ્રસ્થાન થયા બાદ ચાર રસ્તા થઈ ઇમરાનનગર વિસ્તારમાં પહોંચી હતી. અહીં મસ્જિ...