Saturday, July 27News That Matters

JEE મેઇન-2024 માં વાપી-ઉમરગામના 2 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા, જિયા દુબે નામની વિદ્યાર્થીની AIR 417 પ્રાપ્ત કરી ડિસ્ટ્રીકટ ટોપર બની

25 એપ્રિલ, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-2024ના બીજા સત્રમાં વાપી બ્રાન્ચ ના 2 વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે.

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ની વાપી શાખામાં કોચિંગ લેતી અને ઉમરગામ ની એસ.વી. જ્ઞાન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જિયા દુબેએ ગણિતના મુખ્ય વિષયમાં 100 પર્સન્ટાઈલ સાથે 99.98 પર્સન્ટાઈલ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. જિયા એ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 417 પ્રાપ્ત કર્યા છે. એ જ રીતે વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ઉપરાંત મિહિર કાપસે નામના વાપીના વિદ્યાર્થીએ પણ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. મિહિર પ્રકાશ કાપસેએ 99.96 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તે વાપી સીટી ટોપર્સ રહ્યો છે.

આ સિદ્ધિ મેળવ્યા બદલ જિયા દુબે એ જણાવ્યું હતું કે, આકાશ ઇન્સ્ટિટયૂટમાં શીખવવામાં આવતા અભ્યાસક્રમ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા તેમજ તેમના માતા-પિતા દ્વારા સતત મળતા પ્રોત્સાહનના કારણે તે આ સીધી હાંસલ કરી શકી છે. કોચિંગ ક્લાસમાં તેને દરેક વખતે જે પણ મૂંઝવતા પ્રશ્નો હતા તેનું સતત નિરાકરણ કરવામાં મદદ મળતી હતી. આ સિદ્ધિથી તે ખૂબ જ ખુશ છે. હવે આગળ તે CS બનવા માંગે છે.

આ અંગે આકાશ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર આસિસ્ટન્ટ ડાયરેકટર પ્રભાકારને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું આ અદભુત પરફોર્મન્સ માત્ર તેમની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં પરીક્ષણ કરાયેલા વિષયોની તેમની ઊંડી સમજને પણ બહાર લાવે છે. આકાશના ક્લાસરૂમ પ્રોગ્રામની મદદથી વિદ્યાર્થીઓએ મુશ્કેલ ગણાતી પ્રવેશ પરીક્ષાઓમાંની એક એવી માન્યતા પ્રાપ્ત આઇઆઇટી (IIT), જેઇઇ (JEE)માં સફળતા મેળવી છે.

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ અમિત સિંહ રાઠોડે વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા કહ્યું કે, આ AESLS પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓને કોમ્પ્રેહેન્સિવ કોચિંગ અને ઇનોવેટિવ લર્નિંગ સોલ્યુશન પ્રદાન કરવા માટેના સંકલ્પનો પુરાવો છે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનવા માટે સશક્ત બનાવે છે. આ ઉપરાંત અમે તેમના ભાવિ પ્રયાસોમાં સતત સફળતાની ઇચ્છા કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, JEE મેઇન-2024ની એક્ઝામમાં ઉમરગામ ની જિયા દુબેને ઓલ ઇન્ડિયા રેન્કમાં 417મો નંબર અને વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ તેમજ મિહિર કાપસેને સીટી ટોપર્સ ની સિદ્ધિ હાંસલ કરી હોય, કોચિંગ ક્લાસના શિક્ષકો તેમજ બન્ને વિદ્યાર્થીઓના વાલીઓએ અભિનંદ પાઠવી ટ્રોફી આપી સન્માનિત કરી મોઢું મીઠું કરાવ્યું હતું. આવી જ રીતે આગામી એક્ઝામમાં પણ સફળતા મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *