વલસાડ-ડાંગ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ જીતના પ્રબળ દાવેદાર…? ભાજપમાં જ ગણગણાટ….!
વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે એવું કહેવાય છે કે, જે પક્ષ આ સીટ જીતે કેન્દ્રમાં તેની સરકાર બને છે. જો કે, અત્યાર સુધીનો આ સિલસિલો કદાચ આ વખતે તૂટે તેવી સંભાવના રાજકીય પંડિતોમાં વ્યક્ત થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024માં દરેક પક્ષોનું આંકલન કરતા રાજકીય પંડિતો માને છે કે, આ ચૂંટણીમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મજબૂત ઉમેદવાર છે. જેની સામે ભાજપના ઉમેદવાર નબળા પુરવાર થઇ રહ્યા છે. એટલે આ વખતની ચૂંટણીમાં વલસાડ-ડાંગ બેઠક કદાચ કોંગ્રેસ જીતે અને કેન્દ્રમાં ભાજપની સરકાર યથાવત રહેશે.
રાજકીય પંડિતોનું અને કેટલાક ભાજપના જુના જનસંધી નેતાઓનું માનીએ તો, વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે આ ચૂંટણીમાં કટોકટીની ફાઈટ થઈ શકે છે. આ બેઠક પર કોંગ્રેસે આ વિસ્તારમાં લોકપ્રિય આદિવાસી નેતા અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. જેની સામે ભાજપે ધવલ પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે....