Saturday, July 27News That Matters

વાપીમાં રામ નવમી પર્વ દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે યાત્રાના રૂટ પર વલસાડ પોલીસની ફ્લેગ માર્ચ

બુધવારે 17મી એપ્રિલે રામનવમી પર્વ છે. ભગવાન રામના જન્મ દિવસને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. વાપીમાં પણ સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય રામ નવમી શોભાયાત્રા નું અયોજન કરવામાં આવ્યું છે. જે દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે વલસાડ જિલ્લા પોલીસ વડા અને વાપી ડિવિઝનમાં DYSP ની આગેવાનીમાં યાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ઇમરાન નગર મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તેમજ જમીયતે ઉલમાં ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાને પોલીસ અધિકારીઓને આવકાર આપી યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે જરૂરી ચર્ચા કરી હતી.

વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલા ની આગેવાનીમાં આયોજિત આ ફ્લેગ માર્ચ કમ ફૂટમાર્ચ માં વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે, વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા પોલીસ મથકના PI, PSI ઉપરાંત RPF કંપનીની પ્લાટૂન, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો જોડાયા હતાં.

ફ્લેગ માર્ચ રામનવમીની શોભાયાત્રાના સમગ્ર રૂટ એવા વાપી ટાઉન વિસ્તાર, GIDC વિસ્તાર, ડુંગરા વિસ્તારમાં ફરી હતી. લોકોને શોભાયાત્રા દરમ્યાન શાંતિ જાળવવા અપીલ કરી હતી. તો, ઇમરાન નગર વિસ્તારમાં આવેલ મસ્જિદ ખાતે મુસ્લિમ અગ્રણીઓએ પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓનું સ્વાગત કરી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી જરૂરી ચર્ચા કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *